Tag: Nice

મને ફક્ત તું જ ગમે

તું મને પૂછે કે બોલ તને શું શું ગમે ? સાચું કહું તો રાત-દી તું સાથે રહે તો ગમે એ શક્ય નથી તો સપનાનો સથવારો ગમે તારા વિરહમાં સર્જાતો ખાલીપો ગમે તારી યાદોનો મહેકતો ગુલદસ્તો ગમે શ્વાસની આવનજાવનમાં તારો વર્તારો ગમે હવામાં તારા અસ્તિત્વનો અણસારો ગમે આ બધુ […]

હતો તારો ને મારો સંબંધ ..

હતો તારો ને મારો સંબંધ .. રાધા ને શ્યામ જેવો … મૈત્રી ભર્યો …. મસ્તી ભર્યો … ઊંડાણ ભર્યો ….. સ્નેહ ભર્યો ….. નિ:સ્વાર્થ ભર્યો … એટલે જ કદાચ …. અંત પણ આવ્યો …. વિરહ ભર્યો ….. ગીતા

મારા અશ્રુના ખારા પાણીથી ઈશ્વર ઝરણા ભરે છે.

ક્યારેક મારા આલિંગનમાં કલાકો રહેવાવાળા, રસ્તે પસાર થાય તો મારી અવગણના કરે છે. જીવથી વ્હાલો હતો જેનો હું કૈંક કેટલાય વર્ષોથી, આજે હવે અજાણ્યા બની કેવી આ છલના કરે છે. વિતાવ્યા દરેક ક્ષણ હસી-ખુશીથી તેમની સાથે, સ્મરણો તે દિવસોના રોજ દિલમાં ધરણા કરે છે. રડાવીને ઈશ્વરને શું મળ્યુ […]

મને રાવણ જેવો ભાઈ જોઈએ.

માં : દીકરી, તારે ભાઈ જોઈએ છે કે બહેન ? દીકરી: મને ભાઈ જોઈએ છે માં, પણ આજ કાલ ના છોકરાઓ જેવો નહિ, મને રાવણ જેવો ભાઈ જોઈએ. . .. … …. ….. …… રાવણ જેવો ભાઈ જોઈએ જેણે પોતાના દેશ માં રહેવા છતાં બીજા દેશ ની સ્ત્રી […]

ગુજરાતી ભાષાની કમાલ

ગુજરાતી ભાષાની કમાલ (૧) કોઈના ઉપર ‘દયા’ કરી હોય તો ‘યાદ’ ના રાખો. (૨) શાળામાં ‘સર’ છે પણ ભણવામાં ‘રસ’ નથી. (૩) દરજી સરખા અંતરે ‘જગા’ રાખી ‘ગાજ’ કરે છે.  (૪) ‘ભલા’ કામ કરનારને હંમેશા ‘લાભ’ થાય છે. (૫) ‘લોભ’ વૃતિ ધરાવનાર કદી ‘ભલો’ નથી હોતો. (૬) ‘જામ’ […]

તિતલી – એક પાનાની વાર્તા.

તિતલી – એક પાનાની વાર્તા.. એનું તો નામ જ  છે તિતલી.એટલે તો એ પતંગિયાની જેમ આમતેમ બાગ – બગીચે ઉડ્યા કરે છે,રમ્યા કરે છે.એની ઉંમર માત્ર ચારવર્ષ.પાંચમું હમણાં જ હજી બેઠું. એટલામાં તો એને જાણે આખી જિંદગીનું ભણતર ભણી લેવાનું હોય એટલો બધો તો નાનકડા મગજ ઉપર ભાર […]

જય જલારામ…

જય જલારામ… પૂ. જલારામ બાપાની 213મી પાવક જન્મજયંતિના આજના આ સપરમા દિવસે પૂ. બાપાના ચરણોમા સત્ કોટી વંદન… પૂ. જલારામ બાપાની 213મી પાવક જન્મજયંતિના આજના આ સપરમા દિવશે પૂ. બાપાના જીવનનો એક પાવક પ્રસંગ આપણે વાંચીએ… જલા તું તો અલ્લા કહેવાણો, અમર તારો લેખ લખાણો… સંવત 1878ની સાલની […]

એક દિન ભગવાન ને કહા…

એક દિન ભગવાન ને કહા મત કર ઇન્તજાર  ઇસ જનમ મેં ઉસકા મિલના મુશ્કિલ હે. મૈને ભી કહ દિયા, કર લેને દે ઇન્તજાર  અગલે જનમ મેં મિલના મુમકીન હે. ભગવાન ને કહા મત કર ઇતના પ્યાર,બહુત પછ્તાયેગા,  મૈને કહા દેખતે હે તું કિતના મેરી રૂહ કો તડપાયેગા? ભગવાન ને કહા […]

પ્રેમ અને સમય

ઘણા વખત પહેલાની વાત છે. એક અતિ સુંદર ટાપુ પર બધી લાગણીઓ અને ગુણો સરસ મજાના ઘર બનાવીને રહેતા હતા. સુંદરતા, આનંદ , ઉદાસીનતા વગેરે એકબીજાની બાજુ-બાજુ મા રહેતા હતા. એ બધાથી દૂર સાવ છેવાડાના ઘરમા પ્રેમ રહેતો હતો. એક દિવસ સવારે એક પરીએ આવીને બધા ટાપુવાસીઓને કહ્યુ […]

મોટા લોકોની ઓળખ મોટાઈમાં સમાયેલી હોઈ છે.

મોટા લોકોની ઓળખ મોટાઈમાં સમાયેલી હોઈ છે.                        ” અકબરના દરબારમાં એક સોદાગર આવ્યો. એની પાસે બે ઘોડીઓ હતી. દેખાવે અને શરીરે એક જ સરખી ઘોડીઓ હતી. એણે દરબારમાં જાહેરાત કરી કે જે આ ઘોડીઓમાંથી માં કોણ છે અને […]

સારા તો સારા જ છે.

સારા તો સારા જ છે.                        “એક ફકીર ખુદા પાસે નમાજ અદા કરતાં હતાં. નમાજ અદા કરતાં કરતાં તેમણે દુઆ વ્યક્ત કરી : અય ખુદા, તું નઠારાઓ પર રહેમ કર. આ સાંભળી બીજા ફકીરે કહ્યું : પાપીઓ માટે રહેમની […]

દુ:ખમાંથી પણ સુખ શોધી શકાય છે.

દુ:ખમાંથી પણ સુખ શોધી શકાય છે.                        “એક સ્ત્રી ઘણી જ ખુશ રહેતી હતી, કારણ કે એના જીવનમાં એક પુત્રીએ પ્રવેશ કર્યો હતો. એ પુત્રી ધીરેધીરે મોટી થઇ, પરંતુ એક વાર માતા અને એની પાંચ વર્ષની દીકરી સાથે દાઝી […]

જીવન એક અરીસો છે.

જીવન એક અરીસો છે.                        “એક વાર એક ગ્રાહક અરીસાની દુકાનમાં સારામાં સારો અરીસો ખરીદવા ગયો. એણે એક પછી એક અરીસા જોયા પછી સુંદર અને મજબૂત અરીસો પસંદ કર્યો. ગ્રાહકે દુકાનદારને પૂછ્યું : આ અરીસા ઉપર તમે કઈ ગેરંટી […]

જરૂરી વસ્તુ માટેનો આગ્રહ એ જીદ્દી વલણ નથી.

જરૂરી વસ્તુ માટેનો આગ્રહ એ જીદ્દી વલણ નથી.                        ” કિશન મહારાજ ભારતના બહુ જ મશહૂર તબલાવાદક છે. એક વાર એમનો એક કાર્યક્રમ અમેરિકામાં યોજાયો હતો. તેઓ સ્ટેજ પર પોતાની બેઠક પર બેસીને માઈક વગેરે તપાસતા હતાં. અચાનક એમની […]

શંકા કરતાં શ્રદ્ધાનું બળ ચડિયાતું છે.

શંકા કરતાં શ્રદ્ધાનું બળ ચડિયાતું છે.                        ” એક અનન્ય શ્રદ્ધાવાળો ભક્ત હતો. ભક્ત કહે : શ્રદ્ધા હોઈ તો બધું જ થાય છે. એક પ્રતિસ્પર્ધી માણસે કહ્યું : હું તમારી વાત ત્યારે જ માનું જયારે તમે આ વાતનો પુરાવો આપો. […]

અંધારા વગર અજવાળાની કોઈ કિંમત નથી.

અંધારા વગર અજવાળાની કોઈ કિંમત નથી.                        ” એક ફટેહાલ ગરીબ જેવો માનસ રાજાના દરબારમાં આવ્યો. બોલ્યો : હું આપનો ભાઈ છું તેથી આપ મારી રહેવાની અને જમવાની વ્યવસ્થા કરો. રાજાને આશ્ચર્ય થયું. આવો કંગાલ માણસ મારો ભાઈ કેવી […]

ઓળખ ગુમાવશો તો બધું જ ગુમાવશો.

ઓળખ ગુમાવશો તો બધું જ ગુમાવશો.                        ” એક ધોબી હતો. એણે નદી કિનારે કપડાં સૂકવ્યા હતાં. એક સાધુ પોતાની મસ્તીમાં ચાલતો હતો તેથી તેનો પગ કપડાં પર પડી ગયો. કપડાં મેલા થઇ ગયાં. ધોબીના ગુસ્સાનો પાર નાં રહ્યો. […]

આપણે સત્ય બાબતે કેમ મૂંઝવણમાં છીએ ?

                ” એક વાર સત્ય અને અસત્ય નામના બે માણસો નદીએ નહાવા ગયા. સત્યની ટેવ હતી કે એ ઘણી બધી વાર સુધી નાહતો અને પોતાની જાતને શુદ્ધ કરતો, પરંતુ અસત્ય તો સહેજવારમાં જ શુદ્ધિ-અશુદ્ધિની પરવા કાર્ય વિના જેમતેમ નાહીને બહાર આવી […]

આરોગ્યવર્ધક કહેવતો – જોરાવરસિંહ જાદવ

લોકસાહિત્ય કલ્પવૃક્ષ જેવું છે. કહેવાય છે કે કલ્પવૃક્ષ નીચે ઊભા રહીને જે માગીએ એ મળે, એમ લોકસાહિત્ય પાસે જે માગો એ મળે. એમાંથી અર્થસભર દુહા મળે. હૈયામાં સ્પંદનો પ્રગટાવતાં ગીતો મળે. બુદ્ધિચાતુર્ય વધારતાં ઊખાણાં મળે. કવિત્વ શક્તિ ખીલવતાં જોડકણાં મળે, માનવીની કોઠાસૂઝમાંથી પ્રગટેલી મોતીના દાણા જેવી કહેવતો અને કથાઓ મળે. જૂનાકાળે આજના જેવી શાળા, કૉલેજો અને […]

પરિસ્થિતિનો સામનો

કેટલાક માણસો એવું માનીને ચાલે છે કે પોતાની લાગણીઓ છુપાવવી, પોતાના મનમાં ચાલી રહેલી વાત કોઈને ન કહેવી અથવા પોતાના દિલનો, મનનો એક્સેસ-તાગ-પહોંચ કોઈને ન આપવી એમાં બહુ મોટી બહાદુરી છે. ખરેખર પોતાની વાત કોઈને ન કહેવાથી શું સાબિત થઈ શકે ? ખરેખર વાત છુપાવવા માટે હિંમતની જરૂર […]

જ્યારે ગર્લફ્રેન્ડ પત્ની બને છે

ગર્લફ્રેન્ડ એ મુક્તિ છે, પત્ની એ બંધન છે. એક આઉટડોર ફન છે,બીજી ઇનડોર જેલ છે. ગર્લફ્રેન્ડ સફરજન જેવી હોય છે, ‘એન એપલ અ ડે’ એ કહેવત સાચી પડે તો કેવું? એમ વિચારતા કરી મૂકે. પત્ની કેરી જેવી હોય છે, સીઝન પૂરતી સારી લાગે! ગર્લફ્રેન્ડને મળો ત્યારે એ તમારી ખબર પૂછે […]

ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર એટલે રક્ષાબંધન

મિત્રો, ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર એટલે રક્ષાબંધન. મને યાદ છે જયારે અમે રક્ષાબંધનના આગલા દિવસે સ્કુલમાં જતા ત્યારે પૂરો હાથ રાખડીથી બંધાયેલ લઈને ઘરે આવતા. આહાહાહાહા…શું દિવસો હતા એ. જે મિત્રોની બહેન નહોતી તેઓને પણ સ્કુલમાં વગર માંગ્યે ૨૦ થી ૩૦ બહેનોનો અમૂલ્ય પ્રેમ મળી જતો. સ્કુલની […]

દોસ્ત

ફેસબુક પર મળવા કરતા કોકદી ફેસ ટુ ફેસ મળને દોસ્ત, ટ્વીટર પર ટ્વિટ કરવા કરતા મળીને બાથ ભરને દોસ્ત. લોકોની ટીકા કરવા કરતા તારી બુરાઈ સામે લડને દોસ્ત, કોમ્પુટરને બદલે દિલથી કોઈ છોકરીના પ્રેમમાં પડને દોસ્ત. હળહળતું જુઠ્ઠું બોલતા પહેલા ક્યારેક ઈશ્વરથી ડરને દોસ્ત, પોતાનુંજ ઝુડ ઝુડ કરે […]

જુદાઈ

જીસ્કી આંખોમે કટીથી સદીયાં ઉસ્ને સદીયોં કી જુદાઈ દી હે ઈક પરવાઝ દીખાઈ દી હે તેરી આવાઝ સુનાઈ દી હે…. ગુલઝાર. એની પ્રેમાળ અને શરમાળ આંખોની તો શી વાત કરીએ ? એના નેણમાં એટલી અદ્‌ભુત ચમક, તેજસ્વીતા ને રંગત હતી કે એની સંગત માણવામાં ને માણવામાં અમે તો […]

યુ ટર્ન….

યુ ટર્ન…. બહુ સાંભળેલો શબ્દ છે અને એ રસ્તા પર જોવા મળે છે ..ક્યાંક યુ ટર્ન લેવાની મનાઈ હોય છે તો ક્યાંક તમે ગમે ત્યારે લઇ શકો છો …આવું જિંદગીમાં પણ થાય છે હેંને ….તમે દિવસ દરમ્યાન કે રાત્રે પણ ગમે ત્યાં ગયા હો પણ એક ઘર નામના […]

“મા” “મા” “મા”

“મા” “મા” “મા” બોલતા શીખ્યો તો મારો પેહલો શબ્દ હતો”મા”., સાઈકલ પરથી પડ્યો તો રડીને બોલ્યો ” ઓયમા “ સ્કૂલે જતા જતા રોજ કેહતો ” બાઇ બાઇ મા ‘ મિત્રો ને હમેશાં ખુશીથી કેહતો ” આ તો મારી મા” ભાઈ બેહનો ને જગડી ને કેહતો ” મારી એકલાની […]

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

મારે ફરી એકવાર શાળાએ જવું છે. દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે , રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને , સુંદર અક્ષરે મારું નામ લખવું છે. મારે ફરી એકવાર શાળાએ જવું છે…!! રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી , નળ નીચે […]

‘કોણ છે ?’

પ્રિયતમાના દરવાજા પર ટકોરાનો અવાજ આવ્યો… અંદરથી કોઈક બોલ્યું : ‘કોણ છે ?’ જે દરવાજાની બહાર ઊભો હતો એણે કહ્યું : ‘હું છું !’ પ્રિયતમા એ જવાબ આપ્યો કે આ ઘરમાં હું અને તું- સાથે નહીં રહી શકીએ ! અને દરવાજો બંધ જ રહ્યો ! પ્રેમી જંગલમાં ફરવા […]

જીવનના સાત પગલા

જીવનના સાત પગલા : 1) જન્મ : એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે. (2) બચપન : મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે તરિયો છે. (3) તરુણાવસ્થા : કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે. (4)યુવાવસ્થા : […]

બોધ કથા

એક વખત એક અધ્યાપકે તેમનાં વિદ્યાર્થીઓને જૂની બધી જ વાતોને ભૂલવા અને દરેકને માફ કરી દેવા વિશે સમજાવ્યું પરંતુ વિદ્યાર્થીઓને તે વાત કંઈ ગળે ના ઊતરી. તેઓનું કહેવું એમ હતું કે તેઓ કોઈ પણ વાતને ભૂલી શકતા નથી. માફી આપવી તો તેમને સદંતર અશક્ય લાગતી હતી. આથી અધ્યાપકે […]

દુ:ખી થવાના દસ રસ્તા

દુ:ખી થવાના દસ રસ્તા (1) તમારી જ વાત કર્યા કરો (2) તમારો જ વિચાર કર્યા કરો. (3) ‘કદર’ ‘કદર’ ઝંખ્યા કરો. (4) કોઈ તમારી ઉપેક્ષા કરે તો બળ્યા કરો. (5) કોઈનો યે વિશ્વાસ ન કરો. (6) તમારી ફરજમાંથી શક્ય ત્યાં સુધી છટકી જાવ. (7) બને તેટલી વાર ‘હું’ […]

કેમ છે ?

પૂછ ના દોસ્ત, “કેમ છે ?” હતું એમનું એમ છે, ખેંચમ્ ખેંચનું ઠેકાણું, ઘરમાં જેમનું તેમ છે ! મધ્યમવર્ગની હાલતમાં નકરી કશ્મકશ છે, ક્યાંથી દેખાય હરિયાળી, જમીનમાં ક્યાં કોઈ કસ છે ? શૅરબજારનો જાદુ જોયો, રૂપિયા હતા, હવે કાગળ છે, ઘર વાળીને સાફ કર્યું, નસીબ બે ડગલાં આગળ […]

આપણે બે જ હોઈશું,

એકબીજાનાં ચોકઠાં, ચશ્માં શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું, હું રીસાઇશ તો તું મનાવજે તું રીસાઇશ તો હું મનાવીશ, એકબીજાને લાડ લડાવવા છેલ્લે તો આપણે બે જ હોઈશું, આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તિ પણ પાંખી થશે, ત્યારે એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું, ઘૂંટણ […]

ભ્રમ

જીવનપથ પર ચાલતાં-ચાલતાં આપણે સૌ એક યા બીજા પ્રકારના ભ્રમમાં અવાર-નવાર સપડાઈ જતા હોઈએ છીએ અને એ ભ્રમમાંથી આપોઆપ છૂટી પણ જતા હોઈએ છીએ; પરંતુ બધા માણસો માટે ભ્રમની દુનિયામાંથી છૂટી જઈને વાસ્તવિક દુનિયામાં જીવવાનું સરળ નથી હોતું. વાસ્તવિક જિંદગી ઘણી કઠોર હોય છે. એનો સામનો કરવાનું માણસનું […]

લાડકા પપ્પા હોવું એટલે…..

લાડકી દીકરી પર ઘણુંબધું લખાયું છે. વહાલી દીકરી માટે લાડકા પપ્પા ખૂબ જ મહત્વના હોય છે. લાડકા પપ્પા જે વાત કોઈને ન કરે એ પોતાની વહાલી દીકરીને કરે છે. પપ્પાને એક જ વાતનો ગમ સતાવે છે કે દીકરી ઝટપટ મોટી થઈ જાય છે. એ મોટી થાય એના ત્રણ […]

મિસકૉલ મારવાની મજા

ભારતની બધી ભાષાઓના બધા શબ્દકોશમાં ન જડે એવો એક શબ્દ હવે લોકજીભે ચડી ચૂક્યો છે. બૉસ અને એના ડ્રાઈવરને જોડતો એ શબ્દ છે : ‘મિસકૉલ.’ મોબાઈલ ફોન વાપરનારા લોકોમાં ગરીબ લોકોનું પ્રમાણ ઓછું નથી. ઝૂંપડપટ્ટીમાં મોબાઈલ ફોન ધરાવનારા લોકોની સંખ્યા ઓછી નથી હોતી. ઘરની કામવાળી પણ પોતાના પતિને […]

ચાલ, વરસાદમાં ભીંજાવા જઈએ….

વરસાદ પડે ત્યારે એક પ્રેમી ને કેવી કેવી રીતે એની પ્રેમિકા યાદ આવે અને એ પણ પહેલા વરસાદ માં એ ઉપર થોડી કવિતા રજુ કરું છું, આશા રાખું છું કે તમને પણ વરસાદ માં તમારી પ્રેમિકા જરૂર યાદ આવતી જ હશે અને તમને પણ આ ગમશે જ. વરસતા […]

દિલ

એક હાર્ટ સર્જરી યુનિટની બહાર લખ્યું હતું: ‘જો દિલ ખોલી નાખ્યું હોત યારોંની પાસે તો આજે ઓજારોની સાથે એ ખોલવાની જરૂર પડી ન હોત…’

ખુશ છુ

જિન્દગી છે નાની દરેક પલ મા ખુશ છુ, દરેક સમય મા ખુશ છુ, આ સન્જોગ મા પણ ખુશ છુ, …આજે પનીર નથી તો શુ થયુ, … દાલ થી જ ખુશ છુ, આજે ગાડી મા જવાનો સમય નથી, બે ડગલા ચાલિને ખુશ છુ, આજ કોઇનો સાથ નથી, પુસ્તક વાચી […]

હિંમતની બે વ્યાખ્યા

હિંમતની બે વ્યાખ્યા છેઃ અન્યાય થતો હોય ત્યારે બધા વચ્ચે ઊભો થઈને સાચી વાત સાફ સાફ સંભળાવી દે અને હિંમત એનું પણ નામ છે, જ્યારે પોતાની ભૂલ થઈ હોય ત્યારે બેસીને બીજાની વાત શાંતિથી સાંભળી પણ લે..!!

અમે ચાંદો સૂરજ રમતા’તા, રમતાં રમતાં કોડી જડી

અમે ચાંદો સૂરજ રમતા’તા રમતાં રમતાં કોડી જડી કોડીનાં મે ચીભડાં લીધાં ચીભડે મને બી દીધાં બી બધાં મે વાડમાં નાખ્યાં વાડે મને વેલો આપ્યો વેલો મેં ગાયને નીર્યો ગાયે મને દૂધ આપ્યું દૂધ મેં મોરને પાયું મોરે મને પીછું આપ્યું પીંછુ મેં બાદશાહને આપ્યું બાદશાહે મને ઘોડો […]