પંખીઓને જોઈ આવ્યા ઘણા વિચાર

પંખીઓને જોઈ આવ્યા ઘણા વિચાર નથી બેંકમાં અનાજ કે નથી ઘરબાર શું ખાવા મળશે ને ક્યાં, નથી કોઈ ખબર તાપને ઠંડી સહન કરે છે, બારેમાસ બેસુમાર છ્તાંય સવારે ઉઠી,આનંદથી કરે છે કલબલાટ પ્રભુ પર શ્રધા રાખી, જીવે છે દિવસ અને રાત અને દેખો વિશ્વમાં શક્તિશાળી આ માનવ જાત […]

‘માં’ ના માટેની ભાવના

મને એક જોરદાર આઘાત લાગ્યો જયારે મેં મારા ખિસ્સામાં હાથ નાખ્યો અને મને ખબર પડી કે મારું પાકીટ તો ચોરાઈ ગયું છે .. .. !! .. પાકીટમાં શું હતું .. .. ?? કંઈક ૧૫૦ રૂપિયા અને એક પત્ર .. .. !! .. એ પત્ર, જે મેં મારી માં […]

અનુભવી તો જુઓ

કોઇ ને સમજાવતા પહેલા કોઇને સમજી તો જુઓ .. .. !! ભુલવાનુ કહેતા પહેલા કોઇને ભુલી તો જુઓ .. .. !! સલાહ તો કોઇ પણ આપી શકે .. .. !! સલાહ આપતા પહેલા કોઇની મજબુરી અનુભવી તો જુઓ .

ગુણવંત શાહ

શિક્ષણ દ્વારા અજ્ઞાન દૂર થાય, પરંતુ મૂર્ખતા દૂર નથી થતી. જીવનનું એક વિચિત્ર સત્ય એ છે કે મૂર્ખતા કદી પીડાદાયક નથી હોતી. માણસને મૂર્ખતા અત્યંત વહાલી હોય છે તેનું રહસ્ય એ જ કે મૂર્ખતા રાહત પણ આપે છે. મૂર્ખતાનો માલિક એક એવા નશામાં હોય છે, જે નશો એને […]

યાદ

આજે પાછી એ યાદ આવી રહી છે .. !! રહી રહી ને મને સતાવી રહી છે .. !! કહેતી હતી એ મને હસતા રહેજો તમે .. !! પણ પોતે જ એની યાદ થી રડાવી રહી છે મને .. .. !! ♥

રાજી થવાનું અઘરું નથી

આપણે આપણા રોજિંદા કૌટુંબિક જીવનમાં અવારનવાર ફરિયાદ કરીએ છીએ કે કોઈ મારી લાગણીને સમજતું નથી. હું સૌના માટે ઢસરડા કરું છું છતાં કોઈને મારી કદર નથી. આપણી ફરિયાદ વાજબી હોય તોય, આપણું વર્તન ખોટું હોય છે. બીજાઓની લાગણી સમજવામાં આપણે જરાય કચાશ ન રાખવા કટિબદ્ધ થઈએ એ જરૂરી […]

-કલાપી-

અમે જોગી બધા વરવા સ્મશાનો ઢુંઢનારાઓ તહીંના ભૂતને ગાઈ જગાવી ખેલનારાઓ જહાં જેને કરી મુર્‌દું કબરમાં મોકલી દેતી અમે એ કાનમાં જાદુ અમારું ફૂંકનારાઓ જહાંથી જે થયું બાતલ અહીં તે થયું શામિલ અમે તો ખાકની મૂઠી ભરી રાજી થનારાઓ જહીં જખ્મો તહીં બોસા તણો મરહમ અમે દેતાં બધાંનાં […]

જીવનનો બોધપાઠ

એક માણસને ચાર પુત્ર હતા. તે ઈચ્છતો હતો કે તેના પુત્રો શીખે કે કોઈના વિષય કે વસ્તુ વિશે ઝડપથી અભિપ્રાય બાંધી લેવો જોઈએ નહીં. તેથી તેણે પોતાના દરેક પુત્રને વારાફરતી દૂર દેશમાં આવેલું એક ‘પૅર’નું વૃક્ષ શોધી કાઢવાની યાત્રા પર મોકલ્યા. પહેલો પુત્ર શિયાળામાં ગયો. બીજો પુત્ર વસંતઋતુમાં, […]

પાનુ એક નાનુ, સાચવ્યુ છે છાનુ માનુ,

પાનુ એક નાનુ, સાચવ્યુ છે છાનુ માનુ, ગણસો ના એને સાવ નકામુ, લખ્યુ છે એમા મે મારી લાગણી ઓ નુ નામુ, ને રાખ્યુ છે એને મારી નજરો ની સામુ, પાનુ એક નાનુ સાચવ્યુ છે છાનુ માનુ.

ચાણક્ય

તક્ષશિલા વિદ્યાપીઠના ઉત્તમ આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યએ ત્રણ શિષ્યોનું ગુરૂકુળનું સત્ર પૂર્ણ થતાં પરીક્ષા લેવાનું નક્કી કર્યું. ‘‘કૌટિલિય અર્થશાસ્ત્ર’’ નામના રાજનીતિવિષયક ગ્રંથના રચયિતા કૌટિલ્ય વ્યવહારિક જ્ઞાનને વિશેષ મહત્ત્વ આપતા હતા. જીવનભર અકંિચન બ્રાહ્મણ રહેલા કૌટિલ્યએ પોતાના શિષ્યો વ્યક્તિત્વને આગવી રીતે ઘડવાનો પ્રયાસ કર્યો. આચાર્ય વિષ્ણુગુપ્તે પોતાના ત્રણે શિષ્યોને વાંસની […]

નાના પણ સરસ વાક્યો

 ‘ખબર નહીં કેમ અન્યોને ગમે છે એ – લખાતું હોય છે જે કંઇ ફક્ત એકાદ જણ માટે’ ‘સમય’ અનેક જખમો આપે છે…એટલે જ તો લોકો પુછે છે..’ કેટલા વાગ્યા..??? ‘ લાગણીને લકવો મારી ગયો હોય એવા સમાજ પર ભરોસો રાખવા માટે હંિમતની જરૂર પડે છે…  ‘છે’ અથવા ‘નથી’ […]

પ્રેમ

પ્રેમનાં બે શબ્દો કેવા સરસ લાગે છે, એક બીજાને જોવાની કેટલી તરસ લાગે છે. પૂછી જોજો કોઈ ઘાયલ થયેલા આશિકને … ઝખ્મો ને રૂઝ આવતા કેટલા વરસ લાગે છે.

સવાલ જવાબ…

સ: કોણ કોઈનું સાંભળતું નથી. જ: ભૂખ્યું પેટ અને ગુસ્સે થયેલા શેઠ. સ: લગ્ન એટલે શું? જ: બેમાંથી એક અને એકમાંથી અનેક! સ: એક વખત હાથમાંથી ગયું તે શું? જ: સમય; જીવનની જે પળ આજે ચાલી રહી છે તે કદી પાછી આવતી નથી. સ: શ્રવણના માતા-પિતાનું નામ શું […]

God is everywhere

એક યુવા બાળક પોતાના પિતાને બોલ્યો કે ભગવાન આ જગતમાં છે જ નથી. જો ઈશ્વર હોત તો આપણને દેખાતે. પિતાએ એને ખુબ સમઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને આ વાત પર લેશમાત્ર પણ ભરોસો ન થયો. પિતાની સમઝાવવાની બધી કોશિશો વ્યર્થ ગઈ અને આખરે એમણે સમઝાવવાનું છોડી દીધું. એક […]

ખુશ થાઉં છું

મેદાનો હરિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું લીલાંછમ અજવાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું આંખોમાં વૈશાખી સૂકું શ્હેર લઈને રખડું ત્યારે રસ્તા પર ગરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું અજમેરી પીળા બોર સમા આછું મીઠું મ્હેંક્યા કરતા આ દિવસો તડકાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં […]

મા અને બેટી

પ્રિય મમ્મી, 8 GB ની PEN DRIVE માં, થોડી જગ્યા ઓછી પડી. નહિ તો, મારું આખું બાળપણ એક ફોલ્ડર માંનાંખી ને, અહીં સાસરે લઇ આવી હોત. પણ, મારું બાળપણ તો તારા ખોળા માં જ રહી ગયું. તારા ખોળામાં, હું માથું મૂકીને સુઈ જતી, એ સમય સોનાનો હતો. અને […]