પુરુષોત્તમ માસની કથા-શ્રી કાંઠાગોરની વાર્તા

ભૃગુપુર માં એક ડોશી રહે જેનું નામ જમના ડોશી. એ ડોશી ને બે દીકરા. બંને ખાધેપીધે સુખી પણ ડોશી દીકરાથી જુદી રહે, અને ધર્મધ્યાન કરે,કથા-કીર્તન કરે. કોઈને ખવડાવીને ખાય એવો સતિયો જીવ. એકવાર અધિક માસ આવતા જમના ડોશી એ વ્રત લીધાં. સાથે નાની વહુ એ પણ વ્રત લીધું. […]

વાવેલો સંબંધ

“કન્ડકટર ભાઇસાબ,આ મારી દીકરી બસમાં એકલી જ છે. એનાં મામાને ઘરે જઇ રહી છે. તમે જરા એનું ઘ્યાન રાખજો…ને… વાસણા આવે એટલે ઉતારી દેજો! જો ઊંઘી ગઇ હોય તો જગાડજો!’ પંદર વર્ષ પહેલાંની ઘટના. ઓગસ્ટનો મહિનો હતો. વરસાદના દિવસો હતા. ચરોતરના એક જાણીતા ગામનો સુખી અને સમૃદ્ધ પટેલ […]

એ ભણતર શું કામનું?

“બે કપ ચા લાવજે અને સાથે એક પ્લેટ ભજીયા. “ ખુરશી પર બેસતા મારા મિત્રએ નાનાં ઢાબા જેવી હોટેલ પર કામ કરતા છોટુ ને ઓર્ડર કર્યો. આજે એક કોલેજ માં પરિક્ષા લેવા જવાનું થયેલું. પરિક્ષા પૂરી થઇ અને કોલેજનાં પ્રોફેસર એવા મારા મિત્ર સાથે, કોલેજની બહાર ચા-નાસ્તો કરાવવા […]

ભગવાન પર ભરોસો

એક જૂની ઇમારતમાં વૈદજીનું મકાન હતું. પાછળના ભાગમાં રહેતા હતા અને આગળના ભાગમાં દવાખાનું ખોલી રાખ્યું હતું. તેમનાં પત્નીની આદત હતી કે દવાખાનુ ખોલવાના પહેલા, તે દિવસના માટે આવશ્યક ચીજ-વસ્તુઑ એક ચિઠ્ઠીમાં લખીને દેતાં હતા. વૈદજી ગાદી પર બેસીને પહેલા ભગવાનનું નામ લેતા પછી તે ચિઠ્ઠી ખોલતા. પત્નીએ […]

જરૂર પડે ત્યારે પૈસા મંગાવી લેશો

“ઓહ ડેડ, તમે પણ શું ? મોઢામાં એક જરાસરખુ ચાંદુપડ્યું છે,એમાં આટલા બધા કેમ અકળાઓ છો?, થોડા દિવસ ઘરગથ્થું દવા કરી રાહ જુવો,” અમેરિકાથી બે અઠવાડિયામાટે આવેલ N.R.I અતુલે પિતાની ફરિયાદનો જવાબ આપતા આગળ ચલાવ્યું, “પપ્પા, તમને ખબર છે કે હું માત્ર બે અઠવાડિયામાટેજ ભારતમાં આવ્યો છું. ત્રણ […]

પુરુષોત્તમ માસની કથા-ગંગા સ્નાનનું ફળ

વિજયનગર નામનું એક સુંદર ગામ હતું. એ ગામમાં શિવશર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. કર્મકાંડ કરે અને નાણાં ધીરવાનો ધંધો પણ કરે. તેનો એક દીકરો હતો જેનું નામ હતું જ્ઞાન શર્મા. એ દીકરાની વહુ નું નામ ધર્મવતી હતું. જ્યારે પુરુષોત્તમ માસ નજીક આવ્યો ત્યારે બ્રાહ્મણ એ દીકરાને કહ્યું […]

પિતાએ આપેલી આ સલાહ

સત્ય ઘટના Safety Belt એ બંધન નથી થઈ જતો. Accident એ તમારી Lifeનો The End ન કરી દે, એને માટેની એ વ્યવસ્થા છે. ન બાંધનારને થતી Penalty એ જુલમ નથી, એ શિક્ષા છે. અને એ શિક્ષા છે તમારી Safe Life માટે. એને બંધન સમજવુ એ બેવકૂફી છે. એ […]

પુરુષોત્તમ માસની કથા-ડોશીમા ના દિકરાની વાર્તા

ભીમપુર નામે એક ગામ હતું એ ગામમાં એક ડોશીમા રહે. એમના દીકરાનું નામ ગંગારામ. આ ગંગારામ દેખાવે ઘણો રૂપાળો, ભણવામાં પણ હોંશિયાર, શરીર પણ સારું. પણ બસ એક જ વાતનું દુઃખ. આ ગંગારામ ને ભૂખ તો બહુ લાગે પણ ખવાય નહીં. એક પણ કોળિયો ગળા નીચે ઊતરે નહીં. […]

સાસુ-વહુ

ગોંડલ તાલુકાના સગપર ગામના વતની પ્રાગજીભાઈ બુહાના દીકરા બિપિનના લગ્ન આજથી 7 વર્ષ પહેલાં દક્ષા નામની છોકરી સાથે થયા હતા. લગ્નના એક વર્ષ પછી જ દક્ષાબેનને પેટમાં દુખાવો ઉપાડ્યો. રિપોર્ટ્સ કરાવ્યા તો બંને કિડની ડેમેજ. બીપીનભાઈ પર તો જાણે કે આભ તૂટી પડ્યું. પણ હિમતપૂર્વક આવી પડેલા દુઃખનો […]

હુંકાર

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા) છે મહામારી અને જોખમ ઘણા સંસારમાં, જાનની પરવાહ છોડે કેટલા સરકારમાં? એટલી તાકાત ના અજમાવશો પડકારમાં, આંખમાં ઉભરે પછી એ આગના આકારમાં, ના ગમે જે વાત એ ખાડે દટાવી નાખજો , આવરો ના અણગમાને કોઇપણ તકરારમાં, છે હવેલી બંધ ને મંદિર બધા સોપો પડ્યો, […]

ઈશ્વર તને છૂટ છે

(ગાગાલગા ગાલગા×2) ભૂલું તો ફટકારજે ઈશ્વર તને છૂટ છે, તું દંડ પણ આપજે ઈશ્વર તને છૂટ છે, આ મેં કર્યુ છે કહેતી છો પ્રજા શાનમાં, અસ્તિત્વ દેખાડજે ઈશ્વર તને છૂટ છે, દાવો નથી કે હમેશા સત્યવાદી જ છું, પણ જૂઠથી ટાળજે ઈશ્વર તને છૂટ છે, દીપક ઝળહળે ને […]

પુરુષોત્તમ માસની કથા-પરમા એકાદશી વ્રત કથા

(આ કથા વિધિ અગિયારસે સવારે વાંચવી) યુધિષ્ઠિર બોલ્યા :- मलिम्लुचस्य मासस्य कृष्ण का कथ्यते प्रभो। किं नाम को विधिस्तस्याः कथयस्व जगत्पते।। અધિકમાસની બીજી એકાદશીનું નામ શું છે તેમજ તે દિવસે શું વિધિ કરવો જોઈએ, હે પ્રભુ આપ તે મને જણાવો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું, આ અગિયારસ નું નામ […]

પાળિયા ના પ્રકાર

પાળિયા ના પ્રકાર: ખાંભી: કોતરકામ વગર બાંધવામાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક. થેસા: પાળિયા નજીકના નાનાં પથ્થરો. ચાગીયો: પત્થરોના ઢગલા. સુરાપુરા: અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ. સુરધન: આકસ્મિક મૃત્યુ, જેમ કે હત્યા, આત્મહત્યા, અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તેમાંના કેટલાકને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક […]

જિંદગીની દોડ

“આવો ભાઈ, બેસો અહીંયા. હું જાણું છું કે ટ્રેન મોડી પડી છે એટલે તમે ચિંતામાં છો … “ મધેપુરા રેલ્વેસ્ટેશન નાં પ્રતીક્ષાલય માં સિત્તેરેક વર્ષની ઉંમરના એક સજ્જને મને કહ્યું. વાત જાણે એમ હતી કે મધેપુરા પાસે આવેલી એક નવી સિમેન્ટ ફેક્ટરીમાં કામ અર્થે આવેલો. મધેપુરા એટલે બિહાર […]

પુરુષોત્તમ માસની કથા – ડોશીમાનો દેડકો

એક સુંદર મજાનું ગામ હતું. એમાં એક ડોશીમા રહે. તે ખૂબ ધાર્મિક, પણ તેમને આગળ પાછળ કે સગુ વ્હાલું કોઈ નહીં એટલે પોતાનું પેટ ભરવા આટલી ઉંમરે પણ મજૂરી કામ કરે. એવામાં એકવાર પવિત્ર પુરૂષોત્તમ માસ આવ્યો. ગામલોકોની સાથે આ ડોશીમા એ પણ વ્રત લીધું. રોજ નદીએ ન્હાવા […]

રજા ની મોજ સુખડી ને સંગ

ગોળપાપડી(સુખડી) અંદાજે ઈ.સ. 766 B.C.ની આસપાસ શોધાઈ ત્યારથી આજ સુધી સતત અને સર્વત્ર રાજ કરતી મીઠાઈની મહારાણી “ગોળપાપડી”ના ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં છે. ઇન્દ્રદેવે મનુષ્યને પહેલીવાર આ રેસીપી સુઝાડી ત્યારે નારદે વ્યંગમાં કહ્યું’તું, ‘હે ભગવંત..! આટલી સાદી મીઠાઈ માણસને ક્યાં સુધી રીઝવવશે? ત્યારે ઈન્દ્રએ વચન આપ્યું’તું કે ‘બીજી […]

કોરોના આજનો નથી જગ્ન્નાથ ભગવાન ના સમય થી છે

હિન્દુ પ્રણાલિકા પાછળનું રહસ્ય, શું આપે ક્યારેય વિચાર કર્યો છે કે, પ્રત્યેક વર્ષ રથયાત્રાના પહેલા ભગવાન જગન્નાથજી બીમાર પડે છે. તેમને શરદી અને તાવ થઈ જાય છે. બીમારીની આ હાલતમાં તેમને Quarantine કરવામાં આવે છે જેને મંદિરની ભાષામાં “અનાસાર”* *કહેવામાં આવે છે. ભગવાનને 14 દિવસ સુધી એકાંતવાસ એટલે […]

શિવાજી

ઇતિહાસમાં શિવાજી વિશે શાળામાં ક્યારેય વધારે શીખવડ્યું ન હતું. ઘણા લોકો તેના વિશે શું વિચારે છે તેનાથી આશ્ચર્યચકિત થઈ જશો..: “કાબુલથી કંદહાર સુધી મારા તૈમૂર પરિવારે મોગુલ સલ્તનતની રચના કરી. ઇરાક, ઈરાન, તુર્કિસ્તાન અને ઘણા વધુ દેશોમાં મારી સેનાએ વિકરાળ યોદ્ધાઓને પરાજિત કર્યા. પરંતુ ભારતમાં શિવાજીએ અમારા પર […]

પુરુષોત્તમ માસની કથા – છાપરેથી વરસ્યું ધન

કોઈ એક સુંદર નગરમાં મગન નામનો એક ગરીબ સુથાર રહે. એની પત્નીનું નામ શાંતિ. તેમણે સંતાનો પણ ઘણાં, પરંતુ સમય એવો આવ્યો ઘરમાં એક ટંક ખાવાનું પણ ન મળે. સમય જતા સંતાનો મોટા થયા ગમે તેમ કરીને પણ તેમને બધાને પરણાવ્યા ઘર ખાલી થઈ ગયું કાળી મજૂરી મગજનું […]

વિસરાતા શબ્દો

આપણી ભાષામાં વપરાતા શબ્દોના તત્સમ શબ્દો..બહુ ઓછી ભાષામાં જોવા મળે છે. દોયડી- કપડાં સૂકવવા કે કંઈ બાંધવા માટે જાળી – ભમરડો ફેરવવા માટે રાશ – બળદને કન્ટ્રોલ કરવાની લગામ વરત – પાણી કાઢવાના કોસ માટે વપરાતું જાડુ દોરડું વરતડી – પાણી કાઢવાના કોસ માટે વપરાતું પાતળું દોરડું નાથ […]

રગેરગમાં

પલીતે પ્રીત બાળો તો,જલન થાશે રગેરગમાં. શબદથી આગ ચાંપો તો, અગન વ્યાપે રગેરગમાં. ના બાળો આમ ભીનેરાં હ્રદયને આપ કાંડીએ, તમારામાં સજાવો તો,હવન લાગે રગેરગમાં. ઠિઠુરતી રાત ગાળીશું, ગઝલનાં તાપણાં કરજો, ચલમ ફૂંકીને ગાળો તો પવન ગાજે રગેરગમાં. મને લાગે છે કે મારે તો મૃગજળને પીવાનું છે, તરસ […]

મારે તમારો આભાર માનવો છે

હમણાં થોડા દિવસ પહેલા છાપામાં વાંચ્યું કે અમદાવાદની એક પ્રાયવેટ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત એક શિક્ષકને દાખલ કર્યા હતા. તેમના બે વિધાર્થીઓ જ ડોક્ટર હતા. તેઓએ ખુબ સુંદર રીતે તેમના પ્રિય શિક્ષકનું ધ્યાન રાખ્યું અને સારવાર આપી. તે શિક્ષકના જ અન્ય બે સ્ટુડન્ટ જેઓ વિદેશમાં ડોક્ટર હતા તેમની સાથે […]

વન-પ્રવેશ મિલન

વન-પ્રવેશ મિલન વ. વધે ભલે ઉંમર. દોસ્તી જવાન છે, ન. નહોતું જવુ વનમાં, હજુ દિલમાં તુફાન છે. પ્ર. પ્રવેશ ભલે કર્યો, વનમાં જીવન હજુ બાગવાન છે. વે. વેરવા છે ફુલ હજુ એવા અરમાન છે. શ. શમી જશે, થનગનાટ પણ મન હજુ બે લગામ છે. મિ. મિત્રતા રહે અતૂટ, […]

પુરુષોત્તમ માસની કથા – વ્યતિપાત યોગ ની કથા

વરાહ પુરાણમાં આ કથા મળે છે. युधिष्ठिर उवाच – श्रुतानि त्वन्मुखाद्देव व्रतानि सकलान्यपि। व्यतीपात व्रतं ब्रूहि सोद्यापन फलान्वितम्।। યુધિષ્ઠિર કહે છે કે, હે પ્રભુ! તમારા મુખેથી ઘણા બધા વ્રતો સાંભળ્યા પરંતુ હવે આ વ્યતિપાત નામના વ્રતનો વિધિ અને ફળ અમને વિસ્તારપૂર્વક જણાવો. ત્યારે શ્રીકૃષ્ણ કહે છે- पुरा व्यासेन […]

ભણેલા અભણ

જીવનની દુ:ખ કથા હસતા રહી કહેવી પડી મારે, કે મારામાં એને રસ હતો પણ લાગણી ન હતી તેને. સવારના 7.45નો સમય થયો હતો. સેન્ટમેરી ઈંગ્લીશ મિડિયમ ગર્લ્સ સ્કૂલના સ્ટાફરૂમમાં બઘા જ શિક્ષકો આવી ગયા હતા. પ્રેયરને હજી દસ મિનિટની વાર હતી. ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ હોવાથી બઘા શિક્ષકો હાઇ-ફાઇ […]

હરાવી નહિ શકો

ભેજ છે જે કાષ્ઠમાં એને જલાવી નહિ શકો, કોતરાયું કાળજે એને છુપાવી નહિ શકો, હાથ ઝાલીને હરિનો નાવ જે હંકારતા, લાખ કોશિશો કરો એને ડુબાવી નહિ શકો, ડંખ લાગ્યા જે કળીને બાગના ભમરા થકી, કેટલું જળ સીંચશો એને સજાવી નહિં શકો, આવતી આફત બધી કળ કે બળે ટાળો […]

સંયમ વિના નહીં ઉદ્ધાર

નાનકડું ગામ…જૈનોની વસ્તી ખૂબ ઓછી…તેમાં ૭૦ માણસોનું સંયુક્ત પરિવાર વસે. ધર્મની લાગણી ઠીકાઠીક હતી, પણ તે પરિવારનો પુણ્યોદય કે તે સાધુ-સાધ્વીજી ભગવંતના વિહારનું ક્ષેત્ર. મહાત્માઓની પુષ્કળ અવરજવર… એના કારણે સંતાનોમાં અને વડીલોમાં સામાન્ય સંસ્કારો જળવાઈ રહ્યા હતાં. તેમાં એક દિકરી દોઢ વરસની હતી અને પિતાજી મૃત્યુ પામ્યા હતા. […]

પુરુષોત્તમ વ્રતનાં નિયમો

રાજા બોલ્યા : જેણે પુરૂષોત્તમ માસનું વ્રત કર્યું હોય, તેણે કયા નિયમો પાળવા જોઈએ, તેમજ પુરુષોત્તમ માસમાં કયા ભોજન કરવા જોઈએ અને કયા પદાર્થો ન લેવા તે ઉપરાંત કયા પદાર્થો વર્જ્ય અને કયા લેવા જેવા છે તે બધું અમને જણાવો. ત્યારે નારાયણ બોલ્યા : મહર્ષિ વાલ્મીકિએ રાજાને જણાવ્યું […]

પુરુષોત્તમ માસની કથા – ગુરુ શિષ્ય ની વાર્તા

પતિતપાવની ગંગાકિનારે એક પવિત્ર અને જ્ઞાની સંત પોતાના એક શિષ્ય સાથે રહેતા હતા. ગામના લોકો એમની પાસે સત્સંગ કરવા આવે અને જે દક્ષિણા આપે તેમાંથી તેમનું ગુજરાન ચાલે. એવામાં પવિત્ર પુરૂષોત્તમ માસ આવ્યો. ઘણા બધા નરનારી એ વ્રતનો સંકલ્પ કર્યો. શિષ્ય ઘણો જિજ્ઞાસુ હતો એટલે એ ગુરુ ને […]

પુરુષોત્તમ માસની પૂજન વિધિ

સર્વે સ્નેહીજનો ને જય શ્રી કૃષ્ણ. ભગવાન ની સંપૂર્ણ ષોડશોપચાર પૂજા વિધિ અને ભગવાનની પૂજા કેવી રીતે કરવી તે સંપૂર્ણ વિધિ પ્રસ્તુત કરું છું….. अनलोत्तारणं कृत्वा प्रतिमायास्ततः परम्। प्राण प्रतिष्ठां कुर्वीत अन्यथा धातुरेव सः।। સૌ પ્રથમ તો પૂજા કરવા માટે રાધા અને પુરુષોત્તમની જે મૂર્તિ બનાવી હોય તેને […]

થાક્યો

અધર પર ધરેલા જુઠાણાથી થાક્યો, ના સચ્ચાઇ જેમાં પુરાવાથી થાક્યો, નસીબે હતું એ પલકમાં ગુમાવ્યું, લકીરોના એવા સુધારાથી થાક્યો, નિહાળે સતત પણ ના સંગમ કદીયે, હું ને તું સરીખા કિનારાથી થાક્યો, ઉછળતા પહોંચી જવા મંજિલે જે, સમંદર સમાતા એ મોજાંથી થાક્યો, સબંધોને માની ઘરેણું સજાવ્યા, એ ફરિયાદ કરતા […]

મોહનીયાનું પ્રાયશ્ચિત

સવાર-સવારમાં સ્કુલમાં દોડધામ મચી ગઇ હતી. ‘સાહેબ… સાહેબ…મોહનીયો નથી આઇવો……!’ આ ફરીયાદ તો ગઇકાલે’ય થઇ હતી અને હાજરીપત્રકમાં મોહનીયો તો ગઇકાલે પણ ગેરહાજર હતો. આદિવાસી વિસ્તારના છેવાડાંના ગામની શાળામાં વિદ્યાર્થીઓની સળંગ બે ત્રણ દિવસોની ગેરહાજરી તો સાવ સામાન્ય બાબત હતી. કેટલાય વિદ્યાર્થીઓ સ્વાદિષ્ટ મધ્યાન ભોજન કે સરકારી લાભો […]

પુરુષોત્તમ માસની કથા-તાવડી તપેલીની વાર્તા

કંચનપુર નામના એક નગરમાં ગરીબ બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બંને દયાળુ અને પારકા ના દુખે દુઃખી થાય એવા, તેમજ કોઈનું પણ ખરાબ ન ઇચ્છે એવા હતા. સંતાનોમાં બે દીકરા અને એક દીકરી હતી. દીકરીઓને પરણાવી દીધી હતી જ્યારે દીકરાઓ સાથે બંને રહેતા હતા. બ્રાહ્મણીની ઉંમર થવાથી હવે […]

મીઠું સફરજન

ફૂલની કળી જેવી 8-10 વર્ષની દિકરીએ જીદ કરી, “પપ્પા! મને ફરવા લઈ જાઓ.‘’ Office Work બાકી હતું. પણ.. આ Homework હતું. એટલે કે ઘરનું-પરિવારનું કામ. દિકરીની જીદ આગળ બાપ હંમેશા ઝુકતો આવ્યો છે. Office Work છોડી તરત જ દિકરીને ફરવા બગીચામાં લઈ આવી પિતાએ કહ્યુ, “બેટા! જલ્દી રમી […]

तो क्या हुआ

तो क्या हुआ मोहब्बत अधूरी रह गयी, ज़िंदगी भर बेशुमार इश्क़ करना सीखा गए, तो क्या हुआ ख्वाइशें पूरी ना हुई, दिल में हज़ारों अरमान जगा कर के गए, तो क्या हुआ साथ में मुस्करा ना सके अकेले में मुस्कराना सीखा गए, तो क्या हुआ आंखों में आंसू […]

સીમંત

કાવેરીએ બેલ દબાવી અને વેદાંતે બારણું ખોલ્યું. અંદરનું દશ્ય જોઈને કાવેરી બે ઘડી હેબતાઈ ગઈ. ધાતુની ફૂલદાની એક બાજુ પડી હતી અને તેના પ્લાસ્ટિકનાં ફૂલ બીજી બાજુ. સોફા પરનાં કુશન ઓરડામાં ચારે બાજુ ફંગોળાયેલાં હતાં. દૂર ખૂણામાં પાણીનો ગ્લાસ ભરેલી ટ્રેનો ઘા કરવામાં આવ્યો હતો જે ત્યાં જ […]

પ્રેમ પ્રસ્તાવ

“નિખાલસ થઇને મેં આ મેળવ્યો છે હાથ દોસ્તીનો, સમજતો નહી કે હું આવી ગઇ તારા પંજામાં.” ઓફિસેથી ઘરે આવતા જ તરંગ નવાઇથી જોઇ રહ્યો. તેની પત્ની પૂજા બહુ ઉત્સાહમાં હતી ગેસ્ટ રૂમ સાફ કરતી હતી. તરંગને લાગ્યુ કે કોઇ મહેમાન આવવાના લાગે છે. આમ તો પૂજા મહેમાનથી કંટાળતી, […]

પિયર

દિવાળીની રજા હતી એટલે શાળાએ જવાનું નહોતું. મારી ધર્મપત્ની છાયાને ખબર જ હોય કે શાળામાં રજા હોય કે રવિવાર હોય એટલે મને મોડા સુધી ઊંઘવાની ટેવ. આમ દેખો તો એ ટેવ એણીએ જ પાડી હતી. જ્યારે મારા લગન થયા ત્યારે મહિના પછી મને શિક્ષકની નોકરી મળેલી. હા એ […]

પુરુષોત્તમ માસની કથા-મૃગલા મૃગલીની વાર્તા

સુંદરવન ની અંદર એક ઝાડીમાં નદી કિનારે મૃગલો અને મૃગલી રહે. પશુ હોવા છતાં બંને ખુબ સંતોષી જીવ. એક સમયની વાત છે. પુરૂષોત્તમ માસ આવતાં સૌ નર નારી ત્યાં નદીએ ન્હાવા આવે. ભગવાન ની સુંદર વાર્તા કરે. પુરુષોત્તમ માસનો અલૌકિક મહિમા સાંભળીને મૃગલા અને મૃગલીને પણ વ્રત કરવાનું […]

ટપાલી

ઘણા વર્ષો પહેલાની વાત છે. ઇ દિવસોમાં પેન્શનના પૈસા મનીઓર્ડરથી આવતા. ગામડા ગામમાં પેન્શનરો પેલી તારીખે ટપાલીની મે(વરસાદ) ની જેમ રાહ જોતા. ટપાલી પણ બહુ ઓછા પગારમાં ગામે ગામ જઇને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા. ચોરા પાસે ઉભેલા ગામના ચાર આગેવાનોએ દુર થી આવતી સાયકલ જોઇને કહ્યું “કો’ક નવો જણ […]

પુરુષોત્તમ માસની કથા- ભોળી ભરવાડણ ની વાર્તા

બ્રાહ્મણોની વસ્તી ધરાવતું જમનાપુર નામે એક ગામ હતું. એ ગામમાં બે ચાર ભરવાડ નાં પણ ઘરો હતા. એ ગામને પાદર એક ભોળી ભરવાડણ રહે. નામ પ્રમાણે સાવ ભોળી. પાછી ધાર્મિક હોવાથી એને આવડે એવા વ્રત કરે અને પ્રભુના ગુણ ગાય. એવામાં એકવાર પુરૂષોત્તમ માસ આવ્યો. એણે પણ વ્રત […]

ચૂપ રહે

દિકરી નાની હતી ખૂબ બોલતી મા ટોકતી ચૂપ રહે, નાનાં છોકરાં બહુ ના બોલે! કિશોરી બની તોળીને બોલતી છતાં મા કહેતી ચૂપ રહે, હવે તું નાની નથી! યુવતી બની મોં ખોલું ત્યાં મા ઠપકારતી ચૂપ રહે, પારકા ઘરે જવાનું છે! નોકરી કરવા ગઈ સાચું બોલવા ગઈ બોસ બોલ્યા […]

કેસ

કામિની આખી રાત પડખાં ઘસતી રહી.કાલે એના કેસનો ચુકાદો હતો. પતિ કમલ અને એના છૂટાછેડાના કેસનો. કામિનીની ખુલ્લી આંખો સામે એનો ભૂતકાળ એક ચલચિત્રની માફક સરી રહ્યો હતો. કામિની નાનપણથી જ સ્વતંત્ર મિજાજની છોકરી.મા-બાપની ખૂબ લાડકી એટલે કોઈ જાતની રોકટોક વગર એનો ઉછેર થયો હતો.એ પાણી માગે ત્યાં […]

અધૂરી પ્રેમ કહાની

પ્રેમ – અ વનસાઇડેડ લવસ્ટોરી હર્ષ હરખાતો બસ માં ચઢ્યો , ત્યાં જ હર્ષ ની મા બોલી પડી , “ બેટા ધ્યાન રાખજે અને ઠંડી લાગે તો તારું જેકેટ પેલા કાળા બેગ માં માથે જ રાખ્યું છે , અને વિન્ડો બંધ રાખજે નહીં તો શરદી લાગી જશે તને […]