પ્રથમ રાત્રી

(ફરી ભયાવક વાર્તા પ્રસ્તુત કરું છું આશા છે આપને ગમશે.🙏) “ૐ ઐ. હ્રીં. કલી. ચામુંડાય વિચ્ચે..” “ૐ ઐ. હ્રીં. કલી. ચામુંડાય વિચ્ચે..” “ૐ ઐ. હ્રીં. કલી. ચામુંડાય વિચ્ચે..” મોટેથી મંત્રોચ્ચાર મારા કાને અથડાતાં, હું પથારીમાં સફાળો જાગી ગયો. સામે ઘડિયાળ પર દીવાલમાં રાત્રીના ત્રણ વાગ્યાં હતાં. પાવરકટ થયો […]

ફિલિંગ્સઃ રજૂ કરવી અને અનુભવવી

લાગણી વ્યક્ત કરવાની આવે ત્યારે આપણી અપેક્ષાઓ આપોઆપ વધી જાય છે. ખાસ કરીને સામેની વ્યક્તિ પાસેથી લાગણીઓની અપેક્ષા હોય ત્યારે આપણી ઈચ્છા અને અપેક્ષાઓ સાતમા આસમાને હોય છે. આપણને એમ જ હોય છે કે, સામે રહેલી વ્યક્તિ, પ્રિય પાત્ર તેની તમામ લાગણીઓને એક જ શ્વાસે અને અવિરત વ્યક્ત […]

સ્વામી વિવેકાનંદ

( ૧૨ જાન્યુઆરી , ૧૮૬૩–૪ જુલાઇ, ૧૯૦૨), નરેન્દ્રનાથ દત્ત,  ૧૯મી સદીના ગુઢવાદી સંત, રામકૃષ્ણના પરમ શિષ્ય રામકૃષ્ણ મિશનના સ્થાપક છે.  યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે  અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય આપવામાં આવે […]

આપણી જિંદગીમાં લોકોની અવરજવર

આપણી જિંદગીમાં લોકોની અવરજવર ચાલતી રહે છે. કોઈ થોડા સમય માટે તો કોઈ લાંબા સમય માટે આપણી લાઈફમાં આવે છે. માણસમાં એક પડાવ હોય છે. અમુક લોકો અમુક સમય રોકાય છે અને પછી ચાલ્યા જાય છે. દરેક વ્યક્તિ જાય ત્યારે આપણામાં કશુંક મૂકતી જાય છે. થોડીક મીઠાશ, થોડીક કડવાશ, થોડીક […]

સૌભાગ્યવતી

તે જાગી. જાગવું પડ્યું. આખું શરીર તૂટતું હતું છતાં. કારણ કે  સામેના એપાર્ટમેન્ટના પાંચ છ ઘરના ઍઠા વાસણો કપડાં અને પોતા રાહ જોતા હતા. તેણીએ  જાગીને અરીસામાં જોયું.સુજી ગયેલી આંખો ફરતા કાળા કુંડાળા,,,,,,,ગાલ પર  ગરદન પર  અને છાતીપર…..ભરાયેલા બચકા અને ઉઝરડાને તે જોઈ રહી. દારૂ પી   અડધી રાતે […]

હતો

બાજુમાં આવી ને ખોવાયો હતો. મે કર્યું મંથન એ પડછાયો હતો. વાસ્તવિકતા ના હતી એમાં જરા, માત્ર સ્પંદનથી એ સચવાયો હતો. સૂર્ય તપતા ને સમાયો શૂન્ય થઇ, લાગ્યું મુજમાં ક્યાંક રોપાયો હતો. સાંજ થાતા દોટ મેલી આભમાં, દિવસે સાથે સતત ચાલ્યો હતો. મેં તો માન્યુ’તું સદાનો સાથ છે, […]

तुम कमाल करते हो

कभी पलकें झुका कर बेहाल करते हो कभी नज़रें मिलाकर सवाल करते हो तुम्हारा क्या कहना तुम कमाल करते हो कभी होंठो पर खामोशियाँ रखते हो कभी इशारो से हमें तकते हो तुम्हारा क्या कहना तुम कमाल करते हो कभी इंकार करते हो कभी इकरार करते हो कभी […]

એક હૃદયસ્પર્શી વાર્તા (માઈક્રોફિક્શન)

“સાહેબ, મારો પગાર વધારો ને…” નોકરે શેઠને આજીજી કરી… શેઠ તાડુક્યા : “કેમ…?” નોકરની આંખમાં આંસુ આવી ગયા અને બોલ્યો : “મારા છોકરાને ખબર પડી ગઈ છે કે બધા તો બે ટાઈમ જમે છે !”

ઉપરવાળા નો હિસાબ

દિવાળી નો દિવસ હતો..ઘર ના બારણે અચાનક….ડોર બેલ વાગ્યો .. મેં બારણું ખોલ્યું… સુટ-બુટ અને બેગ સાથે એક વ્યક્તિ સ્માઈલ આપી મારી સામે ઉભો હતો..મેં કીધું..બેટા.. કોનું કામ છે…? એ હસીને બોલ્યો..તમારૂ….. મેં કીધું…પણ મેં તમને ઓળખ્યા નહીં…. એ સજ્જન વ્યક્તિ બોલી.. વડીલ..સારા કાર્ય..કરનાર.. તેના સત્કાર્યો ની નોંધ […]

શિક્ષક ની દ્રષ્ટિ

“મમ્મી, આ શું રસોઈ બનાવી છે? જોયું? આજે પણ ગૃશા જમી નહિ. આવું કેટલી વાર થાય છે ? તું રસોઈ સારી ન બનાવી શકે??” ખિજાય અને અધુરું જમવાનું મુકી અને પુત્ર પ્રગાઢ પણ પત્ની પાછળ ચાલતો થયો…. ઝંખનાબેન આંસુ ભરી આંખ થી જોઈ રહ્યાં. પતિ હિમાંશુભાઈએ આ જોયું. […]

આહીર રાણૉ ડૅર

એક વખત શિહોરનો રાજા દેપાળજી લાવલશ્કર સાથે શિકારે નિકળ્યા હતા. કોળીયાકના જંગલોમાં માંચડો બંધાવી શિહોરનો રાજા સિંહનો શિકાર કરવા જામગરી સજી બેઠો હતો. સિંહને બોડમાંથી બહાર કાઢવા ઢોલ-નગારા સાથે રીડીયારમણ કરનારાઓએ જંગલ માથે લીધું હતું. પરંતુ બે દિવસથી માંચડા પર અડીંગો નાંખી બેઠેલા રાજાની નજરે સિંહ ન ચડતા […]

दादी लस्सी पियोगी?

इंदौर में एक चर्चित दुकान पर लस्सी का ऑर्डर देकर हम सब दोस्त-यार आराम से बैठकर एक दूसरे की खिंचाई और हंसी-मजाक में लगे ही थे कि एक लगभग 70-75 साल की बुजुर्ग स्त्री पैसे मांगते हुए मेरे सामने हाथ फैलाकर खड़ी हो गई। उनकी कमर झुकी हुई […]

કરિશ્મા…

(લગાગા લગાગા લગાગા લગા) કરિશ્મા કહું કે કરામત કહું ! પ્રભુ તવ કૃપાને હું ચાહત કહું! જો ઉતર્યો છે આંગણ સુરજ હેમનો, હું એને વધાવી તથાગત કહું! ન માળા જપી ના ગવાયું ભજન, છતાં દર્દ હર તો હિફાજત કહું! લઈને પરીક્ષા જીતાડે મને, હું આ રીતને તારી ગમ્મત […]

દેજો

પાંદડે પાંદડે પોઢી ઝાકળ, ઝાકળને થોડું સુવા દેજો. સૂરજને કહેજો વ્હેલો ન આવે, ઝાકળને છે રાતનો ઉજાગરો. વગડે વગડે વાતો રે થાય, ઝાકળને પાંદડાં સાથે શું નાતો ? થાય તે વાતો થવાં દેજો, ઝાકળને થોડું સુવા દેજો. શિયાળાની ધીમી ધીમી શરુઆતની શુભેચ્છાઓ

આટલા વહેલા કેમ?

આખો કલાસ એક ધ્યાનથી મેડમ સાક્ષી ભણાવતા હતા તે સમજતાં હતાં. મેડમ સાક્ષી આજે કલાસમાં આંકડાશાસ્ત્ર ભણાવવાના હતાં. તેમણે આગલા દિવસે જ કહ્યુ હતું કે નવું ચેપ્ટર છે, થોડું અઘરૂં છે, એટલે કોઇ રજા ન પાડે. મન અને મગજ બન્ને કલાસમાં જ રાખજો. આખો કલાસ એક ધ્યાનથી ભણતો […]

મધ્યબિંદુ

શારદાનું આગમન મોટાભાઈને હંમેશ માટે ગમતું. જો કે મોટાભાઈના વિશાળ કુટુંબમાં ક્યારે કેટલા મહેમાનો આવે છે કે જાય છે , એની ક્યારેય કશીય ગણતરી હોતી નથી અને આવનાર દરેક વ્યક્તિનેય એવું લાગતું કે આ ઘરમાં તેા તે વર્ષોથી રહે છે, જ્યારે શારદાનું તાે એ પિયર હતું. શારદા ઘણીવાર […]

વીર મહારાણા પ્રતાપ

મેવાડ શિરોમણી વીર મહારાણા પ્રતાપ : ઈતિહાસ વિશે જાણો જન્મ : મહારાણા પ્રતાપ ( ૯મી મે, ૧૫૪૦- ૧૯મી જાન્યુઆરી, ૧૫૯૭) ઉદેપુર, મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા એમનો જન્મ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જીવંત કંવરના ઘરમાં થયો હતો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢ […]

પ્રભુ તારી કસોટીનું કરામત નામ રાખ્યું છે

(લગાગાગા×4) પ્રભુ તારી કસોટીનું કરામત નામ રાખ્યું છે. કરે પરવાહ તું એનું મહોબત નામ રાખ્યું છે. નજર સામે ન આવે તું ના પૂછે હાલ શબ્દોથી, મિલાવે હાથ આફતમાં શરારત નામ રાખ્યું છે. ગગનમાં ચાંદ તારા ને ધરા પર પર્ણ પુષ્પો છે, સતત વહેતા આ જળનું મેં ઇનાયત નામ […]

સોલ્યુશન

શિક્ષકે બોર્ડ પર એક સમીકરણ લખ્યું. 36x + yx, 2/3yx + 3x (66y + 12x).b =0 વિદ્યાર્થીઓ તરફ જોઈને કહ્યું “આ સમીકરણનું સોલ્યુશન નથી. પણ આ સમીકરણ ને સોલ્વ કરવાનાં પરીક્ષામાં પુરા ત્રણ માર્ક મળશે. “ પછી તેઓ નાનકડાં વિદ્યાર્થી તરફ ફર્યાં અને કહ્યું. “શું તું આ દાખલો […]

ફોટામાં મા સુખી

ઝવેરચંદ પરીખ કરોડપતિ નહી, અબજોપતિ હતા. તેમના ત્રણ દીકરા અલગ – અલગ ધંધો સંભાળતા હતા. ત્રણેયના મહેલ જેવા બંગલા હતા ઘરમાં નોકરોની ફોજ હતી. ઝવેરચંદ અને તેમના પત્ની સવિતામા ખૂબ સારા સ્વભાવના હતા. સમાજમાં તેમની મોટી નામના હતી. અઢળક નાણા આવ્યા પછી પણ તેમના પગ જમીન પર જ […]

પગેરું

“પાર્ટીમાં મજા પડી ગઈ.  કેમ કે નહીં?” “હમ્મ” “ત્રણ ચાર મહિને આમ તમે મિત્રો ભેગાં થવાનું રાખો તો બધાંને મજા પડે.” “હમ્મ” “શું ક્યારના ‘હમ્મ’ કરો છો કંઇક જવાબ તો આપો!” રાતનાં દસ વાગ્યાના સુમારે કરણ અને પ્રિયંકા, કરણના મિત્રો અને તેના પરિવાર સાથેનું નાનકડું ગેટ ટુ ગેધર […]

અહમનો ધુમાડો ઉડાડો ગગનમાં

(લગાગા×4) અહમનો ધુમાડો ઉડાડો ગગનમાં, કરો વાવણી વ્હાલની થોડી મનમાં, ખર્યાં પાનની વાત પકડી ફરો શું! વધાવી લો કૂંપળ ઘણી છે ચમનમાં, સ્વજનનાં દીધેલાં ઝખમ સાચવીને, મઢાવો કલમથી તમારાં કવનમાં, પ્રસિદ્ધિ છતાંયે આ મન ઝંખતું’તું, તું કારો કરે મિત્ર એવો વતનમાં, ભલે મીર મારો દમામી અદાથી, છે તાકાત […]

દાંડિયાની જોડ | ભાગ–૯ (અંતિમ ભાગ)

સ્વરાએ કોલેજમાં પોતાને જોઇતી માહિતી એકઠી કરી લીધી અને સૌનો આભાર માની રિધમ સાથે પાછી ફરી… રિધમે સ્વરાને રસ્તામાં અનેક પ્રશ્નો કર્યા પણ સ્વરાએ કોઇ જવાબ ન આપ્યાં… પણ એટલું કહ્યું, ‘આજે છેલ્લા નોરતામાં પાર્ટી પ્લોટમાં તેને બધા જવાબ મળી રહેશે…. તું સાથે તારી વાંસળી લેતો આવજે..’ લીઝાએ […]

અંધારી રાતનો ગરબો…! ભાગ–૯ (અંતિમ ભાગ)

હરણીયા તળાવના પૂર્વ છેડે હવેલીમાં મયંક અને દિશાર્થી બન્ને એકલા હતા. અંધારી રાતમાં બન્નેની એકલતા અને બન્ને વચ્ચેનો ધસમસતો પ્રેમ એકમેક તરફ વહી રહ્યો હતો..! યંગ કલ્ચર ગ્રુપના ગરબા શરૂ થતા જ દિશાર્થીએ અદભૂત ગરબા નૃત્ય શરૂ કર્યુ. મયંક ફાટી આંખે જોઇ જ રહ્યો. દિશાર્થીના પગ જે રીતે […]

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૯ (અંતિમ ભાગ)

કુંડળની ગુફા ધગધગતી મશાલોથી રાતીચોળ લાગી રહી હતી. કુંડળ તેની મંત્રશક્તિમાં લીન હતો…! સુંદરા લાલ રંગની સાડીમાં સાક્ષાત દુર્ગાનું સ્વરુપ લાગી રહી હતી. તે જાણે સંમોહિત થઇ ગઇ હોય તેમ વિશ્વાસના બધા જ આદેશોનું ચૂપચાપ પાલન કરી રહી હતી. તેની નજર એકધારી ગુફાના પ્રવેશદ્વાર પર મંડાયેલી હતી. ધીરે […]

દાંડિયાની જોડ | ભાગ–૮

સ્વરાના કહ્યા મુજબ સવારે રિધમ આવી ગયો અને સ્વરાએ તેના મોબાઇલમાં જીપીએસ પર ડાયરેક્શન મુકી કહ્યું, ‘બરોડા, લઇ લે…!’ ‘શું વાત કરે છે, આમ એકાએક…!’ રિધમે ૧૧૫ કિમી અંતર જોઇને તરત જ કહ્યું. ‘તારે આવવું છે કે નહી? સ્વરાના કડક શબ્દો સામે રિધમે ગાડીને ફર્સ્ટ ગીયરમાં જ રેસ […]

અંધારી રાતનો ગરબો…! ભાગ–૮

તે સુંદરતાનો મધપુડો જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ તેની પાછળ ભીની અને મીઠી સુવાસ છોડતો ગયો. તેની ચાલ વિશ્વાસથી ભરેલી હતી અને તે મદમસ્ત સુવાસ ખોતરના કેબિનની અંદર દાખલ થતા જ ખોતરના ચહેરા પર મુશ્કુરાહટ આવી ગઇ. તેને આવકારતા ખોતરે કહ્યું, ‘આવ શૈલી, હું તારી જ […]

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૮

સુંદરાએ આંખ ખોલી ત્યારે સવારના દસ વાગ્યા હતા. તેના પપ્પા સુંદરા પાસે આવ્યા તો ભેટીને રડી પડી…. ‘પપ્પા…. પપ્પા…..!’ ‘કેમ શું થયું સુંદરા…? ચલ, જલ્દી ફ્રેશ થઇ જા…. દસ વાગી ગયા આજે દુર્ગાષ્ટમીની પૂજા કરવાની છે… બહુ મોડુ થયું છે…. હું સવારે બે ત્રણ વાર તને ઉઠાડી ગયો […]

દાંડિયાની જોડ | ભાગ–૭

‘પપ્પા, આ તમારી પ્યારી દાંડિયાની જોડ…!’ રાત્રે ઘરે પહોંચીને સ્વરાએ દાંડિયાની જોડ તેના પપ્પાને હાથમાં આપતા કહ્યું. શ્રૃજલે કાંઇ પણ પુછ્યા વિના તે જોડ હાથમાં લીધી અને થોડીવાર તેની સામે જોઇને ‘ગુડ નાઇટ’ કહી પોતાના રૂમમાં ચાલ્યાં ગયા. સ્વરાને પણ આશ્ચર્ય થયું કે આજે પપ્પાએ મારી સાથે કેમ […]

અંધારી રાતનો ગરબો…! ભાગ–૭

મયંકને રાત્રે ઉંઘ નહોતી આવતી. દિશાર્થીનો સુંદર ચહેરો તેની સામે વારંવાર આવી રહ્યો હતો. સાવ લગોલગ આવીને ઝુંટવી લીધેલો પ્રેમરસ પણ તેને યાદોમાં મધુરો લાગી રહ્યો હતો. મયંકે એકાએક ઉભો થઇને પેલુ ઝાંઝર હાથમાં લીધુ અને તેનો રણકાર સાંભળી જોયો. આ એ જ અવાજ જે દિશાર્થીના ઝાંઝરનો હતો […]

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૭

નવરાત્રી આગળ વધી રહી હતી…. મડદાંની ચોરી, અઘોરી સાથે થયેલી ઝપાઝાપી, તેના કમંડળમાં જોયેલું દ્રશ્ય, સુંદરાને વાવામાં થયેલો ખૉફનાક અનુભવ, સુંદરાએ આપેલ ચીઠ્ઠી અને રખડેલ રેડિયોની બાતમી અને મોહિનીના પિતાનો નંબર બધા પર ખોતર શાંતિથી વિચારી રહ્યો હતો… ત્યાં જ તેના મોબાઇલની રીંગ રણકી, ‘નોરતાની રાત આવી, નોરતાની […]

રાવણ

દરેક સંતનું એક અતિત હોય છે.. દરેક દુર્જનનું એક ભવિષ્ય હોય છે… ‘રાવણ’ શબ્દ સાંભળતાં જ આપણને દસ માથાવાળો રાક્ષસ યાદ આવી જાય છે. પરંતુ રાવણ એ કોઈ રાક્ષસ નહોતો, રાક્ષસદ્વીપમાં રહેવાને કારણે તેઓ રાક્ષસ તરીકે સંબોધાયા. તેઓએ ખરેખર ખૂબ જ વિદ્યાઓ સાધ્ય કરી હતી. અને તે વિદ્યાઓને […]

દાંડિયાની જોડ | ભાગ–૬

કોલેજમાં સ્વરાને રિધમ સામે દેખાતા જ તે ઝડપથી તેની પાસે ગઇ અને કેન્ટીન પાસે જ ઉભો રાખ્યો. રિધમ દરરોજ દાંડિયા લાવવાનું ભૂલી જતો અને બહાના બનાવતો હતો. ‘રિધમ… તું મને પેલી દાંડિયાની જોડ આપી દે…’ સ્વરાએ રિધમ પાસે આજે તો પઠાણી ઉઘરાણી કરી. ‘સ્વરા… એ દાંડિયાની જોડ તો […]

અંધારી રાતનો ગરબો…! ભાગ–૬

અંધકારમાં દિશાર્થી અને મયંકનું પ્રગાઢ આલિંગન વધુ ચુસ્ત બની રહ્યુ હતુ એ જ સમયે ગરબાની ધૂન ચાલી રહી હતી, ‘લગ જા ગલે કી ફિર યે હસી રાત હો ન હો…. શાયદ ફિર ઇસ જનમ મેં મુલાકાત હો ન હો…!’ ભીના ભીના હોઠની મદમસ્ત યુવાનીનો પ્રથમ સ્પર્શ માણવા મયંક […]

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૬

સવારે દસેક વાગ્યે ખોતરે આંખ ખોલી… જમણાં હાથ પર પાટો હતો… અંદર થોડું થોડું દર્દ થઇ રહ્યું હતું….! ‘સાહેબ… સાહેબ… ગજબ થઇ ગયો… બધુ છાપામાં આવી ગ્યું….!’ ખોતર આંખ ખોલે એની જ રાહ જોઇને કનુ કોન્સ્ટેબલ સામે જ બેઠો હતો. ‘શું છાપામાં આવ્યું…?’ ખોતરે સહેજ બેઠાં થતાં કહ્યું. […]

સજાવી આભલે ગરબો તને હું આવકારું મા

સજાવી આભલે ગરબો તને હું આવકારું મા!, કરીને દીવડો ઘીનો તને હું આવકારું મા! લીંપ્યું મેં વ્હાલ આંગણ તોરણે ઘરને સજાવ્યું છે, પૂરીને સાથિયે મોતી તને હું આવકારું મા! મધુરા ગાઇ ગરબા ગીત મારી સહિયરો સાથે, સ્તવનમાં સાંકળી સ્તુતિ તને હું આવકારું મા! લગાવું આભલા કોરે મુકાવી લેશ […]

દાંડિયાની જોડ ભાગ–૫

‘પપ્પા હું થાકી ગઇ છું, ગુડ નાઇટ’ એટલું કહી સ્વરા પોતાના બેડરૂમમાં ચાલી.. ડ્રોઇંગરૂમમાં એકલા પડેલા શ્રૃજલની આંખો સ્વરા અને રિધમને મળેલા બેસ્ટ ગરબા જોડીના એવોર્ડ પર સ્થિર થઇ અને તે એક એવા ભૂતકાળમાં ખોવાઇ ગયો જે તેને વર્ષો પહેલા દફનાવી દીધો હતો… એ નવરાત્રિની યાદ… કોલેજની ભવ્ય […]

અંધારી રાતનો ગરબો…! ભાગ–૫

ઇન્સ્પેક્ટર ખોતર તેની આદત મુજબ ટુથપીકથી દાંત ખોતરી રહ્યો હતો. તે એકપછી એક બધા હરણીયા તળાવથી લઇને યંગ કલ્ચર પાર્ટી પ્લોટના બધા ડ્યુટી પરના પોલીસને વારાફરતી સાંભળી રહ્યો હતો. પાર્ટી પ્લોટના સીસીટીવી ફૂટેજમાં પણ અંધારુ હોવાથી ફક્ત કાચ તુટતા દેખાઇ રહ્યા હતા… તે કારની આસપાસ કોઇ નહોતું. ‘એટલે […]

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૫

‘ડીંગ ડોંગ…!’ ડૉ. ખેરે બેલ મારી અને પછીનું પેશન્ટ દરવાજાની અંદર આવ્યું. ફાઇલ ટેબલ પર મુકી અને તે કપલ ડોક્ટર સામે તાકી રહ્યું. ‘હમ્મ્મ બેન, બોલો શું થયું છે ?’ ‘ચોથો મહિનો છે…’ બેનના બદલે ભાઇ બોલ્યા. ‘હા, તો પહેલા તપાસ કરી લઇએ અને દવા શરૂ કરી દઇએ….!’ […]

રાધિકા તો કાનુડાની પ્રીત છે

રાધિકા તો કાનુડાની પ્રીત છે, શ્વાસ એના શ્યામને અર્પિત છે, બંસરીના સૂરથી દોડી જતી, કાનજી તો રાધિકાના મીત છે, પ્રેમગોષ્ઠી એમની મશહૂર થઇ, વેદ પુરાણે બધી અંકિત છે, નામ કાન્હા સંગ એ લેવાય જો, રાધિકાની પ્રીતની એ જીત છે, પ્રેમમાં વિરહ મળે અંતે સદા, કાન રાધાને મળી એ […]

પ્રેમ અને દર્દ

એકવાર બધી લાગણીઓએ નક્કી કર્યું કે એ બધી છુપ્પા છુપ્પી રમશે. દર્દ એ કાઉન્ટ કરવાનું ચાલુ કર્યું અને બીજી બધી લાગણીઓ છુપાઈ ગઈ. જૂઠ એક ઝાડ પાછળ સંતાઈ ગયું અને પ્રેમ ગુલાબની ઝાડીયો પાછળ. પ્રેમ સિવાય બધા પકડાઈ ગયા… એ જોઈને ઈર્ષા એ દર્દ ને કહી દીધું પ્રેમ […]

દાંડિયાની જોડ ભાગ–૪

સ્વરા અને રિધમનું ગ્રુપ ઝડપથી પાર્ટીપ્લોટમાં દાખલ થયું. નોરતાની રમઝટ જામી હતી અને સાથે સાથે યુવાન હૈયાંઓ હિલોળે ચઢ્યા હતા. જો કે હવે નવરાત્રિ એટલે શક્તિ આરાધના અને દુર્ગાપૂજાની મહિમા ભૂલી સૌ હિંદી ગીતોના સૂરે નાચી રહ્યાં હતા. બે તાલી, ત્રણ તાલી, હિંચ જેવા પરંપરાગત ગરબાના સ્ટેપો બદલાઇને […]

અંધારી રાતનો ગરબો…! ભાગ–૪

આજે બીજી ઓક્ટોબર, ચોથુ નવરાત્ર અને ગાંધીજયંતિ. ચારેબાજુ સ્વચ્છતા અભિયાન અને ગાંધીબાપુના વિચારોની બોલબાલા એકાએક વધી ગઇ હતી. મયંકની આખી કોલેજ પણ સફાઇ અભિયાનમાં સક્રિય રીતે જોડાઇ હતી. શહેરના દરેક વિસ્તારને ટીમ પ્રમાણે વહેંચી દેવામાં આવ્યા હતા. મયંક અને તેમની ટીમને ભાસ્કર તળાવના પૂર્વ તરફના ભાગની સફાઇની જવાબદારી […]

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–4

વાવ ના ખોફનાક અનુભવ પછી સુંદરા ડરી ગઇ હતી…!! પણ કેમ જાણે તેનું મન વારેવારે તે ચીઠ્ઠી તરફ ખેંચાતુ હતું. વાવ તરફ કોઇ અજાણ્યો ચહેરો તેને આકર્ષી રહ્યો હતો. તે ચીઠ્ઠીમાં લખેલ નંબર પર બે ત્રણ વાર ફોન કરવા પ્રયત્ન કરી જોયો પણ હવે ફૉન સ્વિચ ઑફ આવતો […]