Category: Rita Mekwan

છેલ્લો પડઘો

રામજી આજે દસ દિવસે બોર,આમલી, કેરી..જેવી આથેલી વસ્તુ ઓ ની લારી લઈ બહાર નીકળ્યો…કોરોના વાયરસ ના ફેલાવાથી સરકારે બધું બંધ કરી દીધેલું… સેવા કરનારી સંસ્થાઓ ખાવાનું આપવા આવતી.. પણ બે દિવસથી કોઈ કઈ આપવા આવી નહોતું. ઘરમાં બચાવેલું હતું એ બધું વપરાઈ ગયું..તેની પત્ની એ કહ્યું, એવામાં તમે […]

અવસ્થા અને સ્વપ્ન

મનુષ્ય પોતાના સમગ્ર જીવન દરમિયાન ત્રણ તબક્કામાંથી પસાર થાય છે. ૧. બાલ્યાવસ્થા. ૨. યુવાવસ્થા. ૩. વૃદ્ધાવસ્થા. માનવી આ અવસ્થાઓ દરમિયાન અનેક અનુકૂળ,પ્રતિકૂળ સંજોગોમાંથી પસાર થઈ,સારા..નરસા અનુભવો લઈ, સફળ કે નિષ્ફળ થઈ આગળ વધે છે. આ ત્રણ અવસ્થા દરમિયાન પોતે જોયેલા સપના સાકાર કરવા માટે, પ્રગતિના પંથે ઉડાન ભરતો […]

સ્ત્રી : એક સર્જનહાર સ્ત્રી

સ્ત્રી : એક સર્જનહાર સ્ત્રી …. હા..હું એક સ્ત્રી છું..એક નારી છું. પ્રથમ હું રદ ઈશ્વર અને મારા જન્મદાતા સમક્ષ આદરથી શીશ ઝુકાવુ છું ,ને ઋણ સ્વીકારું છું કે જેમણે મને સ્ત્રી તરીકે જન્મ આપ્યો. સ્ત્રીની ગરિમા પામી શકું એટલી સમજ આપી. દીકરી, બહેન, પત્ની, માતા સ્વરૂપે ફરજ […]

દીકરી

વિશ્વ મહિલા દિન લખેલ નવલિકા “દીકરી”વાર્તા લેખિકા : – રીટા મેકવાન મધરાતનો સુમાર , આખું ગામ સ્તબ્ધતા ઓઢીને સુઈ ગયું હતું. એક મા પોતાની લાડકી દીકરીનું માથું ખોળામાં લઇ સુવાડી રહી હતી…….અને દીકરીએ જોરથી ચીસ પાડી…”હું ચોર નથી ..મને નહિ મારો…મને છોડી દો ….મારું શિયળ નહિ લુંટો ……મને […]

સાદગી

લઘુકથા: સાદગી રમજાન ઈદ ના ચાર દિવસ જ બાકી હતા…ને અમીના, નગ્મા, સલમા,, નાઝિયા..બધા છેલ્લી શોપિંગ કરવા નીકળવાના હતા…બધા ભેગા થઈ આયેશા ને ત્યાં એને બોલાવવા ગયા. આયેશા તૈયાર થઈ ને સહેલીઓ સાથે નીકળી પડી…હસી મજાક કરતા કરતા બધાએ ખૂબ શોપિંગ કર્યું…સાંજ સુધીમાં ઘરે પાછા ફર્યા..આયેશા છ વાગ્યા […]

જીવનસાથી

શીર્ષક : જીવનસાથી પિયુષભાઈ અને ચેતનાબેન.. લગ્ન જીવનના ૩૯ વર્ષ પૂરા કરી ૪૦ માં વરસમાં પ્રવેશ કર્યો.એમના દીકરા રોનકે કહ્યું, પપ્પા આપણે બધા સાથે દિવાળી પછી ફરવા જઈશું .દિવાળીના દિવસો હતા એટલે પિયુષભાઈ એ ના પાડી અને કહ્યું, દીકરા..તું ને વહુ ને ઢીંગલી ફરી આવો.હું ને તારી મમ્મી […]

ઓ વહાલી મારી “મા”

ઓ વહાલી મારી “મા” તને પ્રણમુ 🙏💐 💐” મા”💐 ઈશ સમ તું ઓ, વહાલી મારી મા તને પ્રણમુ…. ઓ જન્મદાત્રી રક્તનું બુંદેબુંદ ઋણી છે તારું.. માના કૂખમાં નવ માસ રહી, તું બન્યો માનવ… માના ગર્ભમાં બેટી હણાઈ ગઈ તમાશા બીન જગત જોઈ રહ્યું પુત્ર પામવા કાજે… શ્વાસોચ્છવાસ નું […]

મહેંદી નો રંગ

શીર્ષક : મહેંદી નો રંગ. અમી અને રાજ ના લગ્ન થઈ ગયા.. ને સીમાબેન ના માથે થી એક ભાર હળવો થઈ ગયો. લાલ પાનેતર, મહેંદી મૂકેલા ને મીંઢળ બાંધેલા હાથે…અમી એ સાસરી ના ઉંબરે અક્ષત ભરેલા કળશ ને પગ અડાડ્યો…ને ઘરમાં પ્રવેશ કર્યો…. સીમા બેને વહુ ના ઓવારણાં […]

ડાઘ

ટુંકી વાર્તા: ડાઘ નિયતિ અને રાજ બન્ને ભાઈ બહેન દુનિયામાં એકલા જ હતા..રાજ મોટો ને નિયતિ નાની…રાજ ભણી ને નોકરી કરતો થયો ને નિયતિ કોલેજ જવા લાગી…જાત્રા એ ગયેલા મા બાપ ને અકસ્માત થતાં મૃત્યુ પામ્યા હતા ને બન્ને એકલા પડી ગયા હતા. રાજે કહ્યું, નિયતિ..બહેન..તું ગભરાઈશ નહિ…હું […]

રંજન

શીર્ષક : રંજન… રાજ ને અમી પાંચ વરસના હતા ને જનકભાઈ ની પત્ની નું અવસાન થયું હતું..જનકભાઈ બન્ને બાળકો ને નાના નાની ને ત્યાં મૂકી આવ્યા..બેંકમાં સર્વિસ કરતા હતા.. દર શની રવિ બાળકો પાસે પહોંચી જતા…. એકવાર બાળકો પાસે ગયા ..રાત્રે બાળકો સૂઈ ગયા પછી એમના સસરા એ […]

માધવ ઘેલી રાધા

નવલિકા શીર્ષક : માધવ ઘેલી રાધા પંદર વરસની રાધા આજ સવારથી ખુશ હતી. સાસરીમાં પહેલી દિવાળી હતી. મહિયરમાં એની મા દિવાળીના દિ’ એ અને નવા વરહે રાધાને સરસ તૈયાર કરતી. વચ્ચે પાંથી પાડી બે ચોટલા ઓળી દેતી. રાધા ખૂબ રૂપાળી હતી. નમણું નાક ,ગોરો વાન, અણીયાળી કાજલ ઘેરી […]

ગઝલ

ગઝલ એમ ક્યારે કોઈને મળતી ગઝલ. જયાં મળે બે આંખ ને બનતી ગઝલ. આંખમાંથી નીતરે છે વેદના, કાળજની ભીતરે જલતી ગઝલ. રાતભર ટાંક્યા સિતારા કેશમાં, જાગરણની પાંપણે રડતી ગઝલ. દૂર કોઈ એક પરદો સળવળે, અટકળોના ઢાળ પર ઢળતી ગઝલ. તું લકીરોમાં નથી કિસ્મતની આ, આંખોથી ઓઝલ થતી સરતી […]

બાળવિધવા

વાર્તા : બાળવિધવા “કજરી ક્યાં છે? ક્યાં સુધી હોળી રમીશ? હવે ઘર માં આવ તો…” કહી ગંગા એ પોતાની નવ વરસ ની દીકરી ને બૂમ પાડી. પછી ઘરમાં પકડી ને લઈ આવી ને કહ્યું, “છોરી.. સાસરી માં હોળી રમવા નહી મળે તો શું કરીશ…!!!” કજરી ચાર વર્ષ ની […]

અનોખો આભાસ

શીર્ષક: અનોખો આભાસ રાજ ના લગ્ન થયા ને બે વરસ માં તો એક નાની માંદગી માં રાજ ની માતા નું અવસાન થયું… રાજ એની મા નો ખુબ લાડકો દીકરો…પત્ની ને પપ્પા હોવા છતાં કોલેજ થી આવી” મા” ના નામની બૂમ પડતો .રાજ કોલેજ માં પ્રોફેસર હતો..તેની પત્ની મીના […]

લગ્ન – એક પવિત્ર બંધન

લગ્ન – એક પવિત્ર બંધન. રસોડામાં કામ કરતી વિદિતાને મયંકે બૂમ પાડી”એય વિદિતા. અહીં આવ..” નોકરને રસોડું સોંપી વિદિતા મયંક પાસે આવી કે તરત મયંકે એક તમાચો વિદિતા ને માર્યો ને બરાડ્યો “મારે ઓફિસ જવાનું મોડુ થાય છે ને તેં હજી મારા બૂટ પોલિશ નથી કર્યા…. ???” વિદિતા […]

હવે તો એક જ લક્ષ્ય

મગનભાઈ અને દયાબેનનો એક જ દીકરો દીપક. ખુબ જ લાડકો, વિનમ્ર અને લાગણીશીલ. મા બાપના આંખોનો તારો. મગનભાઈ નું એક જ લક્ષ્ય હતું, તેઓ દીપકને એન્જિનીયર બનાવવા માંગતા હતા. ધોરણ બાર ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો દીપક ખુબ જ મહેનત કરતો હતો. અને એ તેજસ્વી પણ હતો. અત્યાર […]