Category: Nayna Shah

આગમન

શૈલ ઓફિસથી લગભગ મારતા સ્કુટરે ઘરે આવેલો. આજે એની જિંદગીની સૌથી મોટી ખુશીના સમાચાર સાંભળવા મળવાના હતા. ક્ષમાએ સવારના જ તબિયત વિષે ફરિયાદ કરી હતી ત્યારે શૈલે કહેલું “ક્ષમા! હું આજે ઓફિસ નહીં જઊં. તારી સાથે દવાખાને આવીશ.” પણ ક્ષમા એ જ જક કરીને કહ્યું, “નહીં શૈલ, મારી […]

સુખ, સુખ અને સુખ

ઉષ્માએ નજર ઉંચી કરીને જોયું અને ચા નો કપ તૈયાર હતો. હજી તેમાંથી વરાળ નીકળી રહી હતી. બાજુમાં થરમોસ પણ તૈયાર હતું. ઉષ્માએ લખેલાં પાનાં વ્યવસ્થિત ગોઠવ્યા. ગરમ ચાના થોડા ઘૂંટડા ભર્યા. તે ચા પીતા વિચારતી હતી કે પોતે કેટલી ભાગ્યશાળી છે! આવું નસીબ કેટલાનું હશે! બપોરના બે […]

મમ્મી ! તું સાચી…

“તું શું બોલી રહી છે. એ તને ખબર પડે છે? આ તારું ઘર નથી. ચાલ  ઊઠીને હાથ પગ – માેં ધોઇ કાઢ, તારે કોલેજ જવાનું મોડું થશે .” “મમ્મી! મેં લગ્ન કોર્ટમાં કરી લીધા છે. એની મુદત તો ક્યારનીય પૂરી થઈ ગઈ, પણ હવે તું નાની બનવાની છું […]

મધ્યબિંદુ

શારદાનું આગમન મોટાભાઈને હંમેશ માટે ગમતું. જો કે મોટાભાઈના વિશાળ કુટુંબમાં ક્યારે કેટલા મહેમાનો આવે છે કે જાય છે , એની ક્યારેય કશીય ગણતરી હોતી નથી અને આવનાર દરેક વ્યક્તિનેય એવું લાગતું કે આ ઘરમાં તેા તે વર્ષોથી રહે છે, જ્યારે શારદાનું તાે એ પિયર હતું. શારદા ઘણીવાર […]

ચપટી આપો , ખોબો ભરો

“તાજગી ભાભી નથી ?”આશ્ર્લેષા અે આવતાંની સાથે જ ફોઈને પ્રશ્ન કર્યો. પ્રશ્ન સાવ સામાન્ય હતો .પરંતુ તાજગી ના સાસુને આ પ્રશ્ન તીર ની જેમ વિંધતો હતો. ઘરમાં પ્રવેશતી દરેક વ્યક્તિ તાજગી  વિશે પૂછતી હતી . જાણે કે આ ઘરમાં વર્ષેા થી રહેતી વ્યક્તિઓ નું કંઈ સ્થાન ના હોય […]

ખોવાય છે

પવિત્રાએ ઘડિયાળમાં જોયું, રાત્રિના બે વાગી ગયા હતા. પણ એની આંખોમાં ઊંઘ ની જગ્યાએ આંસુ હતા .જો કે પતિ દેવાંશ ઘસઘસાટ ઊંઘતો હતો .એના નસકોરાનો અવાજ સંભળાઈ  રહ્યો હતો. ચાર વર્ષનો સમય આમ જ વીતી ગયો હતો. એને શું વિચાર્યું હતું અને શું થઈ ગયું. દરેક મનુષ્યના જોયેલા […]

મા ફલેષુ કદાચન

સગાઓ વારાફરતી આવતા ગયા .દરેક જણ  કલ્પનાબેન ને જાતજાતના  વાક્યો સંભળાવતા રહેતા હતા. કોઈ કહેતું હતું કે, “દુનિયાનો નિયમ છે કે આંગળીથી નખ વેગળા “તો કોઈ કહેતું હતું કે ,”જેના તે તેના ,પારકા તે કંઈ પોતાના થતા હોય? કલ્પનાબેન ,તમે તો ખરેખર દૂધ પીવડાવીને સાપ  ઉછેર્યાે છે. “ […]

અન્નકૂટ

પ્રકૃતિને વિશ્વાસ હતો જ કે  નિધિ તાે હા જ પાડશે. નિધિનો સ્વભાવ જ એવો  કે બધા સાથે સહેજમાં હળીભળી જાય. એટલે જ તો એને નિધિને ફોન કરેલો. પ્રકૃતિને વિશ્વાસ હતો જ કે નિધિ એનેા પ્રસ્તાવ સહર્ષ સ્વીકારી લેશે અને નિધિ સાથે દિવસો ક્યાં પસાર થઈ જશે એ ખબર […]

સુગંધા

“નિર્મિશ ! કેટલી સુંદર જગ્યા છે ! આટલી સાેહામણી જગ્યાએ સાત વર્ષમાં પ્રથમ વખત લાવ્યો. આવા સૌંદર્યમાં થાક, દુઃખ, દર્દ બધું જ મનુષ્ય ભૂલી જાય. કુદરતી સૌંદર્ય આગળ મનુષ્ય સર્જીત સાૈંદર્યનું મૂલ્ય તુચ્છ લાગે .જ્યાં…જ્યાં નજર ઠરે ત્યાં …ત્યાં.” “સુગંધા ! બસ કર. તારામાં એકાએક કવિ નો આત્મા […]

એકના એક

આપણામાં કહેવત છે, કે ,”દીકરી ને ગાય દોરે ત્યાં જાય” એ વાત સુલભા ના કિસ્સામાં લગભગ લાગુ પડે છે. બાકી સુલભા એટલે સર્વ ગુણ સંપન્ન. રુપ માં તો એની બરોબરી કોઈ કરી શકે એમ છે જ નહીં .ભણતર ની તો વાત જ જવા દો, સુલભા એન્જીનીયર થઇ ત્યાં […]

વચલો માર્ગ

વચલો માર્ગ ‌યજ્ઞેશની ધારણા સાચી હતી. યામા બારણામાં ઊભી ઊભી એની રાહ જોઈ રહી હતી અને મમ્મીનો ગુસ્સાથી લાલ પીળો થતો ચહેરો બિલકુલ એની કલ્પના મુજબનું જ ચિત્ર ઉપસ્થિત હતું. ઓફિસની બહાર નીકળવાનું યજ્ઞેશ ને ગમતું નહીં .ઘણીવાર થતું કે ઓફિસથી છૂટીને સીધા કોઈ બસુખથીમા બેસી રહેવું . […]

સમજણનું સરવૈયું

સમજણનું સરવૈયું હવે થાક લાગે છે. આ શહેરનો ટ્રાફિક એટલે તોબા. એમાંય લોકોમાં ‘ટ્રાફિક સેન્સ’ નથી. અલય એકશ્વાસે બોલી ગયો. આ બોલતી વખતે એના મોં પર થાક વર્તાતો હતો. એ વાત સમજતા એની પત્ની ઉલૂપીને વાર નાં લાગી. ઉલૂપી ઈચ્છતી હતી કે અલયની નિવૃત્તિની ઉંમર ક્યારનીય વીતી ગઈ […]

‘પુ’નરક

વાર્તા: ‘પુ’ નરક વરેણ્યાની આંખમાં આંસુ સુકાતા ન હતા. મમ્મીના મૃત્યુનો આઘાત એ સહી શકી ન હતી એના આંસુ જોઇને કોઈને પણ ખ્યાલ આવે કે વરેણ્યા કેટલી દુઃખી છે. બેસણું પુરૂ થતા જ વામન બોલ્યો, ““બેસણામાં આવનાર દરેક વ્યક્તિને લીંબુનું શરબત બરાબર આવી રહ્યું. બા તો ઉંમરે ગયા […]

વહાલે વળગી

વહાલે વળગી ‘કોણ કહે છે કે ઈશ્વર સાચા દિલની પ્રાર્થના નથી સાંભળતો ? ઈશ્વર, હું તો નાનપણથી ગીતાના પાઠ કરું છું. ગીતાનો બોધ બને એટલો જીવનમાં ઉતારવા પ્રયત્ન કર્યો છે. ‘સ્થિતપ્રજ્ઞ’ હોવું એટલું સહેલું નથી. મને આ બધી પ્રશંશાથી પર રાખજો.’ ચાર્મી ઈશ્વર સામે બેસીને પ્રાર્થના કરી રહી […]

પહેલો પગાર

વાર્તા : પહેલો પગાર લોપા બારણા પાસે રાહ જોઇને ઉભી હતી. પણ પોતે પતિની પ્રતિક્ષા કરી રહી છે એ વાત ઘરના પર પ્રદર્શિત ના થઇ જાય એની એ પૂરેપૂરી તકેદારી રાખતી હતી. છેલ્લા બે વર્ષથી એની બધી ઈચ્છાઓ મનમાં દાબી રાખી હતી. લગ્ન બાદ એના હરવા ફરવાના દિવસો […]

લવિંગ કેરી લાકડીએ

વાર્તા વૈભવ : લવિંગ કેરી લાકડીએ. યશોધરાબહેન જ્યારથી પથારીવશ બની ગયેલા ત્યારથી એમની કર્ણેન્દ્રિય વધુ સતેજ બની ગઈ હતી, તેથી તો બાજુની રૂમમાં થતી વાત એ સ્પષ્ટ સાંભળી શકતા હતા. અને જેમ જેમ વાત સાંભળતાં જતા હતા તેમ તેમ તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતો હતો, દીના હસી […]

ગોલ્ડન પિરિયડ

ઉષા આન્ટી વિચારતાં હતા કે આજકાલ ગોલ્ડન પિરિયડની વ્યાખ્યા કેટલી છીછરી થઇ ગઈ છે ? જિંદગીમાં મોજમજા એ જ ગોલ્ડન પિરિયડ છે ? રિતીનો ફોનમાં પણ અવાજ ઉત્સાહથી ભર્યોભર્યો હતો. “રિતી શું ચાલે છે ?” એવું જયારે એના ઉષા આન્ટીએ પૂછ્યું ત્યારે રિતી જે રીતે વાત કરતી હતી […]

છૂંદણું

વકીલ મારફતે નોટિસ મળી હતી ત્યારે જ એ સમજી ગયો હતો કે એની પત્ની કંદરાએ જ વકીલ મારફતે નોટિસ મોકલી છે. એ વાંચવાની પણ કશ્યપે તસ્દી લીધી ન હતી. એ તો મનથી નક્કી કરી ચૂક્યો હતો કે હું કંદરાને ક્યારેય છૂટાછેડા નહીં આપુ. જો કે એ એની પત્નીને […]

ન સલાહ, ન શિખામણ

“વૈભવની વાત મને ગમી નથી.” બેલા બહેન ગુસ્સે થઇ પતિને કહી રહ્યાં હતાં. “જિંદગીમાં દરેક કાર્ય આપણી પસંદનું થાય એ જરૂરી નથી.” બેલાબહેનના પતિએ શાંતિથી જવાબ આપતાં કહ્યું. “હજી તો વિશાલની બાબતમાં ઠોકર ખાધે વરસ માંડ થયું છે ત્યાં વૈભવ પણ આ રીતે કરે એ હું નહીં જ […]

નિવૃત્તિ – પ્રવૃત્તિ આનંદમય

રેવતી ને તો જાણે આજે બધા જ સ્વપ્ન પૂરા થાય જશે એવું લાગી રહ્યું હતું. રેવતીને તો જીવનનો ભરપુર આનંદ લેવો હતો. હવે એ આનંદ પણ મળી જશે. રેવતી નિવૃત્ત થઇ એજ દિવસે એને બેંકમાં ભાષણ આપતાં કહેલું, “માણસ નિવૃત્ત તો ક્યારેય થતો જ નથી. નિવૃત્તિ બાદ એ […]

જણસ

જેમિષાની સાસુના મનમાં ડર હતો. પોતે ફોન તો કરેલો કે સવારે સાત વાગ્યાની ફ્લાઈટમાં હું આવીશ. મને એરપોર્ટ પર લેવા આવજે. જેમિષાના પતિને રાતપાળી ચાલતી હતી અને નવો પ્રોજેક્ટ ચાલતો હતો એટલે એ આવી શકે એમ ન હતો અને એ પોતે પણ જેમિષાને કહેતાં ખચકાતાં હતાં, પરંતુ હવે […]

દમયંતી

આજે પણ પ્રસાદમાં કોપરાનું છીણ ને દળેલી ખાંડ હતા. ગઈ કાલે સાકરિયા હતા. રંભાએ પ્રસાદ આપનાર છોકરાને બે વાર પૂછ્યું, ‘આ આપણી સોસાયટીના ગણપતિનો પ્રસાદ છે?’ ‘હા, કેમ એવું પૂછો છો?’ રંભાને આશ્ચર્ય તો થતું જ હતું કે આ શક્ય જ નથી, પણ એ વાસ્તવિકતા હતી, પરંતુ ત્રીજા […]

સબસે ઊંચી પ્રેમ સગાઈ

મારી બદલી સુરત થઈ છે એવા સમાચાર જ્યારે મેં સાંભળ્યા ત્યારે મારી ખુશીનો પાર ન રહ્યો. મારી સામે સુમેધાનો સંસાર ખડો થઈ ગયો. મેં અનેક વાર સુમેધાના સુખી સંસારમાં આતિથ્યનો લહાવો માણેલો પણ હવે કાયમ સુમેધાની નજીક રહેવાનું થશે એ વિચારથી જ મારું મન હર્ષિત થઈ ઊઠ્યું હતું. […]

સરવણી

હેમાંગના ચહેરા પર જોતાં મને અત્યંત દુઃખ થયું. હેમાંગ એટલે હાસ્ય. શબ્દનો પર્યાય. અમે કૉલેજમાં હતાં ત્યારે હું ઘણીવાર કહેતી, ‘હેમાંગ, તમારા કુટુંબમાં એક ભૂલ થઈ ગઈ છે. તારી ફોઈબાએ તારું નામ હેમાંગને બદલે હાસ્ય રાખવા જેવું હતું. પરીક્ષાનું ટેન્શન હોય કે તબિયત સારી ના હોય, કંઈ પણ […]

પ્રેમબેલ બોઈ

‘પપ્પા ! હું પોયણીની ખબર જોવા જવાની છું. બનશે તો એને મારી સાથે જ લેતી આવીશ.’ ‘કેમ ?’ ‘તમેય શું પપ્પા ! તમે તો પોયણીની બિલકુલ ચિંતા જ કરતા નથી. એની તબિયત સારી નથી. મહિના સુધી આરામ કરવાનો છે. કોણ જાણે એની શું હાલત હશે ?’ ‘ફુલવા ! […]

બધું જ છે…

નવીનભાઈ અને વીરબાળાબહેનને જે કોઈ જોતું એને એમની દયા આવતી હતી. જોકે ઘણાબધાં એમની ઈર્ષ્યા પણ કરતાં હતાં. જોકે દયા ખાનાર વ્યક્તિ જ્યારે વીરબાળાબહેનને મળે ત્યારે તેમની દયા અચૂક ઈર્ષ્યાપાત્ર બની જતી. વીરબાળાબહેનમાં એક ખાસિયત હતી કે કોઈ પણ સંજોગોમાં ક્યારેય પણ ફરિયાદ કરવી નહીં. જેવા સંજોગો હોય […]

વેલેન્ટાઈન ડે

માલવિકા ફેસબુક પર ફોટા જોઈ રહી હતી. સવારથી એ બેચેન તો હતી જ. એ સવારે ઊઠી ત્યારે ટી.વી. ચાલુ કરતાંની સાથે જ ટી.વી. પર રોમેન્ટિક સીન ચાલી રહ્યા હતા. એણે કેલેન્ડર બાજુ નજર કરી. તારીખ ૧૪મી ફેબ્રુઆરી હતી. બધાં પતિપત્ની એ દિવસ ઊજવી રહ્યાં હતાં. એની બહેનપણીઓએ તો […]

પોપટ ભૂખ્યો નથી , પોપટ તરસ્યો નથી

છેલ્લાં દસ વર્ષથી ભારત જવાનું કોઈ ખાસ કારણ ન હતું, માબાપ કે ભાઈબેન કોઈ રહ્યું ન હતું છતાં પણ જન્મભૂમિ પ્રત્યેનું આકર્ષણ ક્યારેય ઓછું નથી હોતું. સાસરી પક્ષનાં સગાંઓ ઘણા વખતથી બોલાવી રહ્યાં હતાં. તે ઉપરાંત ઘણા બધા સંબંધીઓ તથા વિશાળ મિત્રવર્તુળને શાંતિથી મળવાની ઈચ્છા ઘણા વખતથી હતી. […]

એકસૂત્રતા

કાશીબાનાં મૃત્યુ બાદ કૃષ્ણશંકર ખૂબ એકલા પડી ગયેલા. જિંદગીમાંથી રસકસ ઊડી ગયા હતા. જો કે આમ જોવા જઈએ તો એમને કોઈ તકલીફ ન હતી. અ…રે… તકલીફ તો એમની જિંદગીમાં શોધવી પડે એમ હતી. બંને વહુઓ સાસુ-સસરાનો પડતો બોલ ઝીલતી હતી. એમની પસંદગીનો એટલો ખ્યાલ રાખતી કે એ લોકો […]

બી…. પ્રેક્ટિકલ , મમ્મા

ધૈર્યનો ફોન આવતાં જ મારો પહેલો સવાલ એ જ હોય, ‘પછી તેં શું વિચાર્યું ? તું બે મહિના પછી આવવાનો હોય તો મારે તારો જવાબ હા જ જોઈએ છે.’ પરંતુ આજે ધૈર્યએ સામેથી કહ્યું, ‘મમ્મા, હું બે મહિના પછી આવું છું. તું તારી પસંદગીની છોકરી શોધી લે જે. […]

ગ્રીનકાર્ડ

મહેંક પોતાનું નામ સાંભળી થંભી ગઈ. પપ્પા બોલાવી રહ્યા હતા. એણે એક નજર પપ્પા તરફ નાંખી. એમના મનની વાત એ સમજી ગઈ. છતાં અજાણ બનીને પૂછયું : ‘શું કામ હતું પપ્પા ?’ પપ્પાએ હળવે સાદે કહ્યું : ‘મહેંક… આજે ડૉ. વિશાલ તને જોવા આવવાના છે. યાદ છે ને…. […]