Category: SHORT STORIES / लघु-कथाए

Short stories

છેલ્લો પડઘો

રામજી આજે દસ દિવસે બોર,આમલી, કેરી..જેવી આથેલી વસ્તુ ઓ ની લારી લઈ બહાર નીકળ્યો…કોરોના વાયરસ ના ફેલાવાથી સરકારે બધું બંધ કરી દીધેલું… સેવા કરનારી સંસ્થાઓ ખાવાનું આપવા આવતી.. પણ બે દિવસથી કોઈ કઈ આપવા આવી નહોતું. ઘરમાં બચાવેલું હતું એ બધું વપરાઈ ગયું..તેની પત્ની એ કહ્યું, એવામાં તમે […]

અવસ્થા અને સ્વપ્ન

મનુષ્ય પોતાના સમગ્ર જીવન દરમિયાન ત્રણ તબક્કામાંથી પસાર થાય છે. ૧. બાલ્યાવસ્થા. ૨. યુવાવસ્થા. ૩. વૃદ્ધાવસ્થા. માનવી આ અવસ્થાઓ દરમિયાન અનેક અનુકૂળ,પ્રતિકૂળ સંજોગોમાંથી પસાર થઈ,સારા..નરસા અનુભવો લઈ, સફળ કે નિષ્ફળ થઈ આગળ વધે છે. આ ત્રણ અવસ્થા દરમિયાન પોતે જોયેલા સપના સાકાર કરવા માટે, પ્રગતિના પંથે ઉડાન ભરતો […]

સ્ત્રી : એક સર્જનહાર સ્ત્રી

સ્ત્રી : એક સર્જનહાર સ્ત્રી …. હા..હું એક સ્ત્રી છું..એક નારી છું. પ્રથમ હું રદ ઈશ્વર અને મારા જન્મદાતા સમક્ષ આદરથી શીશ ઝુકાવુ છું ,ને ઋણ સ્વીકારું છું કે જેમણે મને સ્ત્રી તરીકે જન્મ આપ્યો. સ્ત્રીની ગરિમા પામી શકું એટલી સમજ આપી. દીકરી, બહેન, પત્ની, માતા સ્વરૂપે ફરજ […]

દીકરી

વિશ્વ મહિલા દિન લખેલ નવલિકા “દીકરી”વાર્તા લેખિકા : – રીટા મેકવાન મધરાતનો સુમાર , આખું ગામ સ્તબ્ધતા ઓઢીને સુઈ ગયું હતું. એક મા પોતાની લાડકી દીકરીનું માથું ખોળામાં લઇ સુવાડી રહી હતી…….અને દીકરીએ જોરથી ચીસ પાડી…”હું ચોર નથી ..મને નહિ મારો…મને છોડી દો ….મારું શિયળ નહિ લુંટો ……મને […]

આગમન

શૈલ ઓફિસથી લગભગ મારતા સ્કુટરે ઘરે આવેલો. આજે એની જિંદગીની સૌથી મોટી ખુશીના સમાચાર સાંભળવા મળવાના હતા. ક્ષમાએ સવારના જ તબિયત વિષે ફરિયાદ કરી હતી ત્યારે શૈલે કહેલું “ક્ષમા! હું આજે ઓફિસ નહીં જઊં. તારી સાથે દવાખાને આવીશ.” પણ ક્ષમા એ જ જક કરીને કહ્યું, “નહીં શૈલ, મારી […]

સુખ, સુખ અને સુખ

ઉષ્માએ નજર ઉંચી કરીને જોયું અને ચા નો કપ તૈયાર હતો. હજી તેમાંથી વરાળ નીકળી રહી હતી. બાજુમાં થરમોસ પણ તૈયાર હતું. ઉષ્માએ લખેલાં પાનાં વ્યવસ્થિત ગોઠવ્યા. ગરમ ચાના થોડા ઘૂંટડા ભર્યા. તે ચા પીતા વિચારતી હતી કે પોતે કેટલી ભાગ્યશાળી છે! આવું નસીબ કેટલાનું હશે! બપોરના બે […]

એરેન્જ મેરેજ

પગના પંજા પર સહેજ ઊંચી થઈને મેં મહેંદી વાળા હાથેથી દરવાજાની સ્ટોપર બંધ કરી. સવારથી પહેલીવાર હાથની બંગડીઓ આટલી જોરથી ખણકી હતી. સવારથી પહેલીવાર હું ભીડથી દૂર હતી. મેં ચારે બાજુ જોયું, આ એજ રૂમ હતો જે હવે મારું નવું ઘર હતું. એક ડ્રેસિંગ ટેબલ હતું, એક કબાટ, […]

नए साल की शुरूआत

आने वाले साल की दुआ में मुझे क्या क्या चाहिए यारो के चेहरे पर ख़ुशी और लबो पर हसी चाहिए मिले ना मिले मुझे अनमोल ख़ज़ाने बेपनाह प्यार के तोहफे चाहिए कोई लेना देना नहीं मुझे दुनिया की भीड भाड़ से चारो ओर दोस्तो के मेले चाहिए चमकते […]

નવા વરસે બધા મળશે

નવા વરસે બધા મળશે તમે મન ને મળજો ઘણા અભિનંદન મળશે તમે મન ને કળજો બંધ બારણે બેસશો નહિ બહાર પવન ને મળજો વાતો કરજો મન સાથે એકાંત ને એકાંતમાં મળજો ખજાનો ખુશીનો જોઈએ છે મન સાથે ભળજો વિચારો ભટકાવે નહિ બસ એટલું સંભાળજો મન થી તમે રાજા […]

વિઝા

અમેરિકન કોન્સ્યુલેટ ની બહાર અનિલ ટેક્સી માંથી ઉતાર્યો અને સાથે હતા રતનબા. વિઝા ની લાઈન માં બંને ઉભા રહ્યા અને જયારે રતનબા નો નંબર આવ્યો તો અનિલે રિકવેસ્ટ કરી એમની સાથે ઇન્ટરવ્યૂ આપવા ગયો. વિઝા બારી પર બેઠેલા અમેરિકન એ હસીને આવકાર્ય અને પૂછ્યું “માજી આ ઉંમરે અમેરિકા […]

જાણવું જરૂરી છે

જાણવું જરૂરી છે કેવી રીતે જીવાય છે અમૃત મૂકી ને બાજુએ ઝેર કેમ પીવાય છે બોલતા બધા ને આવડે હોંઠ કેમ સિવાય છે ઓળખાણ તમારી નક્કી કરશે કઈ મેહફીલ માં જવાય છે ખરી પરીક્ષા વમળમાં છે શાંત પાણીએ તરી જવાય છે સંબંધોની સાચી પરખ મુશ્કિલ સમયમાં થાય છે […]

પસ્તાવો

“તું મને છૂટાછેડા આપવાનો છે તો શશાંકથી સારો વકીલ બીજે ક્યાં મળશે. એ આવશે એટલે હું જ કહીશકે તમારામિત્રને મારાથી છૂટકારો અપાવી દો. એનું જીવન દુઃખમય બની ગયું છે…. હવે પછીનું જીવન તો સુખી થઈ જાય.” પૂર્વાએ શાંતિથી કહ્યું. અમિત પરેશાન બનીને કહે, ”શું થયું છે તને? આવી […]

ऐ दिल झूम ले ज़रा

ऐ दिल झूम ले ज़रा अभी तो सफर की इब्तेदा हुई है जान पेहछान पक्की हुई है दिलसे दिलकी राह मिली है 58 की उम्र भी कोई उम्र है अभी तो धड़कने जवान हुई है ऐ दिल झूम ले ज़रा अभी तो मंज़िलें दिखी है कोई अच्छी ग़ज़ल […]

બા મા મમ્મી મોમ

”બસ આખો વખત છાપા અને ટીવીમાં જ ખોડાયેલા રહેશો? દીકરીની છે જરાય ચિંતા? તમારી લાડલી હવે નાની છોકરી નથી રહી, સત્તર વરસની યુવતી બની ગઈ છે. આ રીતે એકલું તેનું મોડી રાત્રે ડિસ્કોથેકમાં જવું…” સરલાબેનની એની એ જુની રેકોર્ડ સાંભળી રમેશભાઈ છાપામાંથી ડોકું બહાર કાઢયા વગર મલકાયા, ‘અરે […]

ગરબો

ગરબો… આદ્ય શક્તિની આરાધનાનુ પ્રતિક ગરબો. એની એક પ્રદક્ષિણા થી 108 પ્રદક્ષિણા નુ પુણ્ય મળે છે. ****** રીટા અને રાકેશનુ નવુ લગ્નજીવન શરુ થયુ…સાસુ રમાબેન અને સસરા રમણભાઈ ને આનંદ નો પાર ન હતો..પણ રીટા સ્વભાવે વિચિત્ર વાતે વાતે સાસુ રમા બહેનનાં વાંધા શોધે..મમ્મી એ આ ન સમજાવ્યું, […]

મમ્મી ! તું સાચી…

“તું શું બોલી રહી છે. એ તને ખબર પડે છે? આ તારું ઘર નથી. ચાલ  ઊઠીને હાથ પગ – માેં ધોઇ કાઢ, તારે કોલેજ જવાનું મોડું થશે .” “મમ્મી! મેં લગ્ન કોર્ટમાં કરી લીધા છે. એની મુદત તો ક્યારનીય પૂરી થઈ ગઈ, પણ હવે તું નાની બનવાની છું […]

દિવાસ્વપ્ન

આજે ધર્મિષ્ઠાનો એલાર્મ પાઁચના ટાઇમે જ વાગ્યો. અનિચ્છાએ ઉઠીને પોતાની પથારી સઁકેલી સીધી બાથરુમમાઁ ગઇ. નાહીને તૈયાર થઇને મઁદિરમાઁ ભગવાનના દર્શન કરી રસોડા તરફ ડગ માઁડીયા. રોજની જેમ એક ગેસ પર ચા અને બીજા ગેસ પગ કોફી મુકી. પછી ફટાફટ ધાર્મિકને જગાડીયો, ‘’એ ઉઠો, ચા થઇ ગઇ છે. […]

નેવર ગીવ અપ

વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો. હું ઝબકીને ઊઠી ગયો અજબ બેચેનીનો અનુભવ થયો. મારૂં અસ્તિત્વ જ શંકાસ્પદ લાગ્યું. બારીની બહાર થોડી થોડી વારે ઝબકતાં વીજળીના પ્રકાશ સાથે મારા જીવનની ઘટનાઓ ફ્લેશ થઈ ગઈ. ઊંઘ ઊડી ગઈ, બેચેની સાથે ભય અને ગભરામણ પણ થવા લાગી. ઝડપથી ફુંકાતા […]

પ્રથમ રાત્રી

(ફરી ભયાવક વાર્તા પ્રસ્તુત કરું છું આશા છે આપને ગમશે.🙏) “ૐ ઐ. હ્રીં. કલી. ચામુંડાય વિચ્ચે..” “ૐ ઐ. હ્રીં. કલી. ચામુંડાય વિચ્ચે..” “ૐ ઐ. હ્રીં. કલી. ચામુંડાય વિચ્ચે..” મોટેથી મંત્રોચ્ચાર મારા કાને અથડાતાં, હું પથારીમાં સફાળો જાગી ગયો. સામે ઘડિયાળ પર દીવાલમાં રાત્રીના ત્રણ વાગ્યાં હતાં. પાવરકટ થયો […]

સૌભાગ્યવતી

તે જાગી. જાગવું પડ્યું. આખું શરીર તૂટતું હતું છતાં. કારણ કે  સામેના એપાર્ટમેન્ટના પાંચ છ ઘરના ઍઠા વાસણો કપડાં અને પોતા રાહ જોતા હતા. તેણીએ  જાગીને અરીસામાં જોયું.સુજી ગયેલી આંખો ફરતા કાળા કુંડાળા,,,,,,,ગાલ પર  ગરદન પર  અને છાતીપર…..ભરાયેલા બચકા અને ઉઝરડાને તે જોઈ રહી. દારૂ પી   અડધી રાતે […]

तुम कमाल करते हो

कभी पलकें झुका कर बेहाल करते हो कभी नज़रें मिलाकर सवाल करते हो तुम्हारा क्या कहना तुम कमाल करते हो कभी होंठो पर खामोशियाँ रखते हो कभी इशारो से हमें तकते हो तुम्हारा क्या कहना तुम कमाल करते हो कभी इंकार करते हो कभी इकरार करते हो कभी […]

આટલા વહેલા કેમ?

આખો કલાસ એક ધ્યાનથી મેડમ સાક્ષી ભણાવતા હતા તે સમજતાં હતાં. મેડમ સાક્ષી આજે કલાસમાં આંકડાશાસ્ત્ર ભણાવવાના હતાં. તેમણે આગલા દિવસે જ કહ્યુ હતું કે નવું ચેપ્ટર છે, થોડું અઘરૂં છે, એટલે કોઇ રજા ન પાડે. મન અને મગજ બન્ને કલાસમાં જ રાખજો. આખો કલાસ એક ધ્યાનથી ભણતો […]

મધ્યબિંદુ

શારદાનું આગમન મોટાભાઈને હંમેશ માટે ગમતું. જો કે મોટાભાઈના વિશાળ કુટુંબમાં ક્યારે કેટલા મહેમાનો આવે છે કે જાય છે , એની ક્યારેય કશીય ગણતરી હોતી નથી અને આવનાર દરેક વ્યક્તિનેય એવું લાગતું કે આ ઘરમાં તેા તે વર્ષોથી રહે છે, જ્યારે શારદાનું તાે એ પિયર હતું. શારદા ઘણીવાર […]

ફોટામાં મા સુખી

ઝવેરચંદ પરીખ કરોડપતિ નહી, અબજોપતિ હતા. તેમના ત્રણ દીકરા અલગ – અલગ ધંધો સંભાળતા હતા. ત્રણેયના મહેલ જેવા બંગલા હતા ઘરમાં નોકરોની ફોજ હતી. ઝવેરચંદ અને તેમના પત્ની સવિતામા ખૂબ સારા સ્વભાવના હતા. સમાજમાં તેમની મોટી નામના હતી. અઢળક નાણા આવ્યા પછી પણ તેમના પગ જમીન પર જ […]

પગેરું

“પાર્ટીમાં મજા પડી ગઈ.  કેમ કે નહીં?” “હમ્મ” “ત્રણ ચાર મહિને આમ તમે મિત્રો ભેગાં થવાનું રાખો તો બધાંને મજા પડે.” “હમ્મ” “શું ક્યારના ‘હમ્મ’ કરો છો કંઇક જવાબ તો આપો!” રાતનાં દસ વાગ્યાના સુમારે કરણ અને પ્રિયંકા, કરણના મિત્રો અને તેના પરિવાર સાથેનું નાનકડું ગેટ ટુ ગેધર […]

ચપટી આપો , ખોબો ભરો

“તાજગી ભાભી નથી ?”આશ્ર્લેષા અે આવતાંની સાથે જ ફોઈને પ્રશ્ન કર્યો. પ્રશ્ન સાવ સામાન્ય હતો .પરંતુ તાજગી ના સાસુને આ પ્રશ્ન તીર ની જેમ વિંધતો હતો. ઘરમાં પ્રવેશતી દરેક વ્યક્તિ તાજગી  વિશે પૂછતી હતી . જાણે કે આ ઘરમાં વર્ષેા થી રહેતી વ્યક્તિઓ નું કંઈ સ્થાન ના હોય […]

વિરહ

હોય સ્વજન પાસે ત્યારે દૂર મોકલવાના અભરખા થાય છે. તે વ્યક્તિ દૂર હોય ત્યારે જીવ મળવા તલપાપડ થાય છે. અજયને  પણ આમ જ થયું. દૂર શહેરમાં નોકરી લાગી. પણ   કોઈ કામ ન આવડે. રોટલી બનાવતાં કે કપડાં ધોતાં. એટલે મમ્મી જોડે આવી આમ પાંચ વર્ષ અલાવ્યું. પછી લગ્ન […]

ખોવાય છે

પવિત્રાએ ઘડિયાળમાં જોયું, રાત્રિના બે વાગી ગયા હતા. પણ એની આંખોમાં ઊંઘ ની જગ્યાએ આંસુ હતા .જો કે પતિ દેવાંશ ઘસઘસાટ ઊંઘતો હતો .એના નસકોરાનો અવાજ સંભળાઈ  રહ્યો હતો. ચાર વર્ષનો સમય આમ જ વીતી ગયો હતો. એને શું વિચાર્યું હતું અને શું થઈ ગયું. દરેક મનુષ્યના જોયેલા […]

સંબંધોની શતરંજ

‘હરેક પ્યાદું મારવા કે મરવા જન્મ્યું છે, હરેક સંબંધ હસાવવા,રડાવવા બન્યા છે.’ ગામમાં આજે ભાળેલા અગ્નિ જેવો માહોલ છે. લાગણીથી તરબતર, એકબીજામાં ભળેલા  હૈયાઓને  છૂટા પાડવાનું પાપ કરી રહ્યા છે. વાતનું વતેસર જ થયું છે.એ શંકર ચૌધરી ને જસુ ચૌધરી વેવાઈ તો ન જ રહેવા જોઈએ. કેમ કે […]

છુપો પ્રેમ

આજે હર્ષને ઊઠતા માડું થઇ ગયુ. રોજ સવારે છ વાગ્યે ઊઠીને એક કલાક જોગર્સ પાર્ક વોકીંગ કરવા જતો, તેના બધા મિત્રો સાથે જ જતાં. લગભગ સવાસાતની આસપાસ ઘરે આવતો. પણ ગઇકાલે એક પ્રોગ્રામમાં ગયો હોવાથી તેને મોડું થઇ ગયું. ઊઠયો ત્યાં જ સાત વાગી ગયા. પછી જોગર્સપાર્ક જવા […]

મેરેજ મંત્ર

‘ના, બેટા. રાહુલ કદી એવું ન કરે. તું નર્વસ છે અને હું આજે થોડો ગિલ્ટી ફિલ કરી રહ્યો છું. મેં આવા ઉમદા માણસોને ઓળખવામાં ભૂલ કેમ ખાધી? એની વે, હું આજે જયસુખભાઈ અને જયાબહેનની માફી માગીને બધુ સમૂસૂતરુ કરી લેવાનો છું. નિશા, આઈ એમ વેરી હેપ્પી ફોર યું.’ […]

મા ફલેષુ કદાચન

સગાઓ વારાફરતી આવતા ગયા .દરેક જણ  કલ્પનાબેન ને જાતજાતના  વાક્યો સંભળાવતા રહેતા હતા. કોઈ કહેતું હતું કે, “દુનિયાનો નિયમ છે કે આંગળીથી નખ વેગળા “તો કોઈ કહેતું હતું કે ,”જેના તે તેના ,પારકા તે કંઈ પોતાના થતા હોય? કલ્પનાબેન ,તમે તો ખરેખર દૂધ પીવડાવીને સાપ  ઉછેર્યાે છે. “ […]

અન્નકૂટ

પ્રકૃતિને વિશ્વાસ હતો જ કે  નિધિ તાે હા જ પાડશે. નિધિનો સ્વભાવ જ એવો  કે બધા સાથે સહેજમાં હળીભળી જાય. એટલે જ તો એને નિધિને ફોન કરેલો. પ્રકૃતિને વિશ્વાસ હતો જ કે નિધિ એનેા પ્રસ્તાવ સહર્ષ સ્વીકારી લેશે અને નિધિ સાથે દિવસો ક્યાં પસાર થઈ જશે એ ખબર […]

વાવેલો સંબંધ

“કન્ડકટર ભાઇસાબ,આ મારી દીકરી બસમાં એકલી જ છે. એનાં મામાને ઘરે જઇ રહી છે. તમે જરા એનું ઘ્યાન રાખજો…ને… વાસણા આવે એટલે ઉતારી દેજો! જો ઊંઘી ગઇ હોય તો જગાડજો!’ પંદર વર્ષ પહેલાંની ઘટના. ઓગસ્ટનો મહિનો હતો. વરસાદના દિવસો હતા. ચરોતરના એક જાણીતા ગામનો સુખી અને સમૃદ્ધ પટેલ […]

જિંદગીની દોડ

“આવો ભાઈ, બેસો અહીંયા. હું જાણું છું કે ટ્રેન મોડી પડી છે એટલે તમે ચિંતામાં છો … “ મધેપુરા રેલ્વેસ્ટેશન નાં પ્રતીક્ષાલય માં સિત્તેરેક વર્ષની ઉંમરના એક સજ્જને મને કહ્યું. વાત જાણે એમ હતી કે મધેપુરા પાસે આવેલી એક નવી સિમેન્ટ ફેક્ટરીમાં કામ અર્થે આવેલો. મધેપુરા એટલે બિહાર […]

ભણેલા અભણ

જીવનની દુ:ખ કથા હસતા રહી કહેવી પડી મારે, કે મારામાં એને રસ હતો પણ લાગણી ન હતી તેને. સવારના 7.45નો સમય થયો હતો. સેન્ટમેરી ઈંગ્લીશ મિડિયમ ગર્લ્સ સ્કૂલના સ્ટાફરૂમમાં બઘા જ શિક્ષકો આવી ગયા હતા. પ્રેયરને હજી દસ મિનિટની વાર હતી. ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ હોવાથી બઘા શિક્ષકો હાઇ-ફાઇ […]

સીમંત

કાવેરીએ બેલ દબાવી અને વેદાંતે બારણું ખોલ્યું. અંદરનું દશ્ય જોઈને કાવેરી બે ઘડી હેબતાઈ ગઈ. ધાતુની ફૂલદાની એક બાજુ પડી હતી અને તેના પ્લાસ્ટિકનાં ફૂલ બીજી બાજુ. સોફા પરનાં કુશન ઓરડામાં ચારે બાજુ ફંગોળાયેલાં હતાં. દૂર ખૂણામાં પાણીનો ગ્લાસ ભરેલી ટ્રેનો ઘા કરવામાં આવ્યો હતો જે ત્યાં જ […]

પ્રેમ પ્રસ્તાવ

“નિખાલસ થઇને મેં આ મેળવ્યો છે હાથ દોસ્તીનો, સમજતો નહી કે હું આવી ગઇ તારા પંજામાં.” ઓફિસેથી ઘરે આવતા જ તરંગ નવાઇથી જોઇ રહ્યો. તેની પત્ની પૂજા બહુ ઉત્સાહમાં હતી ગેસ્ટ રૂમ સાફ કરતી હતી. તરંગને લાગ્યુ કે કોઇ મહેમાન આવવાના લાગે છે. આમ તો પૂજા મહેમાનથી કંટાળતી, […]

પિયર

દિવાળીની રજા હતી એટલે શાળાએ જવાનું નહોતું. મારી ધર્મપત્ની છાયાને ખબર જ હોય કે શાળામાં રજા હોય કે રવિવાર હોય એટલે મને મોડા સુધી ઊંઘવાની ટેવ. આમ દેખો તો એ ટેવ એણીએ જ પાડી હતી. જ્યારે મારા લગન થયા ત્યારે મહિના પછી મને શિક્ષકની નોકરી મળેલી. હા એ […]

ટપાલી

ઘણા વર્ષો પહેલાની વાત છે. ઇ દિવસોમાં પેન્શનના પૈસા મનીઓર્ડરથી આવતા. ગામડા ગામમાં પેન્શનરો પેલી તારીખે ટપાલીની મે(વરસાદ) ની જેમ રાહ જોતા. ટપાલી પણ બહુ ઓછા પગારમાં ગામે ગામ જઇને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા. ચોરા પાસે ઉભેલા ગામના ચાર આગેવાનોએ દુર થી આવતી સાયકલ જોઇને કહ્યું “કો’ક નવો જણ […]

કેસ

કામિની આખી રાત પડખાં ઘસતી રહી.કાલે એના કેસનો ચુકાદો હતો. પતિ કમલ અને એના છૂટાછેડાના કેસનો. કામિનીની ખુલ્લી આંખો સામે એનો ભૂતકાળ એક ચલચિત્રની માફક સરી રહ્યો હતો. કામિની નાનપણથી જ સ્વતંત્ર મિજાજની છોકરી.મા-બાપની ખૂબ લાડકી એટલે કોઈ જાતની રોકટોક વગર એનો ઉછેર થયો હતો.એ પાણી માગે ત્યાં […]

અધૂરી પ્રેમ કહાની

પ્રેમ – અ વનસાઇડેડ લવસ્ટોરી હર્ષ હરખાતો બસ માં ચઢ્યો , ત્યાં જ હર્ષ ની મા બોલી પડી , “ બેટા ધ્યાન રાખજે અને ઠંડી લાગે તો તારું જેકેટ પેલા કાળા બેગ માં માથે જ રાખ્યું છે , અને વિન્ડો બંધ રાખજે નહીં તો શરદી લાગી જશે તને […]

સ્નેહના સંબંઘ

“જીવતરનો તાપ અમે જીરવી શકયાં ન હોત” ” મળી ન હોત જો તમારી દોસ્તીની છાંવ” પલક હમણાં નવાઇમાં હતી. તેની મમ્મી મીનુ હમણાંની ખુશ રહેતી હતી, હસતી હતી, કયારેક ગીત ગુનગુનાવતી હતી. પલક સમજતી થઇ ત્યારથી તેણે મમ્મીને હમેંશા રડતી, ગભરાયેલી, બઘાથી ડરતી, ચૂપચાપ જોઇ હતી. બસ ઘરથી […]

અનોખો સંબંધ

ટેકરીનો ઢાળ ઉતરતાં સ્મિતા અને વિશાલ એક ખૂબસૂરત ચર્ચા કરી રહ્યાં હતાં. એમનાં બંને બાળકોએ દાદા કેવા હોય, અમારા દાદા કેમ નથી? વગેરે પ્રશ્નો પૂછતાં એ દંપતી પોતાનાં બાળકોને દાદાની ભેટ આપવાનો નવતર પ્રયોગ કરવા ને એને આખરી ઓપ આપવાની સુંદર ચર્ચા કરી રહ્યાં હતાં. વિશાલની મા એને […]