Category: Poems / कविताए

Very Nice Poems

હું જાણૂ છું.

તમારી મુસ્કાનની પાછળનુ દુખ હું જાણૂ છું, શું ખૂટે છેં આ અપૂર્ણ જીવનમાં હું જાણૂ છું. હ્રદયનો ભાર જીરવો છો હસતો ચહેરો રાખી, અંદરખાને ખાલીપણૂ કેટલુ છે હું જાણૂ છું. બીજાઓને ખુશ રાખવા કેટલાય દુખ વેઠયા, મન કેટલુ મજબૂર છે તમારુ હું જાણૂ છું. હું છું સાથે તમારી […]

દુનિયાનો આઠમી અજાયબી જેવો મારો સનમ લાગે.

ક્યારેક હજારો કવિતા ભરેલુ પુસ્તક ખાલીખમ લાગે, ક્યારેક કોરો કાગળ તારો દીધેલો ભારેભરખમ લાગે. દરેક કવિતા પછી લાગે શબ્દો હવે નથી કૈંક લખવા, તારી યાદ સ્ફુરે, અંદરના કવિનો નવો જનમ લાગે. ક્યારેક લાગે કે સ્વર્ગ જ મળી ગયુ તને પામ્યા પછી, અને ક્યારેક આખી પ્રેમની દુનિયા મને ભરમ […]

આખો ય પી ગયો છું ખુદને ફૂકી ફુકીને

બેસી ગયું ખૂણામાં જીવન કુદી કુદીને થાકી ગઈ રકાબી અવિરત ઉડી ઉડીને અથવા અપાર દુઃખમાં અથવા અપાર સુખમાં ભીનો રહે છે પાલવ આંસુ લુછી લુછીને કેવું લખાણ છે આ? ક્યા ચોકથી લખ્યું છે? હાંફી ગયું છે ડસ્ટર એને ભૂસી ભૂસીને હું એ જ માનવી છું વાગ્યો હતો તને […]

તૂ આવીશ, જરૂર આવીશ.

એક પર્વત શા કારણે ઉભો હશે ઍક ઠેકાણે સદીઓથી રાહ જોતો હશે કોઈની મારી જેમ ? તેનેય કોઈ પાછા ફરવાનો વાયદો કરીને ગયુ હશે ? તેનુ મન ડગમગતુ હશે મારી જેમ ? તેનેય દુખ થતુ હશે મારી જેમ ? હતાશા પરેશાન કરતી હશે તેનેય ? તે પણ બહારથી […]

નીકળ્યા

ઝાટક્યો પલંગ ત્યાં તરત બહાર નીકળ્યા ઓશિકાની ખોળમાંથી પણ વિચાર નીકળ્યા કેટલાક આગિયા સૂરજથી તેજમય હતા એ વળી રુવા રુવાની આરપાર નીકળ્યા બ્લેડથી બચી ગયા છતાંય લોહી નીકળ્યું રુના પૂમડાં હતાં એ ધારદાર નીકળ્યાં આંખ આસપાસ ડાઘ રૈ ગયા છે આજ પણ શીતળાની જેમ આંસુ એકવાર નીકળ્યાં જેવીરીતે […]

શોધું છું

આંસુઓમાં ય એક આવકારો શોધું છું, તારી આંખમાં સામેનો કિનારો શોધું છું સાગરની જેમ વ્યથા પી ગયો જ્યારથી તારી આંખોમાં પટ, એક ખારો શોધું છું આયનાઓ ક્યારેય કહ્યું માનતા નથી, કાચ ફોડીને એક ચહેરો મારો શોધું છું તું આવી ચડે અચાનક એ ઘટના ઘટે એવોય એક સમય અણધાર્યો […]

વર્ષો વીતે છે.

ભરમ કાઢતા કાઢતા વર્ષો વીતે છે. મરમ પામતા પામતા વર્ષો વીતે છે. સરળ શબ્દો ને સાદુ વ્યાકરણ અહી મૌન ટાળતા ટાળતા વર્ષો વીતે છે. હ્રદય ખોદી નાખ્યુ, ના મળ્યો જખમ જીગર માપતા માપતા વર્ષો વીતે છે. ભીનાશથી કેવો નિતરી રહ્યો છે શ્વાસ લાગણી શેકતા શેકતા વર્ષો વીતે છે. […]

હું હવે મુજને કદી મળતો નથી.

હું હવે મુજને કદી મળતો નથી. શોધતાં યે હું હવે જડતો નથી ! ખુદને જોતાં તો હવે લાગે મને મારા દિલમાં ઈશ કાં વસતો નથી? કાંચની થોડી લખોટી હો, તો બસ નવલખા હીરામાં, મન ભમતો નથી. બસ પરમને પામવું મુજને હવે. મોહ કે માયા થકી ડગતો નથી. આંખ […]

તો સારુ.

હવે તે અહીં પાછા વળે તો સારુ, જિંદગી મને પાછી મળે તો સારુ. તે પણ રડતા તો હશે ચોક્કસ, વિરહની આ ઘડી ટળે તો સારુ. દુનિયા તો સમજી જ ન શકી, ઈશ્વર આ દુખને કળે તો સારુ. સુખનુ પલડુ હલકુ જ રહ્યુ છે, પલડુ આ બાજુ ઢળે તો […]

જીરવી નથી શકતા

બીજાને શું જીરવશું? જાતને જીરવી નથી શકતા, ભીતર સર્જાતા ચક્રવાતને જીરવી નથી શકતા. અતિશય જોશમાં આઘાત બીજા પર કરી લઈએ, પછી ઉદભવતા પ્રત્યાઘાતને જીરવી નથી શકતા. તરસ કોઠે પડી હો જેમને એવા ઘણા લોકો ક્દાચિત્ આવતા વરસાદને જીરવી નથી શકતા. સદા નક્કર હકીકત ને ગણતરીઓમાં જીવ્યા જે, જીવનના […]

પી ગયો છું હું.

“સુરા રાતે તો શું, વહેલી સવારે પી ગયો છું હું, સમય સંજોગના ગેબી ઈશારે પી ગયો છું હું. કોઈ વેળા જરા ઓછી મળે એની શિકાયત શું? કોઈ વેળા ગજાથી પણ વધારે પી ગયો છું હું.” હશે મારી દશા કેવી તને સમજાય છે સાકી? હવે પીધા પછી પણ મારું […]

તડકો.

સવારે શિશુની જેમ દોડી જાય છે તડકો ને સાંજે ડાહ્યો થઈને ઘેર આવી જાય છે તડકો જરા મૂંઝાઈને જો બંધ બારીઓ ઉઘાડું છું તમારું નામ લઈને અંદર આવી જાય છે તડકો બહુ શરમાળ છે થઈ જાય છે એ ચાંદની જેવો જો રાતે સહેજ અંધારામાં લપસી જાય છે તડકો […]

બીજું શું ? – ખલીલ ધનતેજવી

ક્યાંક મળો તો રોકી લેજો, બીજું શું ? તબિયત બબિયત પૂછી લેજો બીજું શું ? આપ અમારી જોડે રહેજો – ના ફાવે તો, વળતી ગાડી પકડી લેજો બીજું શું ? માફ કરો, અંગૂઠો મારો નહિ આપું, મારું માથું કાપી લેજો બીજું શું ? વાંકુસીધું આંગણ જોવા ના રહેશો, […]

છો વેદ વાંચનારાને માનહાનિ લાગે

છો વેદ વાંચનારાને માનહાનિ લાગે પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે આનન્દ ઉચ્ચ લાગે પીડા મજાની લાગે પોણા છ ફૂટની કાયા નહિંતર તો નાની લાગે પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે ખોટું છે એ […]

મંઝિલ મળે કદી તો પૂછીશ તેને,

મંઝિલ મળે કદી તો પૂછીશ તેને, આટલી બધી દૂર તૂ કેમ હતી ? અજવાળા અહીં કેટલા છે મંઝીલે, અંધારી રાત જીવનભર કેમ હતી ? નહીં મળે મંઝિલ કદી તેવુ કહીને, શ્વપનોમાં મને ડરાવતી કેમ હતી ? જિંદગીને શું દુશ્મની હતી મારાથી, આશાઓને તે તોડતી કેમ હતી ? ઍક […]

વરસાદના ધરતી પર પડતા ટીપાઓમાં,

વરસાદના ધરતી પર પડતા ટીપાઓમાં, મને કાયમ તારો પગરવ સંભળાય છે. દેખાય છે બસ તારો જે ચહેરો આકાશમાં, જ્યારે જ્યારે પણ ઇંદ્રધનુષ રચાય છે. તારો અને મારો પ્રેમ હદ પાર કરી ગયો, તેટલે જ પાગલોમાં ગણના થાય છે. કણ કણ મારૂ સુખમાં ખીલી ગયુ મિલનના, બધા દુખ તારા […]

તો હું તને યાદ આવીશ.

જ્યારે તને કોઈ રડાવશે તો હું તને યાદ આવીશ, જ્યારે તને કોઈ મનાવશે તો હું તને યાદ આવીશ. ગજબ છે મારો પ્રેમ તને પણ ખબર હશે ચોક્કસ, જ્યારે તને પણ પ્રેમ થશે તો હું તને યાદ આવીશ. માનું છું કે ઘણી ભૂલો કરી હતી મેં પ્રેમ સંબંધમાં, કોઈ […]

ત્યારે તમે મને બહું યાદ આવો છો.

જ્યારે કોઈ ભમરો ફુલ પર મંડરાય, ત્યારે તમે મને બહું યાદ આવો છો. જ્યારેય વસંતની પહેલી વર્ષા થાય, ત્યારે તમે મને બહું યાદ આવો છો. બાગના બાંકડે ઍકલુ બેસવાનુ થાય, ત્યારે તમે મને બહું યાદ આવો છો. કોઈક પારેવુ જો અટારિયે આવી જાય, ત્યારે તમે મને બહું યાદ […]

હું પડકાર ઝીલનારો માણસ છું

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું હું તેજ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું. ઝળાહળાનો મોહતાજ નથી મને મારું અજવાળું પૂરતું છે અંધારાના વમળને કાપે કમળ તેજતો સ્ફુરતું છે ધુમ્મસમાં મને રસ નથી હું ખુલ્લો અને નિખાલસ છું પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ? હું […]

ઍક જ અસ્વાસન સાથે જીવું છું,

ઍક જ અસ્વાસન સાથે જીવું છું, આશાના ઘૂંટડા જેમતેમ પીવું છું. પાછા વળીને આવશે જવાવાળા, દરેક ક્ષણ ભલે જુદાઈમાં મરું છું. ક્યારેક તો આવશે દિવસો મારાય, આ વિચારી રડતા રડતા હસું છું. ભરોસો કેવો તુટ્યો હશે મારો, લો, હું પોતાની કબર જાતે જ ખોદુ છું. કોઈને પ્રેમ આટલો […]

”ચાલ તને ચાંદ બતાવુ”

”ચાલ તને ચાંદ બતાવુ” કહી તેને આઈનો હાથમાં આપ્યો. તે પછી તેનુ શરમાવુ જાણે સાંજના ઢળતા સૂરજની લાલી, અને મને છાતી પર મૂકકો મારીને કહેવુ ”બહું ખરાબ છો તમે” અને પછી મારુ તેની સમુદ્રથી ઉંડી આંખોમાં ખોવાઈ જવુ, જાણે પોતાની છબી તેની આંખોમાં જોઈ અનેરો આનંદ મળ્યો હોય […]

પુછયુ ન્હોતુ તેં કશુય

પુછયુ ન્હોતુ તેં કશુય જ્યારે મેં તારો હાથ પકડી કહ્યુ ‘ચાલ જઇયે’ પુછયુ નહીં મેં કશુય જ્યારે આજે તૂ હાથ છોડાવી કહે છે ‘ ચાલ જવ છું’ મને હક હતો તને લઇ જવાનો ગમે ત્યાં તનેય હક છે મરજી થી ગમે ત્યાં જવાનો તૂ જા ગમે ત્યાં હું […]

વસંત ઋતુની ભીની ભીની સુગંધ છો તમે,

વસંત ઋતુની ભીની ભીની સુગંધ છો તમે, નવા ઉગેલા પાંદડાનો લીલો રંગ છો તમે. ફૂલોની ઉપમા તો ઓછી છે તમારા માટે, વાદળોની વચ્ચે ખીલેલુ ઇંદ્રધનુષ છો તમે ઍક ઝરણુ જાણે નીકળ્યુ શેહરની વચ્ચોવચ, ઍ ઝરણામાંથી છલકાતુ ઠંડુ પાણી છો તમે. વરસાદનુ બધુ પાણી ભેગુ થયુ દરિયામાં જઇ, ઍ […]

તો શું થશે નથી જાણતો.

તમારા હોવાથી જ તોછે આ અસ્તિત્વ મારુ, તમે જ નહીં હોવ તો શું થશે નથી જાણતો. રોમેરોમના માલિક બસ તમને જ બનાવ્યા, તમે અળગા થશો તો શું થશે નથી જાણતો. લાગણીઓ લખી જાણૂ છું કહી નથી શકતો, તમે નહીં સમજો તો શું થશે નથી જાણતો.   અદભૂત અનુભવ […]

તે તમે છો.

મળ્યુ છે જીવન નવુ જિંદગીને જેનાથી તે તમે છો, મળ્યુ છે અજવાળુ અંધારામાં જેનાથી તે તમે છો. હતુ કોઈ મારા નામનુ તમને મળ્યા પહેલા કદાચ, મળ્યુ છે નવુ નામ મને આજે જેનાથી તે તમે છો. લાગણીઓના પ્રવાહમાં ખુશીથી વહીશું સાથે હવે, દરિયો મળ્યો સુખોનો મને તો જેનાથી તે […]

દુનિયાને લાગે છે કે…

દુનિયાને લાગે છે કે હું શોખ પુરો કરવા લખું છું, ફક્ત હું જ જાણૂ છું કે હું કવિતા શું કરવા લખું છું. દરેક ક્ષણ તમારી યાદ નવી કવિતાની ભેંટ આપે, તમારી વિદાય પછીનો આ ખાલીપો ભરવા લખું છું, કદાચ કશેક તમે પણ વાંચી લો મનની વ્યાકુળતા, આશાઓ આ […]

….તો ફરિયાદ કરજો.

ઍક્વાર તમે દિલનો દરવાજો ખટખટાવો તો ખરા, પ્રેમ તમને જરાય ઓછો લાગે તો ફરિયાદ કરજો. મારી લાગણીઓના વરસાદમાં ભીંજાવ તો ખરા, થોડા પણ જો સૂકા રહી જાવ તો ફરિયાદ કરજો. તમારી તરસનો ઈલાજ ફક્ત અને ફક્ત હું છું, મળ્યા પછી તરસ્યા રહી જાવ તો ફરિયાદ કરજો. કણકણ શરીરનો […]

તેના પ્રેમમાં બધુ ગુમાવવુ સારુ લાગે છે

તેના વગર ચૂપ ચૂપ રહેવુ સારુ લાગે છે, તેને કહ્યા વગર દુખને સહેવુ સારુ લાગે છે જેની યાદમાં આખો દિવસ અશ્રુ વહેતા રહે, જ્યારે તે મળે તો ચૂપ રહેવુ સારુ લાગે છે. મળીને તેને અલગ ન થઈ જઈયે ડરું છું, તેટલે તેના થી દુર જ રહેવુ સારુ લાગે […]

ચાલ ! આજે તને હું બતાવી જ દઉં.

ચાલ ! આજે તને હું બતાવી જ દઉં. અઢી અક્ષર પ્રેમનો શિખાવી જ દઉં. તૂ કોના માટે બની તેની જાણ નથી, હું બન્યો તારા માટે, સમજાવી જ દઉં. સ્વર્ગ બનશે આપણૂ જીવન પ્રેમથી, દુનિયાને તારી હવે સજાવી જ દઉં. જીવ્યુ જીવન ઍકલા, હવે થાક્યો છું, નસીબ તારી સાથે […]

ઘણુ બધુ કહેવુ છે તને,

ઘણુ બધુ કહેવુ છે તને, પણ કહી નથી શકતો. બે ક્ષણ માટે પણ તારા વીના રહી નથી શકતો. બહું દિલ દુખાવ્યુ છે અજાણતા જિંદગીમાં, અફસોસ, તારા આંસુ બની તારી આંખોથી હું વહી નથી શકતો. ચાહી છે તને મેં તો જીવથી વધુ કાયમ, કોઈ પણ જન્મમાં  મારી થજે ચોક્કસ […]

ચંદ્રની તકલીફ

ચંદ્રની તકલીફ આજે સમજ્યો છું તારા ગયા પછી, ચાંદની ચંદ્રને છોડી રોજ જતી હશે આમ જ જેમ હું અડધો થઈ ગયો છું તારા વીના ચંદ્ર પણ કપાતો જાય છે ધીરે ધીરે અને જેમ જેમ ચાંદની પાછી ફરતી જાય ફરી ચંદ્ર તેના મૂળ આકારમાં આવતો જાય પણ જેમ ચાંદની […]

ફક્ત તારુ જ નામ લેવુ છે.

મોકો મળે તો ઘણુય કહેવુ છે, હૈયાથી હૈયુ લગાવી રહેવુ છે. રેલાવુ છે મુસ્કાન બની તારી, નિર બની આંખોથી વહેવુ છે. સાથ દેવો છે દરેક મોસમમાં, સુખ દુખ સાથે જ સહેવુ છે. આખી જિંદગી આપી તેં મને, હવે તને જગ આખુ દેવુ છે. આપે જો વરદાન ઈશ્વર મને, […]

જો તૂ કારણ ન પૂછે તો ઍક વાત કહું?

જો તૂ કારણ ન પૂછે તો ઍક વાત કહું, તારા વીના હવે જીવવુ બહું મુશ્કેલ છે. મૌતથી ડર્યો નથી હું ક્યારેય જીવનમાં, પણ તને મળ્યા વીના મરવુ મુશ્કેલ છે. આશા જ્યાં સુધી જીવંત રહેશે મળવાની, ત્યાં સુધી પ્રેમના સુર્યનુ ઢળવુ મુશ્કેલ છે. તારા માટે રચાયો છું હું માન […]

જે મારા નસીબમાં નથી તેના માટે શું રડવુ !

જે મારા નસીબમાં નથી તેના માટે શું રડવુ ! ભલે પ્રેમને માની છે જિંદગી પણ શું કરવુ !   અજાણ્યાની ચાહતમાં ઓળખીતા ગુમ થયા, મન બીજા કોઈનુ ન થયુ તો હવે શું કરવુ !   વાયદા ભલે કર્યા હોય ભવોભવ સાથે રહેવાના, બે પળ સાથે ન ચાલ્યા તેના […]

તેનેય ખબર તો પડે કે શું વીતે છે મારી પર.

ખુદ રાતને ઍક્વાર જગાડવી છે આખી રાત, તેનેય ખબર તો પડે કે શું વીતે છે મારી પર. ખુદ આંસુઓને રાડાવવા છે ચૌધાર આંસુઓથી, તેનેય ખબર તો પડે કે શું વીતે છે મારી પર. ખુદ દુખનેય થોડા દુખ આપી જોવા છે ઍક્વાર, તેનેય ખબર તો પડે કે શું વીતે […]

મારી યાદ તેમને આવતી હશે.

મારી યાદ તેમને આવતી હશે. રોજ જ્યારે અરીસો જોતા હશે. અશ્રુ વહેવાનુ ચાલુ થતુ હશે, વરસાદ જ્યારે પણ જોતા હશે. મારા શ્વાસની મહેક આવતી હશે, જ્યારે પણ ફૂલને તે સુંઘતા હશે. અચૂક હ્રદય ચૂકતુ હશે ધબકારા, જ્યારે મારી કવિતા વાંચતા હશે. મને ભુલ્યા કદી નહીં હોય , જ્યારે […]

જો તૂ ના હોત.

મરવાના કારણ હોત જીવવાનુ ઍકેય ના હોત, હતો ના હતો થઈ ગયો હોત જો તૂ ના હોત. સમય અને પ્રણય ની વાત છે આ જિંદગી તો, સમય તો હોત પણ પ્રણય ના હોત જો તૂ ના હોત. કઈંક કેટલાય સપના જોયા છે તારા માટે હું ઍ, ઉંઘ ના […]

કાશ તૂ આવે હવે

હઠ પકડીને બેઠુ છે હ્રદય આજે, કાં તને પામશે આજે કાં ધબકવુ બંધ કરશે આજે કેવુ પાગલ છે જુઓ આજ સુધી ના પામી શક્યુ ત્યારે તો ધબકતુ રહ્યુ આજે શું થયુ છે તેને ? કદાચ ધીરજ ખૂટી ગયી હશે, કદાચ થાકી ગયુ હશે કદાચ હારી ગયુ હશેહ્રદયથી આ […]

જેવો છું બસ તમારો છું

ઉજ્જડ ગામનો રાજા છું જેવો છું બસ તમારો છું દુખોની સલ્તનત લઈ બેઠો છું જેવો છું બસ તમારો છું તારી યાદોનો ખજાનો છે, જેવો છું બસ તમારો છું કલ્પનાઓના સેંકડો ઘોડા છે જેવો છું બસ તમારો છું શ્વપનોનો રાજકુમાર છું, જેવો છું બસ તમારો છું હાં થોડો અહંકારી […]

પ્રભુ પણ પસ્તાતા જ હશે.

આખી જિંદગી પ્રભુથી માંગ માંગ કરે આ માણસ, હાથ આપીને માણસને પ્રભુ પણ પસ્તાતા જ હશે.   પ્રભુના અસ્તિત્વ પર પણ સવાલ કરે આ માણસ, દીમાગ આપીને માણસને પ્રભુ પણ પસ્તાતા જ હશે.   ઉમર વીતે ત્યાં સુધુ લાગણીઓથી રમે આ માણસ, હ્રદય આપીને માણસને પ્રભુ પણ પસ્તાતા […]

સ્વર્ગ વસાવ્યુ નથી.

તમારા સિવાય મનમાં કદી કોઈ સમાયુ નથી, હ્રદયને હજી આટલુ તેજ કોઈયે ધબકાવ્યુ નથી. માનુ છું ઉપકાર તમારો અને ઈશ્વરનો પણ આજ, આટલા ઉમળકાથી ને કોઈયે પણ આવકાર્યુ નથી. અસીમ પ્રેમ વરસાવ્યો છે તમે કાયમ મારી ઉપર, જીવન આવુ કોઈયે કોઈનુ ક્યારેય સંવાર્યુ નથી. સ્વર્ગ છે મારુ તમારી […]

યાદ છે.

તારી દરેક શબ્દ યાદ છે, તારી દરેક વાત યાદ છે. મળ્યા જ્યાં પહેલી વાર, તારી તે શેરી યાદ છે. કર્યો હતો પહેલો ઍકરાર, બગીચાનો બાંકડો યાદ છે. તેં કર્યો કબ્જો મન ઉપર, મને તે તારીખ યાદ છે. વિતાવ્યા જે ક્ષણો સાથે, તે દરેક ઘડી યાદ છે. મન બદ્લાયુ […]

તૂ મળી જાય.

કાયમનો મુસાફર બનાવી દીધો તારી જુદાઈઍ, દરબદર ભટકું છું કે કદાચ ક્યાંક તૂ મળી જાય. શ્વપ્નો અને કલ્પનાઓમાં તો તૂ મળે છે કાયમ, હકીકતમાં પણ હવે કદાચ ક્યાંક તૂ મળી જાય. શોધીને થાકું છું ને ફરી તારી યાદો ઝંઝોડે મને, શોધતા શોધતા મને કદાચ ક્યાંક તૂ મળી જાય. […]