Category: Poems / कविताए

Very Nice Poems

હે ઈશ્વર, હવે તો તારો આ ખેલ પૂરો કર

રમતો બધી રમાઇને પુરી થઈ ગઈ.. જુના ફોટાઓ ય જોવાઇ ગયા.. અને જુના દિવસો પણ જીવી લીધા.. ફરજિયાત રજાઓ નથી જોઈતી હવે.. હે ઈશ્વર , હવે તો તારો આ ખેલ પૂરો કર.. કંટાળો આવી ગયો છે હવે.. બીક વાળી સ્વચ્છતાનો.. સેનીટાઇઝર અને માસ્કનો.. ઘરમાં ગોંધાઈને રહેવાનો.. સાવ ખોટુ […]

પ્યારી માઁ

બોલતા શીખ્યો તો મારો પેહલો શબ્દ હતો “માં”, સાઈકલ પરથી પડ્યો તો રડીને બોલ્યો “ઓય માં”, સ્કૂલે જતા જતા રોજ કેહતો “બાય બાય માં”, મિત્રો ને હમેશાં ખુશીથી કેહતો “આ તો મારી માં”, ભાઈ બેહનો ને ઝગડી ને કેહતો “મારી એકલાની માં”, કોલેજ થી ફરવા જવું હોય તો […]

ગઝલમાં

(લગાગા લગાગા લગાગા લગાગા) બધી વાત વ્હાલી વણી લો ગઝલમાં, હ્રદય સાચવેલું સ્મરી લો ગઝલમાં, ના મત્લા ના મક્તા ના છંદે મઢો પણ, રચી સૂર ગમતો ઢળી લો ગઝલમાં, ના ફૂલો બિછાવી શકો સંમતિના, અરે! આવકારો કરી લો ગઝલમાં, શરીરે ના તાકાત ના રૂપ રંગો, છે મોકો જુવાની […]

જોઇએ

એક સગપણ તો મજાનું જોઇએ, જીવવાનું એ બહાનું જોઇએ, જીતમાં જે આવતું’તું દોડતા, હારમાં પણ એ વફાનું જોઇએ, આવશો ના ચાંદનીમાં નાહવા! પણ અમાસે આવવાનું જોઇએ, હાસ્યથી કે દર્દથી છલકી ઉઠે, આંખને કારણ વ્યથાનું જોઇએ, ગીત નાટક કે ગઝલ કંઇપણ લખો, પાત્ર રામાયણ કથાનું જોઇએ, એકલા ઉત્સવ કદી […]

હવે

(ગાલગાગા ગાલગાગા ગાલગા) તોડવા શાને બધાં નિયમ હવે, સામને દેખાય છે જો જમ હવે, જીવતર આખું સમર્પણ જેમને, આખરી બાજી તું એની રમ હવે, આજસુધી ના કદી ખોટું કર્યું, આજ શાને એ કરે છે ખમ હવે, વાત કરતા જે ફરે બદલાવની, એમના વર્તનમાં છે ક્યાં દમ હવે, જાત […]

આશ

આશ આશા છે એક એવા મિત્ર ને પામવાની જેને મળવાનું મન થાય જેને જોઈ હોઠ મલકાય જેની સામે હ્રદયનો બોજ ઠલવાય જેને પોતાનું કહેવાની આશ છલકાય આશા છે એક એવા મિત્ર ને પામવાની દુ:ખ માં જે બે શબ્દ કહી શકે સુખ માં સાથે હસી શકે જે વિના શબ્દે […]

એકાંતે બેસી

(ગા × 16) બાંધ્યો ઈચ્છાઓને પાળો, એક દિવસ એકાંતે બેસી, કર્મોનો કર્યો સરવાળો, એક દિવસ એકાંતે બેસી, માણ્યો શીત લહર શિયાળો,એક દિવસ એકાંતે બેસી, લાગ્યો ઠંડીમાં હૂંફાળો, એક દિવસ એકાંતે બેસી, બળબળતા વૈશાખી તાપે જનજન ત્રસ્ત બની અકળાતો, સાથ સ્વજન લાગ્યો હેમાળો, એક દિવસ એકાંતે બેસી, ટોળામાં શાને […]

અંતરે અજવાશ છે

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા) પાંદડું ના ટૂટશે એને અધર ડંફાશ છે, લો કરી લો કર્મ સાચા કેટલી નવરાશ છે, ના હુકમ છે કોઇનો ના ભાર મન પર કામનો, શાંત ચીત્તે સાંભળું ટહુકા ઘણી હળવાશ છે, બંદગીમાં માગતા’તા એકપળ ફૂરસદ મળે, લો ફળી એ પ્રાર્થના સુકુન સત્યાનાશ છે, બોલ […]

મારું ગુજરાત

મારું ગુજરાત…. વિશ્વફલક પર ગુંજી રહ્યો જે નાદ શિરમોર એ મારું ગુજરાત, વતનપ્રેમી નામ એનું લેતા થાય વિભોર એ મારું ગુજરાત, નરસૈયાના પ્રભાતિયાં ને મીરાનાં પદ ગાતા ગાતા, સૌ નરનારીની થતી જ્યાં સુંદર ભોર એ મારું ગુજરાત, સાબરમતી, શેત્રુંજી ને અરબ, હિંદે સાચવ્યા જળરત્નો લખલૂટ, સરદારના સપનાની નર્મદા […]

હાસ્ય રાખે છે

(લગાગાગા×4) નિખાલસતા મઢાવીને અધર પર હાસ્ય રાખે છે, જમાનો દુશ્મની ભીતર; નજર પર હાસ્ય રાખે છે, નથી ગમતા એ પાદર જ્યાં વિતાવ્યું બાળપણ સુખે, નિહાળી દૂરથી ઝગમગ; નગર પર હાસ્ય રાખે છે, અરેરે! ઓહ! એ ઉદ્દગાર કરશે ચિત્ર માટે એ, ના હલશે પાંદડું દિલનું; અસર પર હાસ્ય રાખે […]

જોયા

(8×ગા) સૂરજ ઊગ્યે આગળ જોયા, સંધ્યાટાણે પાછળ જોયા, માનવ જેવા આ પડછાયા, સુખદુઃખમાં એના તળ જોયા, ભૂલેલું સપનામાં જોતાં, પ્રત્યક્ષ થાશે અંજળ જોયા, વેલી નાજુક નમણી અંગે, ભીંતે ચડવાના બળ જોયા, વર્ષોથી ખુલ્લા મંદિરના, વાસેલા એ ભોગળ જોયા, ચમકી ક્ષણમાં ઊડી જાતા, વચનો એના ઝાકળ જોયા, ફોરમ માટે […]

શ્રી ગણેશા

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા) જિંદગીનો છે સહારો શ્રી ગણેશા, નાવડી ઝંખે કિનારો શ્રી ગણેશા, દોષ સૌ સંસારના તો દૂર કરતાં, ભૂલને મારી સુધારો શ્રી ગણેશા, વિશ્વ આખાના તમે કષ્ટો નિવારો, વાંક શું છે રે અમારો શ્રી ગણેશા, હાજરીથી આપની સંકટ ના આવે, આપવા ધરપત પધારો શ્રી ગણેશા, થાળમાં છે […]

હોવી જોઇએ

હોવી જોઇએ (ગાલગાગા × ગાલગાગા × ગાલગાગા × ગાલગા) હો ઉદાસી આંખમાં એને હસાવી જોઈએ, સાવ નાની વાતને સ્મિતે મઢાવી જોઈએ, આયના સામે ધરેલી આંખ હોવી જોઇએ, આ ચહેરા સંગ વાણી પણ સજાવી જોઈએ, હાથમાં આવેલ તકથી સ્વયં તો ઝળકી શકો, અન્ય કાજે પણ એ ખંતથી ગજાવી જોઈએ, […]

ભૂમિકા

ભૂમિકા (હાઈકુ) ♦♦♦♦♦♦ અરજ ઇશ! ભજવાય ભૂમિકા, માનવતણી, ♦♦♦♦♦♦ પ્રાર્થના પ્રભુ! સચવાય ભૂમિકા, સ્નેહી બની, ♦♦♦♦♦♦ માગુ ઈશ્વર! કચવાય ભૂમિકા, વિદ્રોહી તણી, ♦♦♦♦♦♦ વિનંતી વિભૂ! લજવાય ભૂમિકા, પાખંડ ભરી, ♦♦♦♦♦♦ વર દે કાન્હા! જળવાય ભૂમિકા, જીવનતણી. ♦♦♦♦♦♦ -પાયલ ઉનડકટ

જોયા

(ગા 8) સૂરજ ઊગ્યે આગળ જોયા, સંધ્યાટાણે પાછળ જોયા, માનવ જેવા આ પડછાયા, સુખદુઃખમાં એના તળ જોયા, ભૂલેલું સપનામાં જોતાં, પ્રત્યક્ષ થાશે અંજળ જોયા, વેલી નાજુક નમણી અંગે, ભીંતે ચડવાના બળ જોયા, વર્ષોથી ખુલ્લા મંદિરના, વાસેલા એ ભોગળ જોયા, ચમકી ક્ષણમાં ઊડી જાતા, વચનો એના ઝાકળ જોયા, ફોરમ […]

આ વિરામ જરુરી હતો

અંત તરફ આંધળી દોટ મૂકી હતી આ દુનિયાએ, એના અંતને ઠેલવવા આ વિરામ જરૂરી હતો. શોખીન તો થયા બધા પણ શોખ ભૂલી ગયા, એ શોખ પાછાં કેળવવા આ વિરામ જરૂરી હતો. લોકોએ પક્ષ બદલ્યો, પક્ષોએ સરકાર બદલી, રૂંધાતી લોકશાહી માટે આ વિરામ જરૂરી હતો. રચ્યા કુદરતે દૃશ્યો ઘણા, […]

હળવાશની એક હઝલ

હળવાશની એક હઝલ હવે તો ખમૈયા કર, ઓ કોરોના કીટાણું, આખી દુનિયાએ આદર્યું છે, બાંયો ચઢાવી ધીંગાણું. જે પ્રતિદિન રળતાં હતાં, લાખો રૂપિયા ચપટીમાં, લમણે હાથ મૂકી બેસવાનું આવ્યું છે ટાણું. ભલભલા ખેરખાંઓ શોધે છે, બ્રાન્ડેડ ચીજ વસ્તુઓ, મોલ, આર્કેડ, બુટિક બંધ છે, કેમ કરવું હટાણું ? રેસ્ટોરાં, […]

હોય છે

બંધારણ-ગાલગાગા ગાલગાગા ગાલગા➖➖➖➖➖➖➖➖➖ બીજને તો વાવવાનું હોય છે,નષ્ટ હો એ દાટવાનું હોય છે, જે મળે એ માણવાનું હોય છે,ના ફરજથી ભાગવાનું હોય છે, દિવસે ઉજાસમાં ઓઝલ થતું,રાતભર એ તાકવાનું હોય છે, શીત વાયુ પણ દઝાડે જેમને,હૂંફ આપી ઠારવાનું હોય છે, દૂર છે મંઝિલ ને રસ્તે કંટકો,અવગણીને ચાલવાનું હોય […]

શું થશે!

(ગાગાલગા×3) કારણ વગર જાગી જવાયું શું થશે!ચાલ્યા નથી થાકી જવાયું શું થશે! આવી પડેલા કામ કરતા પેટ દુખે,જંજાળથી ભાગી જવાયું શું થશે! ચાલાક મન અવળું વિચારી મેળવે,મીઠાશ એ ચાખી જવાયું શું થશે! હોઠે વરખ વાણી કહે અંતર કટુ,મન એમનું તાગી જવાયું શું થશે! તકતી લગાવી સાધુની ફરતા બધે,એ […]

બતાવો

(લગા લગાગા લગા લગાગા) નગર વચાળે ફરી બતાવો,દરદ કોઇના હરી બતાવો, ગમે મધુરા શબદ અમારા ,અમી અધરથી જરી બતાવો, ભર્યુ છે કૌવત ઘણું શરીરે ,અવળ વહેણે તરી બતાવો, વગર ગુનાએ સજા મળી છે,કદમ એ બાજુ ભરી બતાવો, બની વિધાતા નસીબ લખતાં,વિપદ જો આવે તરી બતાવો, વસંત ખીલી સહેજ […]

સમજદારી

મળે દર્દ કે ખુશી એ બન્ને સાથે યારી કરી લો,સ્નેહથી મળી છે જે સોગાત મંગલકારી કરી લો, આપશો એ જ પામશો છે રીત જગતની જુની;ભૂલી દોષ અન્યના સ્વયં સમજદારી કરી લો, છે વ્યાકરણ સંબંધોનું અટપટું અને અઘરું?સરભર કરવા બંધનને વાત વ્યાપારી કરી લો, રાખ્યો છે શોખ ભાવ સ્નેહને […]

નાકાબંધી

(ગાગા×4) ઈશ્વર એવો ખિજાયો છે,કેવો મહારોગ ફેલાયો છે, નાકાબંધી જ સહારો છે,કોરોના જો રેલાયો છે, કેદ કરી પંખી ખુશ થાતો,કેવો પીંજર પુરાયો છે, સંકટનો કાળો ઓછાયો,જગ આખામાં ઘેરાયો છે, પાપ ઘણા કરતા ના ચૂક્યો,આજે એ ખૂદ ફસાયો છે, આફતથી બિલકુલ ના ડરજો,ઘરમાં ઉપચાર સવાયો છે, દાતા! માફ કરો […]

બનાવી દો

(લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા) ભગાવો દૂર ભય મારું જીવન સુંદર બનાવી દો, બનાવો સ્નેહમય પ્યારું જીવન સુંદર બનાવી દો, જલાવો દીપ આશાનો મને મારગ બતાવે જે, નથી ગમતું આ અંધારું જીવન સુંદર બનાવી દો, મને માનવ મહેરામણ તણા મેળાવડાં વ્હાલા, કરું કિલ્લોલ સહિયારું જીવન સુંદર બનાવી દો, કરું […]

બેસી રહું

જે સ્પર્શથી કંચન બનું અડક્યા વગર બેસી રહું,પાયલ પહેરીને પગે થરક્યા વગર બેસી રહું, સાવજ સમું લઇ કાળજું સંકટ બધા સંહારતી,પણ વાત આવે વ્હાલની ડણક્યા વગર બેસી રહું, પાંપણ ઉપર પણ નીંદનો ઊંડો પ્રભાવ છે કેમ રે?અવહેલના એની કરી પલક્યા વગર બેસી રહું! સુખ સાંપડે સામીપ્યથી જેના ભલે […]

દ્વાર

એમ જ કયાં ઉઘડે ઉન્નતિના દ્વાર;સંઘર્ષનો સાગર કરવો રહ્યો પાર, નિષ્ફળતા મળે ચાહે લગાતાર;સ્વીકારે છે કયાં એકપણ હાર, નિશદીન અકળાવતાં નવ પ્રશ્નને;હોય છે ઉકેલવા એ સદૈવ તૈયાર, ન ગમતું, ન ફાવતું કાર્ય હો તો પણ;આવે છે કયાં એને કંટાળો લગાર, એક લગનથી આગળ વધ્યા કરે;માની નિજ કર્મને પૂજાનો […]

સોપો પડ્યો છે

(લગાગાગા×4) વિદેશી ઘાત આવી છે નગરમાં સોપો પડ્યો છે,નવો આઘાત લાવી છે નગરમાં સોપો પડ્યો છે, તું કોરોના બધાના જીવ લેનારી પુતના માસી,અસુરી જાત આવી છે નગરમાં સોપો પડ્યો છે, વિચારે વિશ્વ આખું નાથશું કેવા હથિયારે,મગજમાં વાત આવી છે નગરમાં સોપો પડ્યો છે, સુનામી પૂર ને ભૂકંપ સામે […]

કોને કહું

(ગાગાલગા×3) આફત નવી રોજે પડે! કોને કહું?ના દોષ મારો સાંપડે! કોને કહું? “આપી જવાબો જીવજે!” મન તો કહે,પણ આ હ્રદય તો બાખડે! કોને કહું? છે ટોપલી આ કર્મની દોષે ભરી,આ જીવ એમાં જઇ સડે! કોને કહું? જે હોઠથી તો મધભરી વાણી કહે,સંવેદનાઓ ના જડે! કોને કહું? જેવી કલમ […]

કાડ્રિયૉગ્રામ

કાડ્રિયૉગ્રામ ચોખવટ ને ચર્ચા જ્યાં લંબાય,સંબંધ સૌ ત્યાં કેમ જળવાય! વાતે વાતે લાગણીઓ તોડાય,તંતુ ઊરના કેમ કહો જોડાય? ના કરો સંબંધોમાં છાનભીન,કોઈ પંખીનો માળો પીંખાય, કોણ પોતિકું ને કોણ છે પરાયુ!એ તો મુશ્કેલીમાં જ પરખાય! ઉદાસી જોઈ ખુદ પણ કરમાય,સ્વજન એ જ જે સ્મિતે રેલાય સ્પર્શ વિના કશું […]

કરી લો

મળે દર્દ કે ખુશી એ બન્ને સાથે યારી કરી લો,સ્નેહથી મળી છે જે સોગાત મંગલકારી કરી લો, આપશો એ જ પામશો છે રીત જગતની જુની;ભૂલી દોષ અન્યના કાર્ય બધાં હિતકારી કરી લો, છે વ્યાકરણ સંબંધોનું અટપટું અને અઘરું?સરભર કરવા બંધનને વાત વ્યાપારી કરી લો, રાખ્યો છે શોખ ભાવ […]

નથી જોઈતો

પ્રેમ આપવો હોય તો આપોબાકી ઉપકાર નથી જોઈતો, દિલથી આપો એટલે બહુ થઇ ગયુંલેખિત કરાર નથી જોઈતો. જીવન બહુ સરળ જોઈએમોટો કારભાર નથી જોઈતો કોઈ અમને સમજે એટલે બસકોઈ ખોટો પ્રચાર નથી જોઈતો. માણસમાં માનીએ છીએકોઈ ભગવાન નથી જોઈતો, એકાદ પ્રેમાળ માણસ પણ ચાલેઆખો પરિવાર નથી જોઈતો. નાનું […]

પગભર 

પગભર  પ્રસન્ન ચિત્તથી હાસ્ય લાવી શકાય છે,પડતર જમીનમાં બીજ વાવી શકાય છે, સહજતા દાખવી સંબંધો જાળવવા,અપાચ્ય વાત કે વર્તન ચાવી શકાય છે, ગમા અણગમાને નજર અંદાજ કરીને,મળ્યું એને ગમતું કરી ચલાવી શકાય છે, ભૂલવા ચાહે લાખ કોઈપણ સદા માટે,એક મીઠા સ્મરણમાં આવી શકાય છે, નસીબ કે પરીસ્થિતીને કોસવાને […]

મળી

શોધવા બેઠોતો પણ ન મળીમને મારી આદરેલી..આ શ્વાસોની રમતમાં,ગમતી બે પળ ન મળી.. પછી થયું કેએવી તો ઘણીઈચ્છાઓ હતીજે સમયસરકે માપસર નથી મળી,એવા ગુંચવાયાઆ રમતમાં કેખુશીની કોઈવ્યાખ્યા ન મળી.. ઓફીસ પર જઈને બેઠો..જે કામ કરતો હતોએ ફાઈલ ન મળી.બોસ સાથે આંખો મળી..તો ચહેરા પર એનાંસ્માઈલ ન મળી.મને યાદ […]

દર્દીએ ડૉક્ટર માટે લખેલી કવિતા

એક દર્દીએ ડૉક્ટર માટે લખેલી કવિતા, કોઈ ટીકા- ટીપ્પણ વિના : “સાહેબ તમારી પ્રેક્ટીસ માટેઅમે કેટલો બધો ભોગ આપ્યો છે,અમારા કુટુંબના દરેક જણેકોઈ ને કોઈ રોગ રાખ્યો છે; સગાં જે આજે ‘સ્વ.’ છેએ બધા જયારે ‘શ્રી’ હતા,યાદ કરો સાહેબ કે તેઓતમારા જ દર્દી હતા; ડ્રોઈંગરૂમમાં એમના ફોટા પરજે […]

નહિ શકો

(ગાલગાગા × ગાલગાગા × ગાલગાગા ×ગાલગા) ભેજ છે જે કાષ્ઠમાં એને જલાવી નહિં શકો, કોતરાયું કાળજે એને છુપાવી નહિં શકો, હાથ ઝાલીને હરિનો નાવ જે હંકારતા, લાખ કોશિશો કરો એને ડુબાવી નહિં શકો, ડંખ લાગ્યા જે કળીને બાગના ભમરા થકી, કેટલું જળ સીંચશો એને સજાવી નહિં શકો, આવતી […]

હોવી જોઇએ

પાત્રતા પુરવાર હોવી જોઇએહર દશા સ્વીકાર હોવી જોઇએ ચાલશે કેવળ ઈશારો હા વિષેના, ખુલાસાવાર હોવી જોઇએ સોંસરો ઉતરી શકે ઊંડે સુધીશબ્દને પણ ધાર હોવી જોઇએ અર્થ અવળો થઇ શકે છે મૌનનોવાત વિગતવાર હોવી જોઇએ ઝાંઝવા ખળખળ નથી વહેતાં કદીજાત મૂશળધાર હોવી જોઇએ ! હસ્તગત કંઇ હોય કે ના […]

તેવું પણ બને

સબંધ સ્નેહનો હોય ને કોઈ વ્યવહાર ન હોય, તેવું પણ બને,મળ્યો હોય કોઈ રોગ, તેની સારવાર ન હોય, તેવું પણ બને. શોધો કોઈ તિરાડ કે ઝાંકી મળે, બહારની અસલ દુનિયાની,જે ઓરડામાં કેદ તમે, તેમાં કોઈ દ્વાર ન હોય, તેવું પણ બને. સફળતાની દોડમાં ક્યાંક ગુમાવી ન દો, જે […]

આપી જુઓ

(ગાગાલગા×4) ભાંગી પડેલી ભીંતને આધાર તો આપી જુઓ,જડતા ભરેલી રીતને પડકાર તો આપી જુઓ, પ્રીતમ વસે પરદેશ જેનો જાગતી જે રાતભર,એ પ્રાણ પ્યારીને નયન પલકાર તો આપી જુઓ, જીવન સફરની દોડમાં હારી જવું હોતું રહે,નિર્જીવ થયું છે જે હ્રદય થડકાર તો આપી જુઓ, લાલચ બતાવી આપશે રાવણ સરીખી […]

નિખાલસતા

(લગાગાગા×4) નિખાલસતા મઢાવીને અધર પર હાસ્ય રાખે છે,અરિના કોઇપણ પ્રહારને એ માત આપે છે. વચન કે વાતને વળગી રહે જે શ્વાસ છેલ્લો હો,સફર આ જિંદગીની એમને આસાન લાગે છે, ના પરવા માલ મિલકત કે નથી ખ્વાહિશ પ્રસિધ્ધિની,સહારે જેમના ખીલાય એ સંગાથ માગે છે, ફરે છે છુંદણામાં નામ જેનું […]

मैं नारी हूँ

Poem on Women’s day. मैं नारी हूँ मैं शिवी,मैं रति,मैं दूर्गामहाकाली हूँमैं वाणी-वाग्देवी,सृष्टा कीसहगामिनी हूँ महामाया मैं,मैं सावित्रीमैं कल्याणी हूँमैं अन्नपूर्णा,मैं कात्यायनीमैं भवानी हूँ हाँ मैं नारी हूँअसूरों की संहारिणीदेवाधिदेवों की जननी,रक्षादायिनी हूँ मैं मैं नीर,मैं अगन,मैंमदमाती पवन हूँमैं धरित्री,मैं ही अनंतशुन्याकाश हूँ मैं श्रद्धा,मैं कामना,मैं हीपीयूष हूँरचनाकार […]

થયો છું

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા) કૈંક ઘાવો સાચવી પથ્થર થયો છું,કોતરાવી જાતને ઈશ્વર થયો છું, શીશ પર ગંગા સમર્પણની ધરીને,ઝેર જગના જીરવી શંકર થયો છું, રત્ન છે ઊરે ભરેલા તો ય ખારો,આવતાને સંઘરી સાગર થયો છું, એકધારી દોડથી હાંફી ગયેલાને,શાંતિ દેવા કાજ હું અવસર થયો છું, હાર પામી આવશે મસ્જિદ […]

ઓછું પડ્યું

(ગાલગાગા ગાલગાગા ગાલગા) વાંચવાને મન, મનન ઓછું પડ્યું,ઢાંકવાને તન, કફન ઓછું પડ્યું, ખોલવા પાંખોં ગગન ઓછું પડ્યું,વેરવા વાતો કવન ઓછું પડ્યું, ખીલવા માટે સુગંધી ફૂલને,કેકટસવાળું ચમન ઓછું પડ્યું, શબ્દ સરગમ શ્વાસ સાથે છોડતાં,વાહવાહીનું ગવન ઓછું પડ્યું, એક તણખો આમ તો કાફી હતો,વીજ ઝબકારે દમન ઓછું પડ્યું, તારલો આકાશમાં […]

અર્પણ

(લગાગાગા લગાગાગા લગાગા) ઉઠી જેના ઉપરથી છત્રછાયા,નથી હોતા જરા પણ ઓરમાયા, બહુ બોલ્યા કરે મરવું છે મારે;એ ક્યાં છોડી શકે છે એક માયા! ખબર છે નષ્ટ થાશે અંતકાળે,છતાં શણગારતા સૌ રોજ કાયા. ગમે સંગાથ કરવો તાડનો ને,અપેક્ષા હોય છે શીતળ જ છાયા. સફળતાની ઇમારત બાંધવી છે!વગર નાખ્યે જ […]

શ્રદ્ધા

લગાગાગા × લગાગાગા × ગાગાગાગા અહલ્યા છું મને પથ્થરમાં શ્રદ્ધા છે,મને મારા વ્હાલા ઈશ્વરમાં શ્રદ્ધા છે, આ મન ક્યારેય ન અવળું આચરે કંઈપણ;મને મારાં મળ્યા ભણતરમાં શ્રદ્ધા છે ! એ મઝધારે નહીં દ્યે ડૂબવા નૌકા;અરે,મોજાં!મને સાગરમાં શ્રદ્ધા છે ! સ્મશાને ભસ્મ ચોળી ને ભલે બેઠો;રટણ એનું કરું હરહરમાં […]

જાગે છે

(ગાલગાગા લગાલ ગાગાગા) રાતભર એક નારી જાગે છે,સાથ એને અટારી જાગે છે, આવશે દ્વાર ચાલી ગઇ છે જે,આશથી એક બારી જાગે છે, સૂર્ય ના તાપથી તપી ઊઠી,ચાંદને ચાહનારી જાગે છે, એકલી એ જ ક્યાં છે સમજીને ,ચાંદ સાથે બિચારી જાગે છે, આવશે જાળમાં હરણ નક્કી,એ વિચારી શિકારી જાગે […]