Category: Poems / कविताए

Very Nice Poems

શુભદિવાળી

ના રહે કોઈને ધનની તરસ, હોય એવી સૌની ધનતેરસ, ના રહે કોઇ જ ચહેરો ઉદાસ, હોય એવી સૌની કાળીચૌદસ, બને વર્ષની હરપળ રઢિયાળી, હો એવી સૌની શુભદિવાળી, વરસે પ્રેમભાવ અરસપરસ, બને એવું સૌનું નવલું વરસ, મન મહીં પ્રગટાવી સ્નેહદીપ, ઊજવીએ એમ ભાઇબીજ. -પાયલ ઉનડકટ

માનું છું

ગઝલને છંદમાં ઢાળી શકું સૌભાગ્ય માનું છું. નથી એ પ્રાસ ખાલી ભાવનું સાતત્ય માનું છું. લખાવે લાગણીના ગીત શબ્દોનો સહારો લઇ, કવનમાં સૂર આપે એમને આરાધ્ય માનું છું. ભલે ગાડી ઝરૂખાં સાહ્યબી સુવર્ણ લલચાવે, જરા પરવાહ કરતાંને જ મારું હાસ્ય માનું છું. મળે કિંમત સમર્પણની સબંધોમાં ન આશા […]

મુસાફર

હોય હૈયે હોઠથી બોલાય ના. ના ગમે એ શબ્દથી વિંધાય ના. હાથ જોડો વાંક ના હો તો’ય પણ, એ વગર અવસર બધા સચવાય ના. ટાંકણાના મારને ખમવા પડે, એ વગર પથ્થર કદી પૂજાય ના. દઈ વચન મુખ ફેરવે નિષ્ઠુર થઇ, શું હ્રદય એનું જરા કચવાય ના? આંખથી વરસે […]

હતો

બાજુમાં આવી ને ખોવાયો હતો. મે કર્યું મંથન એ પડછાયો હતો. વાસ્તવિકતા ના હતી એમાં જરા, માત્ર સ્પંદનથી એ સચવાયો હતો. સૂર્ય તપતા ને સમાયો શૂન્ય થઇ, લાગ્યું મુજમાં ક્યાંક રોપાયો હતો. સાંજ થાતા દોટ મેલી આભમાં, દિવસે સાથે સતત ચાલ્યો હતો. મેં તો માન્યુ’તું સદાનો સાથ છે, […]

કરિશ્મા…

(લગાગા લગાગા લગાગા લગા) કરિશ્મા કહું કે કરામત કહું ! પ્રભુ તવ કૃપાને હું ચાહત કહું! જો ઉતર્યો છે આંગણ સુરજ હેમનો, હું એને વધાવી તથાગત કહું! ન માળા જપી ના ગવાયું ભજન, છતાં દર્દ હર તો હિફાજત કહું! લઈને પરીક્ષા જીતાડે મને, હું આ રીતને તારી ગમ્મત […]

દેજો

પાંદડે પાંદડે પોઢી ઝાકળ, ઝાકળને થોડું સુવા દેજો. સૂરજને કહેજો વ્હેલો ન આવે, ઝાકળને છે રાતનો ઉજાગરો. વગડે વગડે વાતો રે થાય, ઝાકળને પાંદડાં સાથે શું નાતો ? થાય તે વાતો થવાં દેજો, ઝાકળને થોડું સુવા દેજો. શિયાળાની ધીમી ધીમી શરુઆતની શુભેચ્છાઓ

પ્રભુ તારી કસોટીનું કરામત નામ રાખ્યું છે

(લગાગાગા×4) પ્રભુ તારી કસોટીનું કરામત નામ રાખ્યું છે. કરે પરવાહ તું એનું મહોબત નામ રાખ્યું છે. નજર સામે ન આવે તું ના પૂછે હાલ શબ્દોથી, મિલાવે હાથ આફતમાં શરારત નામ રાખ્યું છે. ગગનમાં ચાંદ તારા ને ધરા પર પર્ણ પુષ્પો છે, સતત વહેતા આ જળનું મેં ઇનાયત નામ […]

અહમનો ધુમાડો ઉડાડો ગગનમાં

(લગાગા×4) અહમનો ધુમાડો ઉડાડો ગગનમાં, કરો વાવણી વ્હાલની થોડી મનમાં, ખર્યાં પાનની વાત પકડી ફરો શું! વધાવી લો કૂંપળ ઘણી છે ચમનમાં, સ્વજનનાં દીધેલાં ઝખમ સાચવીને, મઢાવો કલમથી તમારાં કવનમાં, પ્રસિદ્ધિ છતાંયે આ મન ઝંખતું’તું, તું કારો કરે મિત્ર એવો વતનમાં, ભલે મીર મારો દમામી અદાથી, છે તાકાત […]

રાધિકા તો કાનુડાની પ્રીત છે

રાધિકા તો કાનુડાની પ્રીત છે, શ્વાસ એના શ્યામને અર્પિત છે, બંસરીના સૂરથી દોડી જતી, કાનજી તો રાધિકાના મીત છે, પ્રેમગોષ્ઠી એમની મશહૂર થઇ, વેદ પુરાણે બધી અંકિત છે, નામ કાન્હા સંગ એ લેવાય જો, રાધિકાની પ્રીતની એ જીત છે, પ્રેમમાં વિરહ મળે અંતે સદા, કાન રાધાને મળી એ […]

ગરબો

(ગાલગા×4 ગા) મેં તો ગરબો સજાવ્યો ઘણાં હોંશથી રે… માત અંબા પધારો ગગન ગોખથી રે… ઓઢી નવરંગ તે ચુંદડી નીસરી રે, સાથ સહિયરને લીઘી મેં તો ચોકથી રે… કેટલાં ઓરતા રાસ રમવા જગાવ્યા કામ ઝટપટ પતાવ્યા એનાં મોહથી રે… સાંજ પડતા રમીશું અમે ચોકમાં રે, રાહ જોતી હતી […]

હુંકાર

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા) છે મહામારી અને જોખમ ઘણા સંસારમાં, જાનની પરવાહ છોડે કેટલા સરકારમાં? એટલી તાકાત ના અજમાવશો પડકારમાં, આંખમાં ઉભરે પછી એ આગના આકારમાં, ના ગમે જે વાત એ ખાડે દટાવી નાખજો , આવરો ના અણગમાને કોઇપણ તકરારમાં, છે હવેલી બંધ ને મંદિર બધા સોપો પડ્યો, […]

ઈશ્વર તને છૂટ છે

(ગાગાલગા ગાલગા×2) ભૂલું તો ફટકારજે ઈશ્વર તને છૂટ છે, તું દંડ પણ આપજે ઈશ્વર તને છૂટ છે, આ મેં કર્યુ છે કહેતી છો પ્રજા શાનમાં, અસ્તિત્વ દેખાડજે ઈશ્વર તને છૂટ છે, દાવો નથી કે હમેશા સત્યવાદી જ છું, પણ જૂઠથી ટાળજે ઈશ્વર તને છૂટ છે, દીપક ઝળહળે ને […]

રગેરગમાં

પલીતે પ્રીત બાળો તો,જલન થાશે રગેરગમાં. શબદથી આગ ચાંપો તો, અગન વ્યાપે રગેરગમાં. ના બાળો આમ ભીનેરાં હ્રદયને આપ કાંડીએ, તમારામાં સજાવો તો,હવન લાગે રગેરગમાં. ઠિઠુરતી રાત ગાળીશું, ગઝલનાં તાપણાં કરજો, ચલમ ફૂંકીને ગાળો તો પવન ગાજે રગેરગમાં. મને લાગે છે કે મારે તો મૃગજળને પીવાનું છે, તરસ […]

હરાવી નહિ શકો

ભેજ છે જે કાષ્ઠમાં એને જલાવી નહિ શકો, કોતરાયું કાળજે એને છુપાવી નહિ શકો, હાથ ઝાલીને હરિનો નાવ જે હંકારતા, લાખ કોશિશો કરો એને ડુબાવી નહિ શકો, ડંખ લાગ્યા જે કળીને બાગના ભમરા થકી, કેટલું જળ સીંચશો એને સજાવી નહિં શકો, આવતી આફત બધી કળ કે બળે ટાળો […]

થાક્યો

અધર પર ધરેલા જુઠાણાથી થાક્યો, ના સચ્ચાઇ જેમાં પુરાવાથી થાક્યો, નસીબે હતું એ પલકમાં ગુમાવ્યું, લકીરોના એવા સુધારાથી થાક્યો, નિહાળે સતત પણ ના સંગમ કદીયે, હું ને તું સરીખા કિનારાથી થાક્યો, ઉછળતા પહોંચી જવા મંજિલે જે, સમંદર સમાતા એ મોજાંથી થાક્યો, સબંધોને માની ઘરેણું સજાવ્યા, એ ફરિયાદ કરતા […]

तो क्या हुआ

तो क्या हुआ मोहब्बत अधूरी रह गयी, ज़िंदगी भर बेशुमार इश्क़ करना सीखा गए, तो क्या हुआ ख्वाइशें पूरी ना हुई, दिल में हज़ारों अरमान जगा कर के गए, तो क्या हुआ साथ में मुस्करा ना सके अकेले में मुस्कराना सीखा गए, तो क्या हुआ आंखों में आंसू […]

ચૂપ રહે

દિકરી નાની હતી ખૂબ બોલતી મા ટોકતી ચૂપ રહે, નાનાં છોકરાં બહુ ના બોલે! કિશોરી બની તોળીને બોલતી છતાં મા કહેતી ચૂપ રહે, હવે તું નાની નથી! યુવતી બની મોં ખોલું ત્યાં મા ઠપકારતી ચૂપ રહે, પારકા ઘરે જવાનું છે! નોકરી કરવા ગઈ સાચું બોલવા ગઈ બોસ બોલ્યા […]

તારી ભલી થાય કોરોના

સપનામાં ય નહોતું વિચાર્યું… કે હું કોઈક દિવસ મોઢે બુકાની પહેરીને બેન્કમાં જઈશ અને કેશિયર પાસેથી રૂપિયા કઢાવી લાવીશ ! … તારી ભલી થાય કોરોના ! સપનામાં ય નહોતું વિચાર્યું…  કે મજુરો માટે સ્પેશીયલ ટ્રેનો ચાલતી હશે અને ધનવાનો માટેની ફ્લાઈટો પર પ્રતિબંધો હશે ! … તારી ભલી […]

શિવોહમ્

(ગાલગા×4) માનવી ભૂલ ને પાત્ર ના ગમ કરો. દોષ સ્વીકારીને જાત સોહમ કરો. સાત સૂરો મઢાવી પ્રણય ગીતમાં, પ્રીતડી પાથરી શ્વાસ સરગમ કરો. છે ફરજ આકરી થાક લાગે ઘણો, જિંદગી કર્મથી આપ સોડમ કરો. હાથમાં લોટ રાખીને ડુંગર ચડી, રુકમણીને મનાવીને સંગમ કરો. કેટલું દર્દ આપે અગન ભીતરે, […]

ચાલને પ્રેમ વારંવાર અપાર કરીએ

વીતી ગયેલી સારી વાતો ને યાદ કરીએ, હર નવા દિન નું પ્રેમ થી સ્વાગત કરીએ. ન વાર કડવા શબ્દો નાંં મન પર કરીએ, ચાલને પ્રેમ વારંવાર અપાર કરીએ. ન દુઃખ એક બીજાના દિલને દઈએ, ચાલને ખુશીથી હૃદયને તરબોળ કરીએ. ન સંબંધોની સાંકળ થી ગુલામ બનીએ, ચાલને પ્રેમ કરવા […]

ગાંધી

આવી અંગ્રેજો રૂપી આંધી, ના ડગ્યા તો પણ લેશ ગાંધી. ગુલામીની ઝંઝીર એને બાંધી, ના ડગ્યા તો પણ લેશ ગાંધી. સ્વદેશમાં લૂંટફાંટ એને લાંધી, ના ડગ્યા તો પણ લેશ ગાંધી. ભાગલાની ખીચડી એને રાંધી, ના ડગ્યા તો પણ લેશ ગાંધી. ખુદની ખુશી ચડાવીને કાંધી, અંતે આઝાદી લાવ્યા ગાંધી. […]

કૃષ્ણ તારું કામ પડયું છે

કૃષ્ણ તારું કામ પડયું છે… આજે જીવન બધે સુમસામ પડયું છે, આશાઓનાં કાને તારું નામ પડયું છે, જ્ઞાન, વિજ્ઞાન અફળ તમામ પડયું છે, તું આવ, હે કૃષ્ણ તારું કામ પડયું છે… મંઝીલ બધી નિર્જીવ પડી છે, સડકો સઘળી વિરાન પડી છે, સાંભળ આ સંકટની ઘડી છે, વગાડ, મીઠી […]

નયનને બંધ રાખીને

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે ઋતુ એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જ મને સહરાએ જોયો છે, બહારે તમને જોયા છે પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ નહિંતર મેં ઘણી વેળા […]

રાખજો

(ગાલગા ગાલગા ગાલગા ગાલગા) મોજ સાથે દયાનું ચલણ રાખજો, માનવી છો એ હૈયે સ્મરણ રાખજો, ભૂલ શોધી બધાને સુધાર્યા કરો, આતમા સંગ થોડું ભ્રમણ રાખજો, કાળજું પાંખડી જેમ કોમળ ભલે, બાહુ આફત સમયમાં કઠણ રાખજો, સાંભળો ગીતગઝલો ભજનભાવથી, પીડ ભૂખ્યા જનોની શ્રવણ રાખજો, નાવડી જિંદગીની તો મઝધાર છે, […]

Shayri Part 43

दोस्ती करना हर किसी के बस की बात नहीं है, दोस्ती वो ही कर सकता है जो दिल का अमीर हो !! ******* प्यार में लोग बहुत मजबूत हो जाते है, और बहुत कमजोर भी, मजबूत इतने की सारी दुनिया से लड़ जाते है, कमजोर इतने की, सिर्फ […]

अंकल

उम्र 55 पार है लेकिन, शक्ल हमारी तीस के जैसी, मुझको अंकल कहने वाले, धत्त तुम्हारी ऐसी तैसी।  बेटे के कॉलेज गया तो, टीचर देख मुझे मुस्कुराई, बोली क्या मेनटेइंड हो मिस्टर, पापा हो, पर लगते हो भाई।  क्या बतलाऊँ उसने फिर, बातें की मुझ से कैसी कैसी, […]

સખા

(ગાલગાગા ગાલગાગા ગાલગા) ચોતરફ ગોકુળ ને વૃંદાવન સખા! કૃષ્ણમય મારું બને જીવન સખા! નામ જપ તારા નિરંતર હું કરું, મન હ્રદય મારું બને પાવન સખા! એક ક્ષણ તારી ઝલક તું આપજે, તું જગતનો નાથ હું વામન સખા! માફ કરજે દોષ મારા શામળા, પાથરી દીધો હવે દામન સખા! ખીલવી […]

સાચવી લો શ્યામ બોલે મર્મમાં

જોયુ ના પાછું ફરીને કર્મમાં, નામ ચમકે કેમ એનું સ્વર્ણમાં! કેટલાં ઝખમો કર્યાઁ નિષ્ઠુર થઇ, સળવળી સંવેદનાઓ ચર્મમાં, ના સ્વીકારે જે હકીકત દોહ્યલી, અંતમાં સઘળું ગુમાવે ગર્વમાં, ગામડેથી દોડતો આવે જનક, ના કહે પિતાજી છે એ શર્મમાં, ઝૂંપડીમાં તેલ દીવે પૂરજો, મીણબત્તી ના જલાવો ચર્ચમાં, નામ ઈશ્વરનું ઉગારી […]

સામે પાર…

કસક આ પાર છોડીને જ સામે પાર જાવું છે, ગહન સાગર વળોટીને જ સામે પાર જાવું. રસમના જડ વલણ વચ્ચે ઘણા નિર્દોષ હોમાયા, બધા તોડી મરોડીને જ સામે પાર જાવું છે. વરખવાણી વહાવી ધૂર્તતાથી લોકને ધૂતે, બધા ભાંડા એ ફોડીને જ સામે પાર જાવું છે. ઘણા મણકા સંબંધોના […]

શું કહું એ શિક્ષક વિશે!

પાઠ જીવનના ભણાવે શું કહું એ શિક્ષક વિશે! જયોત શિક્ષણની જલાવે શું કહું એ શિક્ષક વિશે! હાર પામી સર્વ દિશાઓ હો અંધારી ભાસતી , રાહ વિજયની બતાવે શું કહું એ શિક્ષક વિશે! મૂલ્ય શું છે આ સમયનું જિંદગીમાં સમજાવવા, શિસ્ત ને અમલી બનાવે શું કહું એ શિક્ષક વિશે! […]

સપનામાં આવી મને કોઈક મળી ગયું

સપનામાં આવી મને કોઈક મળી ગયું મને મળવાનો સમય માંગી ગયું ફુરસદ હતી નહીં તેને મળવાની મુદત મને આપી ગયું જન્મ્યો ત્યારથી પીછો કરું છું એવું મને કાનમાં કહી ગયું જીવી લે મળી છે જેટલી જિંદગી એમ મને ચેતવી ગયું હું તો તને આગોશમાં લઈ લઈશ એવું મને […]

વર્ષાને તું મનભરીને માણ

વર્ષાની ધારાએ એવા છોડ્યા બાણ, પ્રકૃતિમાં પાંદડે પાંદડે આવ્યા પ્રાણ, આવી પહોંચી છે સવારી મેહુલાની, મોરલાએ કળા કરીને કરી છે જાણ, તરસતા જીવને આપ્યો દિલાસો, નહિ રહે કોઈના કોઠારે હવે તાણ, માનવી આપશે તો ગામ ગજાવશે, કુદરતે ખુલ્લા હાથે કરી છે લાણ, મહેકશે મહોલાતો ને ખીલશે બાગ, ઊગશે […]

ઘર

એક સરસ મઝાનું ઘર, એમાં વસે એક નારી અને નર, એક બીજાને હસે હસાવે, જીવે મસ્તીમાં દુનિયાથી રહે પર.. ત્યાં ઓચીંતું એક દિવસ , હાથ લાગ્યું એક યંત્ર, હવે ના કોઈ હસે ,ના કોઈ રમે છિન્ન ભીન્ન થયું ઘરનું તંત્ર, ના કોઈ સાંભળે ,ના કોઈ બોલાવે બસ રાત […]

वह लड़की जिसे मैं ब्याह के लाया था

नहीं मिलती है। ढूंढता हूँ तो भी, वो लड़की जिसे मैं ब्याह के लाया था… घिरी रहती है तेल नमक के चक्करों में। बच्चों की पढाई या उनकी ट्यूशनों के शिडयूल में, मसरूफ सी कोई मिलती तो ज़रूर है, पर नहीं मिलती मुझे, वो लड़की जिसे मैं ब्याह […]

શ્રી ગણેશા

જિંદગીનો છે સહારો શ્રી ગણેશા, નાવડી ઝંખે કિનારો શ્રી ગણેશા, દોષ સૌ સંસારના તો દૂર કરતાં, ભૂલને મારી સુધારો શ્રી ગણેશા, વિશ્વ આખાના તમે કષ્ટો નિવારો, વાંક શું છે રે અમારો શ્રી ગણેશા, હાજરીથી આપની સંકટ ના આવે, આપવા ધરપત પધારો શ્રી ગણેશા, થાળમાં છે લાડવા ને સંગ […]

જોયા

સૂરજ ઊગ્યે આગળ જોયા, સંધ્યાટાણે પાછળ જોયા, માનવ જેવા આ પડછાયા, સુખદુઃખમાં એના તળ જોયા, ભૂલેલું સપનામાં જોતાં, પ્રત્યક્ષ થાશે અંજળ જોયા, વેલી નાજુક નમણી અંગે, ભીંતે ચડવાના બળ જોયા, વર્ષોથી ખુલ્લા મંદિરના, વાસેલા એ ભોગળ જોયા, ચમકી ક્ષણમાં ઊડી જાતા, વચનો એના ઝાકળ જોયા, ફોરમ માટે ફૂલો […]

શંભુ

આવ્યો કેવો શ્રાવણ શંભુ! શ્રદ્ધાનું છે કારણ શંભુ! ના મેળા ના સરઘસ એકે, સૌના મુખડે ભારણ શંભુ! મુક્ત મને મલકાવું કેમે! પડદા હોઠે ધારણ શંભુ! જનજનમાં આ બીક જગાવે, કોરોનાનો રાવણ શંભુ! જલધારા ને દૂધ વહાવું, તાપોના ઓ ઠારણ શંભુ! ભક્તો થાક્યા આવો ભોળા, દુઃખોના નિવારણ શંભુ! આવીને […]

બેના રે બેના

બેના રે બેના ! આજ ફરી તું બહું જ યાદ આવી, કેમ ભૂલું એ દિવસ જયારે તારી બારાત આવી. હ્રદયમાં ખુશી અને આંખોમાં અશ્રુઓની વર્ષા, તને વળાવવાની ઘડી ફરી યાદ, આજ આવી. સાથ આપતી દરેક પરિસ્થિતિમાં, સારી નરસી, યાદ કરું, જો મારો વિરોધ થવાની વાત આવી. અછત વર્તાય […]

સ્નેહના નાજુક તાંતણા તૂટવા માટે બંધાયા નથી.

સાથે વીતાવેલા બાળપણના સ્મરણપટથી ભૂંસાયા નથી, ફરી આવે એ સુંદર સમય એ નસીબ આપણા લખાયા નથી. કેટકેટલી શરારતો કરતાં ભેગા મળીને આપણે ભાઇ બહેન, આ સબંધ જેવા બીજા કોઇ સબંધ ઇશ્વરે કદી બનાવ્યા નથી. રમતા સાથે હળીમળી અને પછી લડાઇ કરતાં મીઠી મીઠી, એ વાત સાચી કે એકબીજાને […]

બધા નિયમ ફગાવી દઉં

દો મંજૂરી મને છૂપું સરાજાહેર લાવી દઉં, ફરે છે દંભમાં એની હકીકતને સુણાવી દઉં, છે હોઠે મીત શબ્દો છે સજેલા, કેમનું બોલું? નયન એને હજારો નાગ રમતા હું બતાવી દઉં! વચન જૂઠા દઈને કામ પોતાનું કરી લેતા, રજા આપો તો એની જીભને તાળું લગાવી દઉં, સતાવે જે ગરીબોને […]

પિતાજી

હિંમતનું છે નામ પિતાજી, ભૂલોમાં દે ડામ પિતાજી, સંઘર્ષોથી દીપે જીવન, સમજાવે છે દામ પિતાજી, હારી જાઓ ઊભા કરતા, પળમાં પૂરે હામ પિતાજી, કર્મ સદા સંગાથી એના, બીજું માને વામ પિતાજી, આડાઅવળા રસ્તે દેખે, આપે દે અંજામ પિતાજી, સુખ શાંતિ સદાને ઝંખે, એક જ એનું કામ પિતાજી, ઈશ્વર […]

जिंदगी क्या है

कभी तानों में कटेगी, कभी तारीफों में; ये जिंदगी है यारों, पल पल घटेगी !! पाने को कुछ नहीं, ले जाने को कुछ नहीं; फिर भी क्यों चिंता करते हो, इससे सिर्फ खूबसूरती घटेगी, ये जिंदगी है यारों पल-पल घटेगी! बार बार रफू करता रहता हूँ, ..जिन्दगी की […]

તબીબ

વાત આજ એક અઝીઝની કરું છું, કોઈની નહિં એક તબીબની કરું છું, દર્દ સઘળા સૌના દૂર કરે પળમાં, કહાની એવા મરીઝની કરું છું, યુવાની આખી ખર્ચી અભ્યાસમાં, મોજ વગરના ગરીબની કરું છું, જીવન તમામ કુરબાન ફરજમાં, નખશીખ એવા શરીફની કરું છું, સમય નથી ગમતાં શ્વાસ ભરવા, આપે જે […]

અષાઢી બીજ

નેણનાં નેજવાં કરીને માંડી આકાશે મીટ, વરસી જા ને વ્હાલા આવી ગઇ અષાઢી બીજ, સુકાઇ ગયાં છે ખેતર ને સૂકી પડી ગઇ સીમ, વરસીને આપી જા વહાલા ઉદાસીને હિમ, સુષ્ક ધરાને લીલા ચીરના જાગ્યા છે બહુ કોડ, ઝાંપટું નહિ ચાલે અનરાધાર ધારા તું હવે છોડ, જાર બાજરા વાવવા […]