Category: Dr. Vishnu M. Prajapati

ખાડો

વર્ષો પછી શહેરના કલેક્ટર કોષ્ઠી સાહેબને એકાએક કંઇક યાદ આવ્યું અને વર્ષો જુની ફાઇલમાં સાચવીને મુકી રાખેલી એક તસ્વીર  હાથમાં લીધી. એ તસ્વીર જોતા જ પચ્ચીસેક વર્ષ પહેલાનું દ્રશ્ય તેમની સામે ખડું થઇ ગયું….. “કંકુ જલ્દી પગ ઉપાડ અને આ તગારું લે, દિ માથે ચઢ્યો શે…!!!” ઝીણાએ માટીના […]

દાંડિયાની જોડ | ભાગ–૯ (અંતિમ ભાગ)

સ્વરાએ કોલેજમાં પોતાને જોઇતી માહિતી એકઠી કરી લીધી અને સૌનો આભાર માની રિધમ સાથે પાછી ફરી… રિધમે સ્વરાને રસ્તામાં અનેક પ્રશ્નો કર્યા પણ સ્વરાએ કોઇ જવાબ ન આપ્યાં… પણ એટલું કહ્યું, ‘આજે છેલ્લા નોરતામાં પાર્ટી પ્લોટમાં તેને બધા જવાબ મળી રહેશે…. તું સાથે તારી વાંસળી લેતો આવજે..’ લીઝાએ […]

અંધારી રાતનો ગરબો…! ભાગ–૯ (અંતિમ ભાગ)

હરણીયા તળાવના પૂર્વ છેડે હવેલીમાં મયંક અને દિશાર્થી બન્ને એકલા હતા. અંધારી રાતમાં બન્નેની એકલતા અને બન્ને વચ્ચેનો ધસમસતો પ્રેમ એકમેક તરફ વહી રહ્યો હતો..! યંગ કલ્ચર ગ્રુપના ગરબા શરૂ થતા જ દિશાર્થીએ અદભૂત ગરબા નૃત્ય શરૂ કર્યુ. મયંક ફાટી આંખે જોઇ જ રહ્યો. દિશાર્થીના પગ જે રીતે […]

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૯ (અંતિમ ભાગ)

કુંડળની ગુફા ધગધગતી મશાલોથી રાતીચોળ લાગી રહી હતી. કુંડળ તેની મંત્રશક્તિમાં લીન હતો…! સુંદરા લાલ રંગની સાડીમાં સાક્ષાત દુર્ગાનું સ્વરુપ લાગી રહી હતી. તે જાણે સંમોહિત થઇ ગઇ હોય તેમ વિશ્વાસના બધા જ આદેશોનું ચૂપચાપ પાલન કરી રહી હતી. તેની નજર એકધારી ગુફાના પ્રવેશદ્વાર પર મંડાયેલી હતી. ધીરે […]

દાંડિયાની જોડ | ભાગ–૮

સ્વરાના કહ્યા મુજબ સવારે રિધમ આવી ગયો અને સ્વરાએ તેના મોબાઇલમાં જીપીએસ પર ડાયરેક્શન મુકી કહ્યું, ‘બરોડા, લઇ લે…!’ ‘શું વાત કરે છે, આમ એકાએક…!’ રિધમે ૧૧૫ કિમી અંતર જોઇને તરત જ કહ્યું. ‘તારે આવવું છે કે નહી? સ્વરાના કડક શબ્દો સામે રિધમે ગાડીને ફર્સ્ટ ગીયરમાં જ રેસ […]

અંધારી રાતનો ગરબો…! ભાગ–૮

તે સુંદરતાનો મધપુડો જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ તેની પાછળ ભીની અને મીઠી સુવાસ છોડતો ગયો. તેની ચાલ વિશ્વાસથી ભરેલી હતી અને તે મદમસ્ત સુવાસ ખોતરના કેબિનની અંદર દાખલ થતા જ ખોતરના ચહેરા પર મુશ્કુરાહટ આવી ગઇ. તેને આવકારતા ખોતરે કહ્યું, ‘આવ શૈલી, હું તારી જ […]

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૮

સુંદરાએ આંખ ખોલી ત્યારે સવારના દસ વાગ્યા હતા. તેના પપ્પા સુંદરા પાસે આવ્યા તો ભેટીને રડી પડી…. ‘પપ્પા…. પપ્પા…..!’ ‘કેમ શું થયું સુંદરા…? ચલ, જલ્દી ફ્રેશ થઇ જા…. દસ વાગી ગયા આજે દુર્ગાષ્ટમીની પૂજા કરવાની છે… બહુ મોડુ થયું છે…. હું સવારે બે ત્રણ વાર તને ઉઠાડી ગયો […]

દાંડિયાની જોડ | ભાગ–૭

‘પપ્પા, આ તમારી પ્યારી દાંડિયાની જોડ…!’ રાત્રે ઘરે પહોંચીને સ્વરાએ દાંડિયાની જોડ તેના પપ્પાને હાથમાં આપતા કહ્યું. શ્રૃજલે કાંઇ પણ પુછ્યા વિના તે જોડ હાથમાં લીધી અને થોડીવાર તેની સામે જોઇને ‘ગુડ નાઇટ’ કહી પોતાના રૂમમાં ચાલ્યાં ગયા. સ્વરાને પણ આશ્ચર્ય થયું કે આજે પપ્પાએ મારી સાથે કેમ […]

અંધારી રાતનો ગરબો…! ભાગ–૭

મયંકને રાત્રે ઉંઘ નહોતી આવતી. દિશાર્થીનો સુંદર ચહેરો તેની સામે વારંવાર આવી રહ્યો હતો. સાવ લગોલગ આવીને ઝુંટવી લીધેલો પ્રેમરસ પણ તેને યાદોમાં મધુરો લાગી રહ્યો હતો. મયંકે એકાએક ઉભો થઇને પેલુ ઝાંઝર હાથમાં લીધુ અને તેનો રણકાર સાંભળી જોયો. આ એ જ અવાજ જે દિશાર્થીના ઝાંઝરનો હતો […]

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૭

નવરાત્રી આગળ વધી રહી હતી…. મડદાંની ચોરી, અઘોરી સાથે થયેલી ઝપાઝાપી, તેના કમંડળમાં જોયેલું દ્રશ્ય, સુંદરાને વાવામાં થયેલો ખૉફનાક અનુભવ, સુંદરાએ આપેલ ચીઠ્ઠી અને રખડેલ રેડિયોની બાતમી અને મોહિનીના પિતાનો નંબર બધા પર ખોતર શાંતિથી વિચારી રહ્યો હતો… ત્યાં જ તેના મોબાઇલની રીંગ રણકી, ‘નોરતાની રાત આવી, નોરતાની […]

દાંડિયાની જોડ | ભાગ–૬

કોલેજમાં સ્વરાને રિધમ સામે દેખાતા જ તે ઝડપથી તેની પાસે ગઇ અને કેન્ટીન પાસે જ ઉભો રાખ્યો. રિધમ દરરોજ દાંડિયા લાવવાનું ભૂલી જતો અને બહાના બનાવતો હતો. ‘રિધમ… તું મને પેલી દાંડિયાની જોડ આપી દે…’ સ્વરાએ રિધમ પાસે આજે તો પઠાણી ઉઘરાણી કરી. ‘સ્વરા… એ દાંડિયાની જોડ તો […]

અંધારી રાતનો ગરબો…! ભાગ–૬

અંધકારમાં દિશાર્થી અને મયંકનું પ્રગાઢ આલિંગન વધુ ચુસ્ત બની રહ્યુ હતુ એ જ સમયે ગરબાની ધૂન ચાલી રહી હતી, ‘લગ જા ગલે કી ફિર યે હસી રાત હો ન હો…. શાયદ ફિર ઇસ જનમ મેં મુલાકાત હો ન હો…!’ ભીના ભીના હોઠની મદમસ્ત યુવાનીનો પ્રથમ સ્પર્શ માણવા મયંક […]

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૬

સવારે દસેક વાગ્યે ખોતરે આંખ ખોલી… જમણાં હાથ પર પાટો હતો… અંદર થોડું થોડું દર્દ થઇ રહ્યું હતું….! ‘સાહેબ… સાહેબ… ગજબ થઇ ગયો… બધુ છાપામાં આવી ગ્યું….!’ ખોતર આંખ ખોલે એની જ રાહ જોઇને કનુ કોન્સ્ટેબલ સામે જ બેઠો હતો. ‘શું છાપામાં આવ્યું…?’ ખોતરે સહેજ બેઠાં થતાં કહ્યું. […]

દાંડિયાની જોડ ભાગ–૫

‘પપ્પા હું થાકી ગઇ છું, ગુડ નાઇટ’ એટલું કહી સ્વરા પોતાના બેડરૂમમાં ચાલી.. ડ્રોઇંગરૂમમાં એકલા પડેલા શ્રૃજલની આંખો સ્વરા અને રિધમને મળેલા બેસ્ટ ગરબા જોડીના એવોર્ડ પર સ્થિર થઇ અને તે એક એવા ભૂતકાળમાં ખોવાઇ ગયો જે તેને વર્ષો પહેલા દફનાવી દીધો હતો… એ નવરાત્રિની યાદ… કોલેજની ભવ્ય […]

અંધારી રાતનો ગરબો…! ભાગ–૫

ઇન્સ્પેક્ટર ખોતર તેની આદત મુજબ ટુથપીકથી દાંત ખોતરી રહ્યો હતો. તે એકપછી એક બધા હરણીયા તળાવથી લઇને યંગ કલ્ચર પાર્ટી પ્લોટના બધા ડ્યુટી પરના પોલીસને વારાફરતી સાંભળી રહ્યો હતો. પાર્ટી પ્લોટના સીસીટીવી ફૂટેજમાં પણ અંધારુ હોવાથી ફક્ત કાચ તુટતા દેખાઇ રહ્યા હતા… તે કારની આસપાસ કોઇ નહોતું. ‘એટલે […]

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૫

‘ડીંગ ડોંગ…!’ ડૉ. ખેરે બેલ મારી અને પછીનું પેશન્ટ દરવાજાની અંદર આવ્યું. ફાઇલ ટેબલ પર મુકી અને તે કપલ ડોક્ટર સામે તાકી રહ્યું. ‘હમ્મ્મ બેન, બોલો શું થયું છે ?’ ‘ચોથો મહિનો છે…’ બેનના બદલે ભાઇ બોલ્યા. ‘હા, તો પહેલા તપાસ કરી લઇએ અને દવા શરૂ કરી દઇએ….!’ […]

દાંડિયાની જોડ ભાગ–૪

સ્વરા અને રિધમનું ગ્રુપ ઝડપથી પાર્ટીપ્લોટમાં દાખલ થયું. નોરતાની રમઝટ જામી હતી અને સાથે સાથે યુવાન હૈયાંઓ હિલોળે ચઢ્યા હતા. જો કે હવે નવરાત્રિ એટલે શક્તિ આરાધના અને દુર્ગાપૂજાની મહિમા ભૂલી સૌ હિંદી ગીતોના સૂરે નાચી રહ્યાં હતા. બે તાલી, ત્રણ તાલી, હિંચ જેવા પરંપરાગત ગરબાના સ્ટેપો બદલાઇને […]

અંધારી રાતનો ગરબો…! ભાગ–૪

આજે બીજી ઓક્ટોબર, ચોથુ નવરાત્ર અને ગાંધીજયંતિ. ચારેબાજુ સ્વચ્છતા અભિયાન અને ગાંધીબાપુના વિચારોની બોલબાલા એકાએક વધી ગઇ હતી. મયંકની આખી કોલેજ પણ સફાઇ અભિયાનમાં સક્રિય રીતે જોડાઇ હતી. શહેરના દરેક વિસ્તારને ટીમ પ્રમાણે વહેંચી દેવામાં આવ્યા હતા. મયંક અને તેમની ટીમને ભાસ્કર તળાવના પૂર્વ તરફના ભાગની સફાઇની જવાબદારી […]

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–4

વાવ ના ખોફનાક અનુભવ પછી સુંદરા ડરી ગઇ હતી…!! પણ કેમ જાણે તેનું મન વારેવારે તે ચીઠ્ઠી તરફ ખેંચાતુ હતું. વાવ તરફ કોઇ અજાણ્યો ચહેરો તેને આકર્ષી રહ્યો હતો. તે ચીઠ્ઠીમાં લખેલ નંબર પર બે ત્રણ વાર ફોન કરવા પ્રયત્ન કરી જોયો પણ હવે ફૉન સ્વિચ ઑફ આવતો […]

દાંડિયાની જોડ ભાગ –૩

એ વર્ષો પછીનો આંગળીના ટેરવે અનુભવાયેલો સ્પર્શ શ્રૃજલને રોમાચિંત કરી રહ્યો હતો કે તેના ખાલીપાને ભરી રહ્યો હતો તે શ્રૃજલ નક્કી કરી શકતો નહોતો પણ આજે તે લાગણીના પ્રવાહમાં વહીને ઇતિહાસમાં ખેંચાઇ રહ્યો હતો. શ્રૃજલને ખ્યાલ આવ્યો કે આજે ઘણા વર્ષો પછી તેને પોતાનું પર્સનલ લોકર ખોલ્યું છે….. […]

અંધારી રાતનો ગરબો…! ભાગ–૩

મયંક તે દેહાકૃતિ તરફ આગળ વધ્યો અને મયંકને વિશ્વાસ જ હતો કે તે આવાજ દિશાર્થીનો જ છે…! તે ભાન ભૂલીને તેના તરફ દોડ્યો…! તે દેખાકૃતિ પણ આગળ આવી.. મયંક તેની લગોલગ આવીને બોલ્યો, ‘મને હતુ જ કે તુ આવીશ….!’ ‘પણ, મને નહોતી ખબર કે આપણે ફરી મળીશું…!’ મયંકની […]

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૩

સુંદરા ગઇ રાત્રે ખૂબ જ ડરી ગઇ હતી. વાતાવરણમાં ઠંડીનો ચમકારો, સ્લીવલેસ ડ્રેસ અને વાવમાં થયેલ ભયાનક અનુભવને કારણે રાત્રે સહેજ તાવ ચઢી ગયો હતો. ચીઠ્ઠી વાંચવાની રાત્રે હિંમત થઇ નહોતી… પણ સવારે ઉઠીને બેડ પર જ ચીઠ્ઠી હાથમાં લીધી અને ધીરે ધીરે તેની દબાયેલી ગળીઓ ખોલવાનું શરૂ […]

દાંડિયાની જોડ ભાગ-૨

થોડીવારમાં ફરીથી ડોરબેલ વાગી એટલે બહાર ડોરબેલ વગાડનારને ઉતાવળ હોય તેમ લાગ્યું. શ્રૃજલે ઝડપથી દરવાજો ખોલ્યો અને સામે રાજકુંવર જેવો સોહામણો યુવાન ઉભો હતો. એકદમ ગોવાળીયા જેવા વેશમાં અને માથે મોરપિચ્છ લગાવેલી એક પાતળી રીંગ આકર્ષક લાગતી હતી. ‘અંકલ, હું રિધમ, સ્વરાનો ક્લાસમેટ…’ તેને ખૂબ શિસ્તપૂર્વક ઘરમાં પ્રવેશ […]

અંધારી રાતનો ગરબો…! ભાગ–૨

મયંકને એક એક ક્ષણ હવે યુગો યુગો જેવી લાગી રહી હતી. તે સમય કરતા ઘણો વહેલો એક વર્ષ પહેલા નિશ્ચિત કરેલી જગ્યાએ આવી ગયો હતો. તળાવની બાજુના રસ્તાની સાઇડ પર બાઇક પાર્ક કરી તેની આંખો ચોતરફ કોઇને શોધી રહી હતી. વરસાદી વાતાવરણને કારણે વાતાવરણમાં ઘણી ઠંડક હતી. કોઇએ […]

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ – ૨

ફોન કટ કરી કપાળે રેલાયેલો પરસેવો વિશ્વાસે હાથરૂમાલથી દૂર કર્યો. દર નવરાત્રીમાં દુર્ગામાતાના મંદિરે બહુ ભીડ હોય છે પણ કોરોનાનાને કારણે આ વર્ષે બહુ ભીડભાડ તો નહોતી જ…! પણ કોઇ બાધા પૂરી કરવા કે કોઇ પોતાની વર્ષોથી નવરાત્રીમાં માથું ટેકવવાની નેમ પૂરી કરવા તો આવતું જ હતું. વિશ્વાસે […]

અંધારી રાતનો ગરબો..! ભાગ–૧

‘આવી આસોની રઢીયાળી રે રાત…!!’ જેવા જુના ગરબા ભૂલીને ડીજેના તાલે હિલોળે ચઢવા સૌ થનગની રહ્યા હતા. ફ્રેન્ડ સર્કલ અને પાર્ટી પ્લોટના કલ્ચરમાં ફેરવાયેલી નવરાત્રીને મનભરી માણવા ખેલૈયાઓએ બધી તૈયારીઓ પણ કરી લીધી હતી. મયંકને પણ ગરબાનો ભારે શોખ. નવરાત્રી હોય કે યુથ ફેસ્ટીવલ, ગરબાના અવનવા સ્ટેપ શીખવા […]

દાંડિયાની જોડ ભાગ-૧

‘મારા દાંડિયા ક્યાં મુક્યાંક છે મમ્મી ?….’ સ્વરાના મુખેથી શબ્દો તો નીકળી ગયા પણ તે પછી સાવ સૂનમૂન બની પોતાના રુમના બેડ પર ફસડાઇ પડી. સ્વરાના મુખેથી નીકળેલો ‘મમ્મી’ શબ્દ તેના મનોતરંગને હલબલાવી ગયો. જ્યાંથી કાયમ વાત્સલ્ય, કરુણા અને સ્નેહની સરવાણી નીકળતી હતી તે શબ્દ ઉચ્ચારણથી આજે સ્વરા […]

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…!ભાગ–૧

સવારનું પહેલું કિરણ પથરાતાં જ વ્હાઇટ ફોરચ્યુનર કાર શહેરથી થોડે દૂર રોડની સાઇડ પર સૂમસામ જગ્યા મળતા બ્રેક મારીને ઉભી રહી ગઇ. બ્લેક ફિલ્મ કૉટેડ ગ્લાસની અંદર શું થઇ રહ્યું છે તે બહારના લોકો માટે કળવું મુશ્કેલ હતું. પણ…. અંદર બેઠેલા હેન્ડસમ યુવાને બાજુમાં બેસેલી સુંદરાને બાહુપાશમાં લેવા […]

મોહનીયાનું પ્રાયશ્ચિત

સવાર-સવારમાં સ્કુલમાં દોડધામ મચી ગઇ હતી. ‘સાહેબ… સાહેબ…મોહનીયો નથી આઇવો……!’ આ ફરીયાદ તો ગઇકાલે’ય થઇ હતી અને હાજરીપત્રકમાં મોહનીયો તો ગઇકાલે પણ ગેરહાજર હતો. આદિવાસી વિસ્તારના છેવાડાંના ગામની શાળામાં વિદ્યાર્થીઓની સળંગ બે ત્રણ દિવસોની ગેરહાજરી તો સાવ સામાન્ય બાબત હતી. કેટલાય વિદ્યાર્થીઓ સ્વાદિષ્ટ મધ્યાન ભોજન કે સરકારી લાભો […]

માસ્ક

‘ધારુ, આજે તો તારે મારા ઘરે આવવું જ પડશે.’ શાકભાજીવાળાને ત્યાં ધારીત્રીને જોઇને તેની જુની સખી સરિતાએ આગ્રહપૂર્વક કહ્યું. ‘ના સરિતા… પછી ક્યારેક…!!’ ધારીત્રીએ પોતાના ચહેરાને માસ્કથી વધુ ઢાંકતા કહ્યું. ‘આ તારુ પછી… પછી બહુ થયું…. આજે તો તને તારા ઘરે જવા જ નહી દઉં…! ઘરે ગણેશજીની સ્થાપના […]

રથયાત્રા

આજના રથયાત્રાના પ્રસંગે વાંચવા જેવી વાર્તા. અષાઢી બીજની સુરમ્ય સવાર…! જેઠ મહિનાની ગરમીથી ત્રસ્ત લોકોને માથે કાળા ડિબાંગ વાદળાઓ સ્વયંભૂ ફેલાઇને છાંયડો આપી રહ્યા હતા. ઇંદ્રરાજાનો કોપ તો એ ગોકુળના ગોવાળીયાએ ગોવર્ધન ઉંચક્યા પછી તો સાવ અદ્રશ્ય થઇ ગયો હતો. હવે તો તેઓ શીતળ અને સૌમ્ય બની ધરતીને […]

કોરોના-બોનસ

રાધે ઇન્ડસ્ટ્રીઝના ગેટથી થોડે દૂર કેટલાક કામદારો ભેગા થયા હતા. સીસીટીવી કેમેરાની રેંજથી તેઓ દૂર જઇને અંદરોઅંદર કોઇ ખાનગી ગુસપુસ કરતા હતા. ‘એક લક્ઝરીવાલે સે મેરી બાત હો ગઇ હૈ, વો હમારે તહસિલ તક હમે લે જાયેગા, એક જને કા તીન હજાર તય કિયા હૈ….! યે પગાર મીલતે […]

વાયરલ કરવા જેવી વાત

મારા ઘાસમાંથી બહાર નીકળો આપણે કોઇની સાથે સહેજ પણ અણછાજતું વર્તન કરીએ તો તેની પ્રતિક્રિયા પણ એટલી જ ભયંકર હોય છે, અને એમાંય જો તેનો હોદ્દો ઉંચો હોય તો વાત જ ન પૂછો…!! રાજકીય કે બિનરાજકીય નાના હોદ્દાવાળાં પણ તેમના કેટલાય ટેગ લગાવીને રોફ જમાવતા આપણે દરરોજ જોઇએ […]

કચરાની મુદત

વિશ્વ પર્યાવરણ દિવસ પરની એક વાર્તા: કચરાની મુદત ‘કચરાભાઇ હાજીર હો….!!’ જજની પાછળથી ગળાફાડ અવાજની સાથે આજના કેસના મુખ્ય આરોપી કચરાભાઇને કોર્ટના કઠેડામાં આવવાનું ફરમાન થઇ ગયું. કોર્ટના છેક ખૂણામાં બેસેલા કચરાભાઇ રુઆબથી ઉભા થયા અને ધીરે ધીરે કઠેડા તરફ આગળ વધ્યાં. નામ પ્રમાણે જ તેના ગુણ… તેના […]

વાર્તા – એપ્રિલ ફૂલ

વાર્તા – એપ્રિલ ફૂલ ‘કેમ શું વિચારો છો.. રાતના બાર થવા આવ્યા… ઉંઘ નથી આવતી…?’ રમાએ પોતાના પતિ મનોહર તરફ પડખું ફેરવતાં કહ્યું. ‘તને કેવી રીતે ખબર પડી કે હું જાગું છું…?’ મનોહરે આંખો બંધ કરીને જ જવાબ આપ્યો. ‘તમારી પત્ની છું… તમારા શ્વાસોશ્વાસ પરથી જ ખબર પડી જાય […]

એડમિશન

વાર્તા :– એડમિશન ‘જૈમિન, હવે આપણે અંશના એડમિશન માટે સિરિયસ થવું જોઇએ.’ ઓફીસેથી ઘરે આવતા જ અંજલીએ જૈમિનને ભારપૂર્વક કહ્યું. જૈમિન હજુ તો ઓફિસેથી આવ્યો જ હતો અને તે થોડો થાકેલો હતો છતાંપણ જવાબ વાળ્યો, ‘જો અંજલી હવે તો આપણે સ્કૂલ સિલેક્ટ નથી કરતાં પણ સ્કૂલ આપણને સિલેક્ટ કરી […]

રજાચીઠ્ઠી

વાર્તા: રજાચીઠ્ઠી ઘરમા વેકેશનની તૈયારીઓ તડામાર ચાલી રહી હતી. ‘ચાર દિવસ પછી તો આપણે પ્લેનમા બેઠા હોઇશું….. અને ખૂબ મજા કરીશુ…!’ મમ્મી તો ગોવા જતી ફ્લાઇટમા જાણે સૌ બેસી ગયા હોય છે તેવુ આભાસી ચિત્ર મોટા દિકરા આયુધ અને નાની દીકરી રીધ્ધીને બતાવી રહી હતી. ‘અને જો મમ્મી… […]

મામાનું ઘર કેટલે

વાર્તા : મામાનું ઘર કેટલે…..?? મયંક પોતાના મનને મનાવીને મામાના ઘરે દસ વર્ષ પછી આવ્યો હતો. ખૂબ જાહોજલાલી અને ભૌતિક સુખો વચ્ચે આળોટેલા મયંકને તો ગામડાંમાં જવું એ જ સજા હતી, અને તેમાં પણ ખૂબ સિધ્ધાંતવાદી અને સમયના આગ્રહી મામા પાસે મયંકનો ક્યારેય મનમેળ નહોતો થતો. મામા શહેરની […]

હેપ્પી ફાધર ડે

વાર્તા – હેપ્પી ફાધર ડે વાયુ વાવાઝોડું ભલે ફંટાઇ ગયું હોય અને જેવી આગાહી થઇ હોય તેવી તારાજી સર્જી ન હોય પણ કિરણભાઇને તો હમણાં થોડીવાર પહેલા આવેલા ફોનથી જ આગોતરા વાવાઝોડાના એંધાણ આવી રહ્યા હતા. વિચારવાયુ વધી રહ્યો હતો અને કોઇને કહી ન શકાય તેવી અકળામણ અનુભવી રહ્યા […]

મોટી બાની લાપસી.

મોટી બાની લાપસી. કાગવાસ નાખ્યા પછી અમોલ તો સવારે જ ઓફીસે ચાલ્યો ગયો હતો. ઉત્તરાની સાસુના વડસાસુનું આજે શ્રાધ્ધ હતું. જો કે અમોલ કે ઉત્તરાને હવે તેમનું નામ પણ યાદ નહોતું તો તેમનું શ્રાધ્ધ ક્યાંથી યાદ હોય ? આ તો વહેલી સવારે જ બાએ ઉત્તરાને કહી દીધુ હતુ […]

એય છોટુ… એક કટીંગ

‘એય છોટુ… એક કટીંગ…!’ સાંજના છ વાગ્યા… મારી ચાની તલપ જોર કરવા લાગેલી. ‘એય છોટુ… એક કટીંગ…!’ ચાની લારી પર ટેબલ સાફ કરતા છોકરાને જોઇને મેં ઓર્ડર આપ્યો. ‘હા.. સાબ… સ્પેશ્યલ કે રેગ્યુલર…‍!’ પેલા છોકરાએ તેની આદત પ્રમાણે પુછી લીધું. ‘અરે… સ્પેશ્યલ હી…! દેખતા નહી… બડે સાબ હૈ…!’ […]

દેશભક્તિ ગીત સ્પર્ધા

દેશભક્તિ ગીત સ્પર્ધા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શહેરની ખૂબ જ પ્રખ્યાત સનરાઇઝ પ્રાઇમરી સ્કુલમાં દેશભક્તિગીત સ્પર્ધા હતી. આ સ્પર્ધામાં શહેરની દરેક પ્રાથમિક શાળાની ફક્ત એક જ એન્ટ્રી લેવામાં આવતી. તેમાં પ્રથમ આવનારને અગિયાર હજાર રુપીયાનું રોકડ ઇનામ અને વીરબાળની ટ્રોફી મળતી એટલે શહેરની […]

કંઇક ખૂટે છે

કડીના દાનવીર, કર્મવીર શ્રી ડાહ્યાભાઈ પટેલને સમર્પિત વાર્તા : કંઇક ખૂટે છે…! ‘જો ને દિલીપ…. ઓફીસની બહાર પેલા લોકો કેમ આવ્યા છે ?’ ઓફીસની અંદર બેઠેલા મોટાભાઇની નજર બહાર ઉભેલા કેટલાક વ્યક્તિઓ તરફ ગઈ. ‘શેઠ… એ વેપારી નથી… બાજુના ગામડેથી આવ્યા છે, તેમની દિકરીને ભણવા માટે મદદની જરુર […]

ગાંઠ

ગાંઠ ‘આ બ્રેઇન ટ્યુમર જ છે, મારો શક સાચો જ હતો.’ ડોક્ટરે એમઆરઆઇ બ્રેઇનની એક સ્લાઇડ લાઇટની સામે રાખીને તેમાં એક અલગ તરી આવતા કાળા ધબ્બા ઉપર આંગળી અડાડીને કહ્યું. ‘એટલે ગાંઠ…?’ ડોક્ટરની સામે બેસેલા નિર્ભયના શબ્દોમાં ભય અને વેદનાની અસર હતી. નિર્ભય હજુ કોલેજના બીજા વર્ષમાં હતો […]