Category: Dilip Ghaswala

જેવો છે સમય

ગઝલ :- જેવો છે સમય ભૂલેલા આ ભાન જેવો છે સમય; ભટકી ગયેલા ધ્યાન જેવો છે સમય. રાજવીની ધાક ગઈ છે ઓસરી; ખાલી ખાલી મ્યાન જેવો છે સમય. પ્રાર્થના માં કે અઝાન માં એ નથી; અંતે તો ભગવાન જેવો છે સમય. પ્રસ્વેદી જળથી ઉછેર્યા પાક ને; પ્રસન્નતાના ધાન […]

ખૂન વિશ્વાસનું

વાર્તા : ખૂન વિશ્વાસનું… અમદાવાદના વેપારીનો પુત્ર અર્જુન એક મિલમાં સામાન્ય કારીગરની નોકરી કરતો હતો. મોજીલો સ્વભાવ, કોઈને પણ મદદ કરવા તૈયાર. મિલમાં જ એનો બીજો મિત્ર કરણ ખાસ મિત્ર. બંને શાળા જીવનથી એક જ પાટલી પર બેસી ભણતા લંગોટીયા મિત્રો એકબીજાના સુખ દુઃખ શેર કરતા રહેતા. એક […]

નૂર છું

ગઝલ – નૂર છું સાત સૂરોના પછીનો સૂર છું, દેવકીની કૂખનું હું નૂર છું . વસ્ત્ર ચોર્યા, ચીર પણ પૂર્યા જુઓ, પ્રેમમાં હું એ રીતે મગરૂર છું. નીરખી રાધા ને મીરાનો પ્રણય, ભાન ભૂલી ઘેનમાં ચકચૂર છું. બંસી છોડી હું સુદર્શન પણ ગ્રહું, ધર્મ રક્ષા કાજ હું તો […]

સંભળાવો દિવ્યવાણી

હરિ ગીત – સંભળાવો દિવ્યવાણી.. મારી આંખમાંથી વહે અશ્રુપાણી , હરિ, મને સંભળાવો દિવ્ય વાણી. આપો મને એક એવો અવસર જેમાં હોય તમારો અણસારો, હું તો નીકળ્યો છું ઇશને પંથે બનીને એકલ પંડો વણઝારો. અંધારે મહેકે જ્યમ રાતરાણી, હરિ, મને સંભળાવો દિવ્ય વાણી. તારા લયમાં વિલીન થાઉં તો […]

ક્યાંથી?

ગઝલ હરિવર,આ ઝળહળતો આભાસ ક્યાંથી ? ફૂલો જેવી કોમળ આ કુમાશ ક્યાંથી ? શશી ને ખરીદી લીધો સ્કેવર ફીટે, ગગન ને મળે આવો અજવાસ ક્યાં થી? ચણી છે દીવાલો, કપાયા સબંધો, મળે ઉડવા અમને આકાશ ક્યાંથી? લૂંટી લાજ હેવાનો થઈ જાય બાપુ, તરે તો તરે એમની લાશ ક્યાં […]

હરી તમે

ગીત – હરી તમે હરી તમે આચમનીમાં ધરેલ પાણી , પંચામૃતની સોડમ લેશે અમને તાણી. હરી ઓઢો તમે આ હુંફાળો તડકો , એક એક રૂવાંડે હરિવર અમને ઉષ્ણ અડકો. સઘળી નદીઓનાં સ્મરણ જીહ્હવાગ્રે વાણી , હરી તમે આચમનીમાં ધરેલ પાણી.. ભીનાં વસ્ત્રે કરું હું જરી ને તરભાણું કોરું […]

કદંબ ડાળે

ગીત – કદંબ ડાળે.. કદંબ ડાળે યમૂના તીરે, સાંભળે વેણુરવ નો સૂર, સાંભળી બંસરી સૂર , રાધિકા થઈ ચકનાચૂર.. સૂણી વાંસળીના સપ્ત સૂર, દિલ થયુ અધીર, કાનૂડા આવવામાં શીદ ને લગાડે વાર ? બંસરી લાગે બધીર… શ્યામ વાદળ આંખે આંજી, શ્યામ વરસ્યો ઘેઘૂર, સાંભળી બંસરી સૂર , રાધિકા […]

સ્મિત જોઈએ

સ્મિત જોઈએ.. દુઃખ દરદ ને આવકારતો એક અવસર જોઈએ, આંખ ભીની હોઈ ત્યારે સ્મિત મુખ પર જોઈએ. હે, તબીબ ખોટા પ્રયાસો છોડ મરવા દે મને, મોત ના ફૂલો ની ખુશ્બુ છે ન અત્તર જોઈએ. રેશમી યાદો થકી પુલકિત થવાનું ભાગ્ય છે, મુગ્ધ કરતો મંત્ર આપે એવો ઈશ્વર જોઇએ. […]

વ્હાલ

રંગ પર્વ મુબારક.. કહ્યું હતું ફક્ત રંગથી રમજો ઑણ સાલ , તમે તો છાંટયું પિચકારીથી વ્હાલ. ઉરમાં ઉમટી પડ્યું રંગીન પુર, અંગ અંગ ઝંકૃત થઈ નાચે નૂપુર. રંગ ભીનું જોબન ભીંજાયું , થઈ જવાયું ન્યાલ, તમે તો છાંટયું પિચકારીથી વ્હાલ. છાંટો રંગો , એને અંગેઅંગ આજ ગોરી, કરો […]

ભારત માતાના ચરણોમાં

ગઝલ… ભારત માતાના ચરણોમાં… રામનો આ દેશ છે; પ્રેમનો સંદેશ છે. મસ્તિષ્કે આશીર્વાદ છે ; હિમાલય દરવેશ છે . ચેતવાનો છે આ સમય ; ગદ્દાર કાળા મેશ છે . ખોફનાક આ ખોફ છે ; કૃષ્ણનો પ્હેરવેશ છે . રંગ લીલો ઝેરીલો ; કેસરી આ ખેસ છે . થાશે […]

ઝાંઝર

ઝાંઝર… ઝાંઝરનો માદક રણકાર એટલે આહા… મેં તમને ખુબ ચાહ્યા..એટલે આહા.. હાથની બંગડીનો મધુર ખણકાર એટલે આહા.. અંધકારમાં સાથે બેસી ઓગળવું એટલે આહા.. ચાર હોઠો વચ્ચે થઈ એક ભીની મોસમ સ્વાહા.. નૂપુરના મધુર સુરીલા અવાજે મળવું એટલે આહા.. મળીને પછી ગળે મળવું એટલે આહા.. પાયલના રવ ના સથવારે […]

રમત સમજાય છે

ગઝલ – રમત સમજાય છે આયખું પૂરું થવા ને જાય છે, તેમ શ્વાસોની રમત સમજાય છે. ડૂબકી મારો અશ્રુના કુંડમાં , ડૂસકાંને ડુમાઓ પડઘાય છે. સાહિબીને પામવાનો લોભ છે , “બહુ થયું ભૈ” એવું ક્યાં કહેવાય છે? લાગણીઓ જડભરત થઈ સર્વની , ભાવ ભીના લોકો ક્યાં દેખાય છે? […]

બોજ કુમળા ફૂલનો

નવલિકા:- બોજ કુમળા ફૂલનો રિવાનો આજે કોર્ટમાં ફેંસલો આવવાનો હતો..છુટા છેડાનો. એ એકલી જ ગઈ..કારણકે એના મા બાપ એ, એના લગ્નની વિરુદ્ધમાં હતા..તરુણ અવસ્થામાં જ એક ટપોરી જેવા છોકરાને દિલ દઈ બેઠી..પુરતી જાણકારી વગર.. છોકરો કોણ છે? શું કરે છે? મા બાપ કોણ છે?? કેવા છે?? આ બધું […]

પપ્પાની ભેટ

વાર્તા : પપ્પાની ભેટ અમુલખ રાય શહેર ના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ. એમનો એકનો એક દીકરો સૌમ્ય નાનપણથી જ તેજસ્વી બધીજ કળામાં. શાળા જીવનથી જ તેણે ભણવામાં, રમતમાં, ગાવામાં, તરવામાં અનેક પારિતોષિક પ્રાપ્ત કરેલાં.. બસ એક જ વાતનું એને દુઃખ હતું કે એને એની મા નો પ્રેમ ક્યારેય ન મળ્યો. […]

આંખોનું રતન

વાર્તા – આંખોનું રતન ડૉ ચિંતને બેલ દબાવ્યો…ને કહ્યું , “નેક્સ્ટ?” અને ડોક્ટરની કેબીનમાં એક વૃદ્ધ દાખલ થયા. એમને જોતાજ ચિંતન ખુરશીમાંથી ઉભો થઇ ગયો. “દા તમે? કપિલ દા ક્યાં હતા આટલા વર્ષો?” એની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. કપિલ દા એ કહ્યું “જો આવી ગયો ને? મેં કહ્યું […]

આંસુની કિંમત

વાર્તા : આંસુની કિંમત દીપિકાબેનનું મૃત્યુ થયા બાદ ઘરની બધી જવાબદારી ધોરણ દસમાં ભણતી દીકરી સ્નેહા પર આવી પડી હતી. દીપકભાઈ એક શાળામાં પટાવાળાની નોકરી કરતાં હતાં. સામાન્ય આર્થિક સ્થિતિ હતી એમની. સ્નેહા એમના પિતાની ખૂબ જ કાળજી રાખતી હતી. ભણવામાં ખૂબ જ તેજસ્વી હતી. વગર ટ્યૂશને જ […]

હોઠની વાત હૈયે ધરબાઈ

વાર્તા – હોઠની વાત હૈયે ધરબાઈ ઝરણા બેનને અદ્વૈત જે એમનો દીકરો છે તેની આજે વર્ષ ગાંઠ હોવાથી પગે લાગવા આવ્યો. ઝરણાબેને આશીર્વાદ આપ્યા “ જીવતો રેજે દીકરા..ભગવાન ની દયા થી તારી પાસે બધું જ છે. ભણતર પૈસો નોકરી….ગણેશજી ને એક જ પ્રાર્થના કે મારા દીકરાને સરસ મજાની […]

કન્યા દાન

વાર્તા : “કન્યા દાન” શહેરના પ્રખ્યાત શેઠ ઘનશ્યામદાસની દીકરી હેત્વીના લગ્ન હતાં, આખું શહેર લગ્ન મહાલવામાં વ્યસ્ત હતું. ત્રણ દિવસ શેઠે બધાને બે ટાઈમ જમાડવાનું નક્કી કર્યું હતું. બઘીજ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આમંત્રણ અપાયા હતા. એક દિવસ સંગીત સંધ્યા બીજે દિવસે રાસ ગરબા અને ત્રીજા દિવસે લગ્ન. એમની એકની […]

પ્રેમ ની હુંડી

ગીત : “પ્રેમ ની હુંડી” લ્યો અમે તો આ કરી કોરા કાગળ પર સહી , હવે તમે નક્કી કરો , પ્રેમ ની હુંડી સ્વીકારવી કે નહી .. તમે કહેશો કે ખીલવું છે , તો અમે ફુલ થઈ ખીલશું , તમે કહેશો કે અસ્તિત્વ ભૂલવું છે ,ખુદ ઓગળી ભુલશું […]

સબંધ આવો પણ હોય શકે.

સબંધ આવો પણ હોય શકે. કવિતા અને પંક્તિ શાળાજીવનથી જ એક બીજાના ગાઢ મિત્ર. બંને એક જ સોસાયટીમાં રહે. બંનેના પારિવારિક સંબંધો પણ ઉષ્માપૂર્ણ. ધોરણ એક થી બાર એકજ શાળામાં એકજ બેંચ પર બેસી ભણતાં હતા. એકબીજા વગર જરા પણ નહી ચાલે. લડતા ઝગડતાં પણ પ્રેમ થી જ. […]

વિશ્વ રંગ ભૂમિ દિન મુબારક

વિશ્વ રંગ ભૂમિ દિન મુબારક… અભિનય ના શીખી પાઠો ,ચાલો નાટક કરીએ. મળેલા પાત્રને ભજવો, ચાલો નાટક કરીએ ; ગેબી સુનકાર મધ્યે થી પ્રવેશ કર્યો છે આપે; ભરમ ને ભેદ ઉકેલો ,ચાલો નાટક કરીએ; ભૂલી ને ક્યાં જશો,જે સંવાદો આપે લખેલા, કરીએ ના કોઈ ગોટાળો, ચાલો નાટક કરીએ; […]

મૌન રાખો

ગઝલ : મૌન રાખો વહાણ જો ડૂબતા દેખાય તો બસ મૌન રાખો.સબંધે દૂરતા દેખાય તો બસ મૌન રાખો. ચણો ખાલી ખાલી વાગે ઘણો જોયા કરીએ,ડફોળી મુર્ખતા દેખાય તો બસ મૌન રાખો. નડે છે કોણ કોને એ યક્ષ પ્રશ્નો સળગતાં,ઉકેલો ખૂટતાં દેખાય ત્યારે મૌન પાળુ છું. અજ્ઞાની જ્ઞાત હોવાનો […]

ઝાંઝર

વાર્તા ઝાંઝર રૂખી ગામની પાદરે ઝુંપડી બાંધીને એના ભાઈ જોડે રહે. એમના માબાપ કોણ છે એ પણ એમને ખબર નહિ. એ બંને બહુ નાના હતા ત્યારે એમનો બાપ દારૂ પી ને મરી ગયેલો, અને એની મા એ ગામના ઉતાર જેવા જોડે ગામતરું કરેલું. બંને છોકરાને નોંધારા મૂકીને ચાલી […]

નજર બદલાઈ ગઈ…

નજર બદલાઈ ગઈ. આખો કોર્ટ રૂમ ખીચોખીચ ભરેલો હતો. આજે સુમંતરાયની મિલ્કતનો ચુકાદો આવવાનો હતો. મોટા દીકરા મુકેશે એની બેનને મિલકતમાં ભાગ નહિ મળે તે માટે કેસ કરેલો. સુમંતરાયે બધી મિલ્કતમાં એમની દીકરી નિતાને પણ ભાગ મળે એવી તજવીજ કરી હતી, જેનો વિરોધ દીકરા એ કરેલો. કોર્ટમાં હાજર […]

ચકુડી

વાર્તા : ચકુડી – એક બાળ વાર્તા ધડામ…. જોર થી અવાજ આવ્યો..અને બારીના કાચ તૂટી ગયો…. આચાર્યાએ એ જ તૂટેલી બારી માંથી બહાર જોયું. છોકરાઓ અને છોકરીઓ ક્રિકેટ રમતા હતા. બધાને કેબીનમાં બોલાવ્યા . ચુચી આંખ કરીને ગુસ્સામાં બોલ્યા “કોણે કાચ તોડ્યો? સાચું બોલો નહી તો કડક સજા […]

બાળપણ

બાળપણ.. સો માંથી સો નથી લાવતું મારું બાળક…પહેલા બીજા નંબરની દોડમાં નથી જોડાયુ મારું બાળક..ખૂબ રમે છે, સપના જુએ છે, જીદ કરે છે..અને કરી નાખે છે વાતો ..ક્યારેક તો સમજદારીની પણ ..અને હા તે વાંચે છે પણ એટલુ જ જેટલી એને લાગે છે જરૂર.કહી શકો છો તમે કે […]

ડેડી વગરનું ટેડી

લઘુ કથા : ડેડી વગરનું ટેડી નિત્યક્રમ પતાવી હું રોજના નિયમ પ્રમાણે મંદિર જવા નીકળ્યો..થોડે દુર ગયો હોઈશ ત્યાં એક લગરવગર બાળકી હાથમાં તૂટેલી ફુટેલી ઢીંગલી લઈને એક વિશાળ ટોય મૉલ માં એનાથી પણ કદમાં મોટા ટેડી ને બહારથી કાચમાં જોતી દેખાઈ. હું નજીક ગયો એને જોવા માટે […]

બોલો જય હિન્દ

બોલો જય હિન્દ તે દિવસથી મને શંકા ગઈ જ્યારથી એ યુવાન મારી ડ્યુટી ના સમયે જ રાતના અગિયાર વાગે રોજ આવે અને મારા નિગરાની હેઠળના એ.ટી.એમ. મશીનમાંથી માત્ર સો રૂપિયા ઉપાડીને ગાયબ થઈ જાય. હું એક કાશ્મીરની ખીણ માં આવેલી દુર્ગમ ટેકરી પર વોચમેન છું, મારી ડ્યુટી રાતે […]