Category: Dilip Ghaswala

ગીત : રોમેન્સ

સાયકલ પર બેસી હું ચાલ્યો કરવાને રોમેન્સ, સખી મારી જુએ છે રાહ, જઇને કરીશ હું તો ડેન્સ. આંસુ ને મુકયા છે બેંકમાં, હસાવવાનું મળે છે વ્યાજ, જેટલી ઉછળે ફાંદ એટલો પગાર, બંધ મુઠ્ઠીમાં સંતાડી લાજ. વેચીને ઝળઝળીયાં આંખોના, ખરીદ્યા છે ખુબ ખુબ ટેન્શ, સાયકલ પર બેસી હું ચાલ્યો […]

પલળવું જોઈએ

પામવા ઈશ્વર ને ભીતરથી પલળવું જોઈએ; સૂર્યને નભમાં જઈ કેવળ પ્રજળવું જોઈએ. શબ્દ ત્યારે પીગળે, પીડા પ્રસવની ભોગવો; આ પ્રખર તાપે કનક માફક પીગળવું જોઈએ. વ્હાલની વેલી એ ચડવું છે ? જરા થોભો સખી; ઋજુ નમણો ઢાળ નીરખી ને જ ઢળવું જોઈએ. અલવિદા ખુદ કાળ ને કહેવા સમય […]

સ્થાપી જૂઓ

ઝાડને કાપો નહીં સ્થાપી જૂઓ એ પછી ભીનાશને માપી જૂઓ. પાનની લીલાશમાં રણછોડ છે; વૃક્ષ ગીતા જ્ઞાન લાધી જૂઓ. લકકડ કોટે ચીરાતા વૃક્ષો ચીખે; બારણાને ઝાડમાં વાવી જૂઓ. કલ્પવૃક્ષે કામધેનુ તો મળે; છોડ લીલાં આંગણે વાવી જૂઓ. સાત પેઢી માનવીની ડુબશે; વેણ સંતુલનના ઉથાપી જૂઓ. ઝાડ શીખવે છે […]

એક જણ ની સભા

એક જણની સભા ભરી બેઠો, કામ મોટું છતાં કરી બેઠો. મારા સપના નો હું જ છું કાતિલ., હું જ મારો વકીલ બની બેઠો. કોણ શું આપશે નથી પરવા, જેણે જે માંગ્યું, તે ધરી બેઠો, જાણવા જિંદગી કરી કોશિષ, એનો ચહેરો જોઈ છળી બેઠો. એક સુનકાર ભરી સમી સાંજે, […]

રેશમ હોય છે

રેશમી લાગે હવા, ફરફરતું રેશમ હોય છે; યાદ તારી મઘમઘે છે એ જ મોસમ હોય છે. દુઃખોના આ ભાર વચ્ચે એક કૂણી લાગણી; એટલે તો જિંદગી આ ફૂલ-ફોરમ હોય છે. તું ભલે સાથે નથી,પણ સાથ કાયમ હોય છે; સંસ્મરણના રક્તરંગી શ્વાસે સોડમ હોય છે. શબ્દમાં જો વ્યક્ત કરવા […]

જરા ચેતો

લઘુ નાટિકા : “જરા ચેતો”   ડૉકટર : (ફોનમાં વાત કરતા) હા , હા તમારી તબિયતનું ધ્યાન રાખજો અને નાના બાળકનું ખાસ ધ્યાન રાખજો એને કોઈ ચેપ ન લાગે તેનું ધ્યાન રાખજો . (ફોન મૂકે છે. ) રમેશ : ડૉકટર અમે અંદર આવીએ? ડૉકટર : હા, હા આવો […]

તરહી ગઝલ- ડૂસકે ચડી છે

બનીને સતિ, એ ચિતાએ ચડી છે. તમારા વિના સાંજ ડૂસકે ચડી છે. નથી ઝુલ્ફ ની લટ કપાળેથી હટતી, જે નટખટ બની ખુબ માથે ચડી છે. ઝૂલાના કડા આજ પણ સાચવ્યા છે. પ્રણયમાં હજી ઠેસ ઝૂલે ચડી છે. ફૂટે માનવી માટલી જોઇ પહેલાં, પનીહારિ કૂવાને કાંઠે ચડી છે. ગઝલ […]

હેતાળ છે

વ્હાલ તારું કેટલું હેતાળ છે ? ઉષ્ણ શ્વાસોથી ભરેલી ઝાળ છે. તું મને ભૂલી ભલે , ના ભૂલતી, પ્રેમને ,એ આપણો ભૂતકાળ છે. ફુલનો રસ ચાખવાનો હોય તો; ચેતજો આ તો લપસણો ઢાળ છે. એક બીજામાં સમાયા એવા કે, કોણ કોને શોધશે, ક્યાં ભાળ છે? શ્વાસની સાથે વણાઇ […]

વસેલી છે

હજી આંખોમાં પ્યારી એ છબી એની વસેલી છે, એ પાછી આવશે જોવા નજર રસ્તે પડેલી છે. નથી ભુલ્યો હજી હું એનું ઘર એની ગલી રસ્તો. કે એના ઘરની સામે એ જ બસ જૂહી ચમેલી છે. ફરી જોવા મળે આજે મને માસુમ ચહેરો; કે એના ઘરની બારી આજ તો […]

ખુબ ગમતી વાતથી

ખૂબ ગમતી વાતથી મન વાળવાનું હોય છે. આપણે તો દોસ્ત આમ જ જીવવા નું હોય છે; આ જગત બસ ચેનથી ઉંઘી શકે એ કારણે, હા.. અમારે તો અહીંયા જાગવાનું હોય છે; એ જરૂરી તો નથી જે ચાહો એ તમને મળે, પણ બધા માંગે બધું એ આપવા નું હોય […]

હરખાશો

ઝાઝા હાથોથી ખેંચાશો ; લોકોના ઠેલે ઠેલાશો. ખોટી આશામાં ભરમાશો: નિરાશામાં જો હરખાશો. આંસુઓ પણ આ સંતાશે ભર વરસાદે જો ભીંજાશો ; સત્કર્મોને અપનાવ્યા તો, ઈશ માફક ઘર ઘર પૂજાશો. યાદો સાથે જો મલકાશો ; બે કાંઠે છલ છલ છલકાશો. અવસરિયા થઈને ઉજવાશો: તોરણ થઈ ઘ્વારે લહેરાશો -દિલીપ […]

મૌન રાખો

વહાણ જો ડૂબતા દેખાય તો બસ મૌન રાખો. ક્ષિતિજે દૂરતા દેખાય તો બસ મૌન રાખો. ચણો ખાલી ખાલી વાગે ઘણો જોયા કરીએ, ડફોળી મુર્ખતા દેખાય તો બસ મૌન રાખો. નડે છે કોણ કોને એ યક્ષ પ્રશ્નો સળગતાં, ઉકેલો ખૂટતાં દેખાય તો બસ મૌન રાખો. અજ્ઞાની જ્ઞાત હોવાનો કરે […]

સાંજની આરપાર

સાંજની આરપાર લાગે છે, પાક્ઝાદી દીદાર લાગે છે. સાદ છે કોઈ વિરહીનીનો વેદનાનો પૂકાર લાગે છે. આ શરાબી નયન માશા અલ્લાહ! શરબતી આ ખુમાર લાગે છે પીઠ પાછળ કરે છે ઘા દુશ્મન, મિત્ર નો ઉપહાર લાગે છે.. કોણ છે પ્રણેતા આ નેતાના? શિષ્ટાચાર ભ્રષ્ટાચાર લાગે છે. દિલ ની […]

રામનો આ દેશ

ગઝલ – રામનો આ દેશ રામનો આ દેશ છે; પ્રેમનો સંદેશ છે. મસ્તિષ્કે આશીર્વાદ છે ; હિમાલય દરવેશ છે . ચેતવાનો છે આ સમય ; ગદ્દાર કાળા મેશ છે . ખોફનાક આ ખોફ છે ; કૃષ્ણનો પ્હેરવેશ છે . રંગ લીલો ઝેરીલો ; કેસરી આ ખેસ છે . […]

ગુજરાત છે

ગઝલ – ગુજરાત છે હા, રગે રગ પાંગરી ગુજરાત છે, દિલની વચ્ચે સંઘરી ગુજરાત છે. જન્મ લીધો પોરબંદર શહેરમાં, ગાંધી ની વિશ્વંભરી ગુજરાત છે. શીશ આ ઝૂકે અદબથી માત ને, આ જ તો ઓળખ ખરી ગુજરાત છે. આત્મ ગૌરવથી છલોછલ ગુર્જરી, વિશ્વ આખેમાં વિસ્તરી ગુજરાત છે. છાતી છપ્પનની […]

ગઝલ: મા

કોણ કહે છે , તું નથી? સપને મળે છે મા , સર્વ આધિ વ્યાધિ ઉપાધી ટળે છે મા . જિંદગીના પ્રશ્નથી જો દિલ બળે છે મા ; એક ચિત્તે વાત મારી સાંભળે છે મા . લોહીના આંસુ વહાવે એક મા જ્યારે , દીકરો હોવા છતાં પણ ટળવળે છે […]

સમજી લીધી

ગઝલ – સમજી લીધી.. જિંદગી ને જીવવાની ફિલસુફી સમજી લીધી, મોત વેળાની અમાનત પારકી સમજી લીધી, સાકીએ જે જામ માં આપી મદિરા પી લીધી, ઉપદેશાતી ક્ષણો ને આખરી સમજી લીધી હોઠ પરની વાત હૈયા ને કહી દીધી અને, એમણે આ લાગણી ને શાયરી સમજી લીધી; આપતા તો આપી […]

જત જણાવવાનું સખી

જત જણાવવાનું સખી, જો પ્રેમનાં પુષ્પો ઝરે, સ્પર્શ તારો પ્રેમની વેલી બનીને પાંગરે. વ્યોમ ગંગાનાં કિનારે સાંભળું સૂરાવલી, મેળવીને સામવેદી સ્વર ઋચાઓ ઉતરે. શ્વાસનાં સૂત્રે પરોવી દો ગઝલનાં શે’રને. પ્રેમ ચંદરવો બની સુંદર ગઝલને આવરે. મઘમઘે કૈંક ઊર્મિઓનાં શબ્દરૂપી આ ફૂલો, લાગણી સૌ મસ્ત ઐરાવતસમી ક્રિડા કરે. ત્યાગ […]

થઇ ગયો

કાંઠો નજીક આવ્યો છે કે દૂર થઇ ગયો ? માનવીની જેમ શું એ મજબૂર થઇ ગયો ? દોલત કહો કે શોહરત સોગાત છે ખુદાની ; પામર મનુષ્ય શાને મગરૂર થઇ ગયો? દાનેશ્વરીનું સ્વાગત મન્દીરમાં થાય ચોગમ ; મુફલિસ ને માટે ઈશ્વર કાં ક્રૂર થઇ ગયો ? જાહોજલાલી જૂઠની […]

ગઝલ – વરસાદમાં..

ગઝલ – વરસાદમાં.. આંગણું કોરું રહ્યું વરસાદમાં ; જાણે હો દીવાલ આડે આભમાં. આમ પણ કયાં દૂર છે તું મારાથી ? જાય ને આવે છે શ્વાસોશ્વાસમાં. દૂર કોઈ એક પરદો સળવળે ; કેટલી વાતો ખુલી છે વાતમાં ? સાંજ ઢળતા એ વળે માળા ભણી ; જોમ છલકાતું રહે […]

નદી – તાપી માતાને અર્પણ

વિષય:- નદી – તાપી માતાને અર્પણ… તાપીમાતાના જન્મદિવસ નિમિત્તે…. જળ વિના સળગી મરે તાપી નદી ; શિકાયત કોને કરે તાપી નદી ? લોકમાતા રકતનાં આંસુ સારે ; કેટલા જુલ્મો સહે તાપી નદી ? કાંપ કચરાથી પ્રદુષિત હોય જો ; તો પછી કોને ગમે તાપી નદી ? શ્વાસ જળકુંભી […]

પર્ણ પડ્યું નદીમાં

ગીત:- પર્ણ પડ્યું નદીમાં… તાજુ લીલું પર્ણ પડ્યું નદીમાં નાહવા.. શરમની મારી નદી માંડી જાતને છુપાવા.. પર્ણ સાવ અબૂધ, પવનના સહારે નર્તન કરી ઉઠ્યું, ભૂલીને વહેવાનું નદીએ પૂછ્યું શું થયું ?? શું થયું?? છાલકથી છોળો એવી ઊડી કે નભ માંડ્યું ભીંજાવા, તાજુ લીલું પર્ણ પડ્યું નદીમાં નાહવા. પર્ણ […]

વરસાદી ગીત

વરસાદી ગીત ઉઠી આવ્યાં જુઓ ઝીણી વાંછટના લીલેરા સોળ ; ષોડસી કન્યા નાહી આજ પ્રથમ વર્ષામાં માથાબોળ. આળસ મરડીને કન્યા એ કર્યો પીયુને ભીનો સાદ ; ને પછી મન મુકીને વરસ્યો ભીનપવર્ણો વરસાદ. શરમની મારી એ થઇ ગઈ પાણી પાણી ને રાતીચોળ; ષોડસી કન્યા નાહી આજ પ્રથમ વર્ષામાં […]

વીજ ઝબકારે….

ગીત : વીજ ઝબકારે….. વીજળી ના ઝબકારે તમને જોયાને આ આખું આકાશ મને ઓછું પડ્યું, એક એક ઝબકારે પાંખો ફૂટીને મારું મનડું તો ઉડતુંને વાદળને અડક્યું…. કાળા ભંમ્મર તારા કેશમાં ગૂંથાતી એ વેણીનીમઘમઘતી સોડમમાં… હૈયું આ મારું હેતમાં ઘોળ્યું… વિજળીના ઝબકારે… માનસરોવરમાં સારસની જોડ સાથે હૈયા એ માંડી […]

પરીક્ષા

પરીક્ષા ભલે નાખો પરીક્ષાની આગમાં….. કેમરાનો ડર ના બતાવશો અમને ટેબ્લેટ બીક ના બતાવશો અમને. સૈનિક કદી ડરે નહી ગમે એવા દુશ્મનોથી, ખુમારી લલકારો નહિ,ના ડરાવો અમને. સામી છાતી એ જીતીશું જંગ પરીક્ષા કેરો, ડરશો નહિ તમે,અને ડરાવો ના અમને. જીતના દાવ શીખ્યાછે આપની પાસેથી, સત્યના પંથે થી […]

તમારું નામ છે

ગઝલ- તમારું નામ છે… હોઠ પર મારા તમારું નામ છે, એટલે દિલને હવે આરામ છે. પ્રેમની જગમાં કોઈ કિંમત નથી, પ્રેમ તો અણમોલ છે બેદામ છે . એટલું કહી દો મને બસ પ્રેમથી, કોને માટે આ નજરના જામ છે ? રાતભર રાધા રડી છે વિરહમાં; એટલે તો આ […]

તને ફરી સાંભરુ

કંઈક એવી કલ્પના તારી આંખમાં હું ચિતરું, આંબવા આકાશને હું તારામાં બસ વિસ્તરું. દિલ મારુ આ બની ચૂક્યું છે પથ્થર જેવું, લાવ છીણી ટાંકણા, નામ તારું અહીં કોતરું. હું પણા નો ભાર વેંઢારી રાખીએ છીએ, જીદે ચડી છે એ, તો હું ય શેનો ઉતરું!!!? પ્રેમનું ઝાપટું જો આંધી […]

જિંદગી

ગઝલ : જિંદગી મને તો જિંદગી દુઃખ માં બહુ ઝળહળતી લાગે છે, નિરાશાઓ બધી રસ્તા મહી ટળવળતી લાગે છે, નિશા ના ઘોર અંધારે અને આ ભાંગતી રાતે હજી અવની ઉપર આશા ની શમા બળતી લાગે સુણાવ્યું તે મને જે કાંઈ કથાનક એ નથી મારું, મને એમાં બીજી કોઈ […]

જીવવાનું મન થયું

ગઝલ- જીવવાનું મન થયું.. બસ ક્ષણોને રોકવાનું મન થયું, મોતને પણ જીવવાનું મન થયું. કૂંપળો ફૂટી દીવાલે જ્યારથી, ઓશબિંદુ પી જવાનું મન થયું. ઝાડ પરથી ઈંડા ચોરાયા પછી, વૃક્ષ કાપી નાખવાનું મન થયું. વાત મનની સાંભળી છે ક્યાં કદી ? મારી મનને જીવવાનું મન થયું. જીદ જીતી ને […]

બારી જોઈએ

બારી જોઈએ… આંખ ખુલ્લી બંઘ બારી જોઈએ પ્રેમમાં કયાં જાણકારી જોઇએ ? ચિતરે છે કોઈ રંગોળી મૂખે, ચિરોડીની મીનાકારી જોઈએ. શ્વાસ મુકયાં ગીરવે, આવે છે તું? આંખની સુની અટારી જોઈએ. કયારીમાં ફુલો ભલેને ના ઉગે, હોઠે ઝાકળ ની સવારી જોઈએ. એમ ના બેહોશ થાઉં ઓ પ્રિયે, આંખની તીણી […]

વલ્કલ વસંતી પહેર્યા હતા

ગઝલ- વલ્કલ વસંતી પહેર્યા હતા … પાનખર માં પર્ણો કેવા ડોલતા હતાં ? કે વસંતી વાયરાને કેવા તોલતા હતાં. ભીતરે હરિયાળી જાણે લીલીછમ હતી, કોઈ કોકિલ કંઠથી ખુદ બોલતા હતાં. કેસરી વલ્કલ વસંતી પહેર્યા હતા , આ કણેકણમાં જગતમાં આંદોલતા હતા આવરણમાં ભક્તિ રસ મહેકતો હતો, જઇને મંદિરમાં […]

પ્રેમ એક લગ્ન કે રમત…!!!

પ્રેમ એક લગ્ન કે રમત…!!! પ્રેમ એકનો એક દિકરો હતો અમુલખ રાય અને બીનીતા નો..ભણવા માં એકદમ હોંશીયાર.. આઈ.ટી. એન્જિનિયર બની ને મલ્ટી ઇન્ટરનેશનલ કંપની માં ઓફિસર બની ગયો હતો..છ આંકડાનો પગાર મળતો હતો..મા બાપ ફુલા નહિ સમાતા હતા દીકરાની પ્રગતિ જોઈ.હવે લોકો કહેવા માંડ્યા કે હવે પ્રેમ […]

વાર્તા: પ્રેમ એટલે કે

વાર્તા: પ્રેમ એટલે કે ઇતિ શૂન્યમનસ્ક ચહેરે ચિતાની જ્વાળાઓને જોઈ રહી હતી. એની આંખ સમક્ષ ગર્ભના અંધકારથી ચિતાના પ્રકાશ સુધીના દ્રશ્યો આંસુ સંગાથે ઉતરી આવ્યા. આજે એક મહિનો થઇ ગયો . સંબંધોની નાગફેણ જાણે કહી રહી હોય, ઇતિ , લ્યો સ્મરણના ઊંટ તો હાંફી ગયાને હવે ઇશાન તારા […]

એ વરસાદી સાંજ

વાર્તા : એ વરસાદી સાંજ… પ્રિય પર્જન્ય.. એ વરસાદી સાંજ…..તને યાદ છે? આજ બપોરથી જ વાદળ છાયું વાતાવરણ થઈ ગયું હતું ને સાંજ પડતાં જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. મનના આકાશમાં તો ધોધમાર વરસી રહ્યો છે આ વરસાદ. ચામડીની પાટી ને કોરી કરવાની મોસમ એટલે વરસાદ… તને […]

વરસાદમાં

ગઝલ વહાલના વાદળ ચડે વરસાદમાં, યાદના ફોરા પડે વરસાદમાં. કે તિમિર મેઘલ બને છે તેજીલો, વિરહી રાત્રી અડે વરસાદમાં. છે વરસવું રોજ તારી આંખમાં , તેજ સૂરજનું નડે વરસાદમાં. પાંપણો છલકાય આષાઢી ક્ષણે, યાદ તારી ગડગડે વરસાદમાં. એક ધારા રાત’દિ ભીંજાવવા , મેઘના ટીપાં લડે વરસાદમાં. મન તરાવે […]

વસંતે

ગઝલ કળીઓને બસ છેતરી છે વસંતે ગજબની રમત આદરી છે વસંતે, ધોળે દિવસે તારાઓ દેખાડી ને, કોમળ જાત ને વેતરી છે વસંતે , કળી તો શરમ થી બિડાઈ ગઈ ને, પવન ની અગન નિતરી છે વસંતે, વફાની કરી વાત ફૂલે..ખરી ને, શૂળો ની પથારી કરી છે વસંતે, કુસુમવત […]

મા…તું આવીશ ને…!!!!??

લઘુ કથા: મા…તું આવીશ ને…!!!!?? અને 6 વર્ષીય બાળક રેહાન રડતો રડતો શાળામાં થી બહાર નીકળ્યો..રડી રડી ને એની આંખો સૂઝી ગઇ હતી સ્કૂલના ગેટ ની સામે જ ઝમકું ડોશી મળી..એ રોજ રેહાનને બોર ખવડાવતી પણ પૈસા નહોતી લેતી..એણે એને પાસે બોલાવી પૂછ્યું,” કેમ રડે છે બેટા..?માસ્તરે માર્યું […]

લઇને આવ્યો છું

ગઝલ – લઇને આવ્યો છું. હદયના ભાવ ઊર્મિમાં ઝબોળી લઈને આવ્યો છું, સિતારાઓ તમારી આ કહાણી લઈને આવ્યો છું. દુઃખોના ન્હોરની મુખ પર નિશાની લઇને આવ્યો છું , નિરસ, લાચાર, રડતી જિંદગાની લઈને આવ્યો છું. હતાશા છે, નિરાશા છે, વ્યથા છે, આંખમાં પાણી , બધા કરતાં અલગ હું […]

મા તને પ્રણામ

મા તને પ્રણામ તારા શ્વાસે તો અમારુ આ ધબકતુ ઘર હતું મા, સુખી છાલકથી છલોછલ આંગણે સરવર હતું મા. ધોમધખતા સુર્ય શાપિત ગ્રીષ્મમાં છાંયો હતી તું, વહાલનું વાદળ વરસતુ શ્રાવણી ઝરમર હતું મા. દુ:ખમાં પણ શાતા મળતી : કેમ કે તું તો હતી ને ? તારી ટેકણ લાકડીથી […]

નથી ડરવાના

ગીત સંત નો હાથ છે અમ શિરે હવે નથી ડરવાના, ગુરુ વિના કોઈ શરણ નથી ડર નથી મરવાના. જીવન-મરણનો હરખ શોખ હવે હોય નહીં, ગુરુ વીંધે ગુરુ ચીંધે દિલ હવે રોય નહીં. હરિ નામના વાદળ થઈ કાયમ ઝરવાના, સંતનો હાથ છે અમ શિરે હવે નથી ડરવાના. કદંબના તીરે […]

દરિયાઈ યાદ

આજે શીદને તું ભરમાઈ? જાણી કઈ વાતોની સચ્ચાઈ? તું જો તું છે તો હું હું છું, તારી ને મારી શું સરસાઇ. છીપમાંથી મોતી છૂટે તો ?? વાતો દરિયાનો ક્યાં સમજાઈ? મત્સ્ય નો અવતાર મળ્યો છે, પાણી સાથે અખ્ખર ઢાઈ. ઘૂઘવતા મોજા શી યાદો, જાણે તરફડે કો ‘ જીવ […]

રાતભર

ગઝલ – રાતભર યાદમાં એની રડે તું રાતભર, શીખ જીવતાં તું હવે એના વગર. જે રીતે બદલાય ઋતુ એ રીતે, એમણે બસ ફેરવી લીઘી નજર એ હવે પાછી કદી ના આવશે, આમ એની વાટ તું જોયા ન કર. જિંદગી ની ધૂન બદલી જોઈ લે, ત્યારે સમજાશે તને કોઈ […]

ચાંદની

ગ્રીષ્મ રાતે ઝળહળે છે ચાંદની, આપવા ઠંડક અડે છે ચાંદની. તેં બિછાવી જાળ કેવી રૂપની? પાથરી છળ ટમટમે છે ચાંદની. તારલા થઈ યાદ વેરાઈ બધે , શોધવા એ નીકળે છે ચાંદની . ચાંદથી ઉધાર લીધું તેજ જે, લેતી દેતી ચૂકવે છે ચાંદની. જિંદગીમાં છે અમાવસ કાયમી, તું નથી […]

પતંગ છું

ગઝલ : પતંગ છું. કોઈ છોરી એ ચગાવેલો પતંગ છું, ઋજ હાથોએ મુકાયેલો પતંગ છું. દોર કાચી છે કે પાકી એ અજાણ છું, બે ફિકર શ્વાસે ઉડાવેલો પતંગ છું. પાંખ આપીને, પછી છળથી કાપી છે, ઉડતાં પહેલા ઘવાયેલો પતંગ છું. મારશે ગુલાંટ કે એ સ્થિર થાશે ??, અર્ધ […]