એક પોસ્ટમાં બધું સમાવવું શક્ય નહોતું એટલે આટલા પાર્ટ કર્યા છે, તો લાસ્ટમાં આપણે જોયું કે તમસ, રજસ અને સાત્વિક આહાર કોને કહેવાય એ. હવે અમુક રોગ વિષે અને શરીરના અગત્યના અંગો / ભાગોને કેમ સ્વસ્થ રાખવા તે જોઈશું.
બ્લડ પ્રેશર / ડાયાબિટીસ :
આ બંને બીમારીઓ બહુ જોવા મળતી બીમારીઓ છે. થોડું ધ્યાન શરીર અને ખોરાક પર આપવાથી આ બંને બીમારીઓમાં રાહત મળી શકે એમ છે. બસ જરૂર છે યોગ્ય જ્ઞાન, રીતભાતની અને માર્ગદર્શનની. વૈજ્ઞાનિક રીતે પુરુષોને એક દિવસમાં 2700 કેલોરી ની જરૂર હોય છે અને સ્ત્રીઓને 2300 કેલોરીની જરૂર હોય છે. સાધના / ધ્યાન રોજ કરવા વાળા લોકોને 1600 કેલોરી જ જોઈએ. રોજિંદા જીવનમાં આપણે મિનિમમ 3000 કેલોરી લેતા હોઈએ છીએ જયારે જરૂરી કેટલી હોય તે આપણે જોયું. હવે આ જે વધારાની કેલોરી છે તે શરીરમાં ચરબી (ફેટ) વધારવાનું કામ કરે અને ઘણાં રોગોનું કારણ બને.
બધાને સવાલ થતો હોય છે કે ચરબી પેટ પર જ કેમ વધુ જમા થતી હોય છે અને પેટની ચરબી કેમ જલ્દી ઘટતી નથી? તો તમે એક વાત વિચારો કે તમારા ઘરમાં સહુથી વધુ કચરો ક્યાં જમા થતો હોય છે? તો જવાબ મળશે કે જે જગ્યા રોજ ઉપયોગમાં ના લેવાતી હોય કે રોજ સાફ ના થતી હોય ત્યાં કચરો વધુ જમા થાય. આપણું પેટ પણ એવું જ અંગ છે જેનું હલન ચલન ઓછું હોય છે એટલે વધારાની કેલોરી દ્વારા જે ચરબી બને છે તે પેટના અને કમરના ભાગમાં જમા થઇ જતી હોય છે.
પેટની ચરબી ઘટાડવા માટે તમે ખુબ બધી કસરતો જોઈ કે સાંભળી હશે, પણ કપાલ ભારતી તે સહુ માં બેસ્ટ છે. સાથે થોડું ખાવાપીવામાં ધ્યાન આપવાથી પણ વધારાની કેલોરી પેટમાં ના જાય તે જોવાનું. આપણા ખોરાકમાં કાર્બોહાઇડ્રેડ, પ્રોટીન અને ફેટ બધું હોય છે. શરીર માટે ત્રણેય ચીજ જરૂરી છે પણ બધાનું માપ અલગ અલગ હોય છે.
કાર્બોહાઇડ્રેડ 60% (અનાજ અને ફ્રૂટ્સમાં વધુ હોય છે), પ્રોટીન 27% ( 10 પ્રકારની દાળ, કઠોળ, સોયાબીન અને નોનવેજ) અને ફેટ 13% (તેલ, ઘી, કોકોનેટ વગેરે)જમવામાં લેવું જોઈએ. 1 ગ્રામ કાર્બોહાઇડ્રેડ માં 4 કેલોરી હોય જે શરીરને એનર્જી આપવાનું કામ કરે. 1 ગ્રામ પ્રોટીન માં પણ 4 કેલોરી હોય જે શરીરને મજબૂત કરવાનું કામ કરે છે અને એટલે જ તમે જોયું હશે કે બોડી બિલ્ડર પ્રોટીન તરફ વધુ ધ્યાન આપતા હોય છે. 1 ગ્રામ ફેટમાં 9 કેલોરી હોય જે શરીર વધારવાનું કામ કરે.
સાચી ભૂખ લાગે ત્યારે સામાન્યતઃ સુર્યનાડી ચાલતી હોય છે અને ખોટી ભૂખમાં ચંદ્રનાડી ચાલતી હોય છે. ભૂખ લાગવાથી વધુ કેલોરી લેવાઈ જતી હોય છે, એટલે આપણે એ વાતનું ધ્યાન રાખવું કે ભૂખ્યા ના રહેવું, સમયાંતરે એટલે કે 24 કલાકના દિવસમાં 3 વખત યોગ્ય સમયે શરીરને ખોરાક આપી દેવો. બપોર અને રાત્રીના જમવાના સમયમાં 7 થી 8 કલાકનો ગેપ રાખવો જરૂરી છે. ભૂખ પેન્ક્રિયા લગાડે, અને તે શરીરમાં 2 ગ્રંથિ ઇન્સ્યુલિન અને ગ્લુક્યાગ્લોન ઉત્પન્ન કરે.
- ઇન્સ્યુલિન : કંઇક પણ ખાઈએ એટલે શરીરમાં ઇન્સ્યુલિન ક્રિએટ થાય. ઇન્સ્યુલિનનું ખોરાકને ગ્લુકોઝ બનાવીને લોહીને પહોંચાડવાનું કામ કરે છે. તેમાંથી લોહીને જરૂર હોય તેટલું ગ્લુકોઝ લે અને વધેલું ગ્લુકોઝ ફેટ માં કન્વર્ટ થઇ જાય છે, જેને લીધે ચરબી અને વજન બંને વધે. એટલે ઇન્સ્યુલિન શરીરને વધારવાનું કામ કરે તેમ પણ કહી શકાય.
- ગ્લુક્યાગ્લોન : ભૂખ્યા રહેવાથી શરીરમાં રહેલી ચરબીમાંથી (ફેટ) ગ્લુકોઝ ખેંચીને લોહીને પહોંચાડવાનું કામ કરે છે. અને તેથી એમ પણ કહી શકાય કે ગ્લુક્યાગ્લોન વજન ઘટાડવાનું કામ કરે છે.
ડાયાબિટીસ જેમને હોય તેમણે તસેલો /તૂરો સ્વાદ અને કડવો સ્વાદ હોય તે ખોરાક ખાસ લેવો જોઈએ. જેમ કે આંબળા, મેથી, કારેલા વગેરે. (આગળના ભાગમાં આ સ્વાદ વિશેની વિગતવાર વાત થઇ છે.) બે સમયના જમવાની વચ્ચેનો ગેપ વધારવો. લીલા શાકભાજીનો ઉપયોગ વધુ કરવો, બપોરના ભોજનમાં ખાસ.
શરીરમાં વિટામિનની કમીને લીધે ભૂખ લાગતી હોય છે તો જો સવારના નાસ્તામાં જરૂરી વિટામિન્સ લેવામાં આવે તો બપોરે અને રાત્રે જમવામાં જરૂર કરતા વધુ આહાર લેવામાંથી બચી શકાય અને સવારે લીધેલ વિટામિન્સ આપણને બીજી ઘણી બીમારીઓ અને શરીરના બીજા અંગોની જાણવણી માં પણ ઉપયોગી થશે જે આપણે આગળ જોઈશું. માટે સવારના નાસ્તામાં શું અને કેટલું લેવું તે જોઈએ. નીચે બતાવેલો નાસ્તો તમે કોઈ પણ નાડીમાં લઇ શકો, ત્યારે સૂર્ય કે ચંદ્ર નાડી ચેક કરવાની જરૂર નથી.
- 2 કાજુ
- 2 બદામ
- 5 પિસ્તા (મીઠા વગરના)
- 10 કિસમિસ
- 1 અંજીર
- 3 ખજૂર (ભીના / સૂકા નહિ)
- એક ચમચી ઘી
- સૂકા નારિયળ નો એક ટુકડો (શ્રીફળ)
- સાકર / મિસરી નો નાનો ટુકડો
- એક મુઠ્ઠી દાળિયા
- એક કપ દૂધ.
નોંધ: જેને ભારે નાસ્તો કરવાની આદત હોય અથવા આટલાથી સંતોષ ના થતો હોય તે પનીરના 2 ટુકડા ઉપર કહ્યું તેમાં એડ કરી શકે.
રાત્રેજમવામાં 7 અનાજનો મિક્ષ લોટની વાનગી : નીચેઆપેલી 7 સામગ્રી તે જ માપમાં લઈને તેનો લોટ બનાવીને રાંધવું.
- જુવાર – 2 કિલો
- ચોખા – 2 કિલો
- મકાઈ – 1 કિલો
- રાગી (Finger Millet) – 1 કિલો
- લીલા મગ – 500 ગ્રામ
- અળદની દાળ ( Black lentil) -500 ગ્રામ
- અળસીના બીજ (Flax seeds) 500 ગ્રામ
મગજ / બ્રેઈન :
આપણા મગજમાં 78% પાણી હોય છે માટે મગજને સ્વસ્થ રાખવા માટે શરીરમાં વોટર લેવલ મેઈન્ટેઈન કરવું ખુબજ જરૂરી છે. શરીરનું 25% ઓક્સિજન એકલા મગજને જ જોઈતું હોય છે માટે દિવસમાં મિનિમમ 2 વાર પ્રાણાયામ કરવું જોઈએ. (ઓક્સિજનની કોઈ પ્રકારની દવા માર્કેટમાં નથી જે આપણે આગળના ભાગમાં જોઈ ગયા છીએ.) મગજ માટે બીજા અમુક પોઇન્ટ પણ જોઈએ.
- ડ્રાય ફ્રૂટ્સનો નાસ્તો. (ઉપર દર્શાવ્યા મુજબ)
- મિનિમમ 6-7 કલાકની નીંદર.
- બીજ મંત્રનો જાપ.
- ધ્યાન / મેડિટેશન
- અજપા-જપ (મગજના વિચારોને શાંત કરવા માટે.)
આંખો / EYES :
આંખોની મુખ્યત્વે બે સમસ્યાઓ હોય છે જોવાની અને આંખની પાછળની નસ ની તકલીફ. જલન થવી, પાણી નીકળવું વગેરે. આંખોની કાળજી માટે અને ઈલાજ માટે શું શું કરી શકાય તે જોઈએ.
- સવારે ડ્રાય ફ્રૂટ્સનો નાસ્તો (ઉપર કહ્યા મુજબ) કરવાથી આંખોની 80% સમસ્યા ઉકલી જાય છે.
- ત્રિફલા નો ભૂકાની એક ચમચી પાણીના ગ્લાસમાં રાત્રે પલાળીને સવારે તે પાણી પીવું. (અગાઉ કહ્યું છે સ્વાદ ના વિભાગમાં.)
- રાત્રે જમીને પાન ખાવું. (વરિયાળી, ધાણાદાર અને ગુલકંદ સાથે. અગાઉ કહ્યું છે સ્વાદ ના વિભાગમાં.)
- ગાજરનો જ્યુસ
- અડધી વાટકી કોથમરી અને અડધી વાટકી ફુદીનો મિક્સ કરી તેનો જ્યુસ બનાવો, સવારે તે જ્યુસ ખાલી પેટે અડધો કપ લેવું. 10 દિવસ લઈને 15 દિવસનો બ્રેક લેવો.
દાંત / TEETH :
કેલ્શિયમ હાડકાં ની સાથે દાંત માટે પણ એટલું જ જરૂરી છે, કેલ્શિયમ માટે ગુંદ જેવું સારું બીજું કંઈ નથી. 27 થી 50 વરસની ઉંમરમાં ભેગું કરેલું કેલ્શિયમ પાછળની જિંદગીમાં ખુબ ઉપયોગી રહે. બબૂલ ગુંદ (ઓનલાઇન પણ મળે છે, એમેઝોન પર બબૂલ ગુંદ સર્ચ કરવું) લાવી તેનો બારીક ભૂકો કરવો. રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ગુંદનો પાવડર નાખી ને રાખવો. વહેલી સવારે 4 વાગે પીવું. તે પીધા પછી 3 કલાક સુધી કઈ ખાવું પીવું નહિ એટલે જ સવારે 4 વાગે પીવાનું કહ્યું છે, પછી સુઈ જવાની છૂટ છે. 10 દિવસ લઈને 15 દિવસનો બ્રેક લેવો ફરી 10 દિવસ લેવું અને 15 દિવસનો બ્રેક લેવો. આમ 4 વખત કરવું. પછી વરસમાં ફક્ત 4 વખત જ કરવું.
કેવિટી થવાનું કારણ પેટમાં જે જમવાનું સડી જાય તે છે. ઓક્સિજન અને વોટર લેવલ મેઈન્ટેઈન થાય તો જમેલુ સડે નહિ અને કેવિટી ના થાય. ત્રિફલાના પાણી થી કોગળા કરવા પણ ખુબ સારું રહે દાંત માટે.
ફેફસા / LUNGS :
ફેફસા શું કામ કરે તે સમજવું નહિ પડે એમ હું માની ને ચાલુ છું કારણકે બધાને ખબર જ હશે. ખાસ કરીને અત્યારે કોરોના ની પરિસ્થિતિમાં ફેફસાનું ધ્યાન રાખવું કેટલું જરૂરી છે તે બધા જ જાણે છે.
- ફેફસા માટે સહુથી બેસ્ટ પ્રાણાયામ. કુમ્ભક 16 સેકન્ડ સુધી પહોંચી જાય તો કોઈ વાયરસ ફેફસાને અસર ના કરી શકે. (પ્રાણાયામ કેમ કરવું તે અગાઉ જોઈ ચુક્યા છીએ.)
- હાથ ઉપર કરીને ઠેકડો (જમ્પ) મારવો, જયારે ઉપરની તરફ જતા હોવ ત્યારે શ્વાસ લેવો અને નીચે આવતી વખતે જોરથી શ્વાસ છોડવો. આમ કરવાથી ફેફસા સ્ટ્રોંગ બનશે સાથે એલર્જી અને ઇન્ફેકશન જો હોય તો તે પણ દૂર થઇ જશે.
હૃદય / દિલ / HEART :
હાર્ટબીટની નોર્મલ રેન્જ 72 હોય છે. બર્નિંગ મોડમાં 95 થી 105 સુધીની થઇ જાય છે. જમ્યા પછી હાર્ટબીટ બર્નિંગ મોડમાં આવી જાય છે. કંઈ પણ ખાઈએ આખા દિવસમાં ત્યારે બર્નિંગ મોડમાં આવી જાય છે. ઉભા રહીને વાતો કરવાથી પણ બર્નિંગ મોડમાં આવી જાય છે. બર્નિંગ મોડમાં 2.5 કલાક રહે. (તો હવે નક્કી કરો કે દિવસમાં કેટલી વાર ખાવું જોઈએ?) 135 થી 140 ની રેન્જને કાર્ડિયાક મોડ કહેવાય. રનિંગ, સાયકલિંગ કે કોઈપણ શારીરિક શ્રમમાં કે કસરતમાં કાર્ડિયાક મોડમાં આવી જાય છે. 145 થી વધુ ને પીક મોડ કહે જે સ્પોર્ટ્સ પર્સનમાં વધુ જોવા મળે. રાત્રે સૂતી વખતે હાર્ટબીટ 50-55 સુધી નીચે આવી જાય છે. 40 સુધી આવી શકે પરંતુ જો 40 થી નીચે જાય તો હાર્ટ બંધ થઇ જાય છે, એટલે જ તમે જોતા હશો કે હાર્ટ એટેક રાત્રે વધુ આવતા હોય છે.
હાર્ટબીટને કંટ્રોલમાં રાખવાથી બ્લડ પ્રેશરની ગોળીઓ બંધ થઇ જશે. હાર્ટબીટને કંટ્રોલમાં રાખવા માટે મેડિટેશન અને અજપા-જપ ખુબજ અસરકારક સાબિત થયું છે.
હાડકાં / BONES :
હાડકાં કેલ્શિયમથી ભરેલા હોય છે. કેલ્શિયમ વધારવા માટે ગુંદ જેવું સારું બીજું કંઈ નથી. 27 થી 50 વરસની ઉંમરમાં ભેગું કરેલું કેલ્શિયમ પાછળની જિંદગીમાં ખુબ ઉપયોગી રહે. બબૂલ ગુંદ (ઓનલાઇન પણ મળે છે, એમેઝોન પર બબૂલ ગુંદ સર્ચ કરવું) લાવી તેનો બારીક ભૂકો કરવો. રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ગુંદનો પાવડર નાખી ને રાખવો. વહેલી સવારે 4 વાગે પીવું. તે પીધા પછી 3 કલાક સુધી કઈ ખાવું પીવું નહિ એટલે જ સવારે 4 વાગે પીવાનું કહ્યું છે, પછી સુઈ જવાની છૂટ છે. 10 દિવસ લઈને 15 દિવસનો બ્રેક લેવો ફરી 10 દિવસ લેવું અને 15 દિવસનો બ્રેક લેવો. આમ 4 વખત કરવું. પછી વરસમાં ફક્ત 4 વખત જ કરવું.
લીવર :
લિવરનું કામ ખોરાકમાંથી પોષ્ટીક તત્વો ભેગા કરવાનું છે. સાથે જમવામાં કંઈ પણ ખરાબ આવે તો લીવર તેને મારવાનું કામ કરે છે. લીવરને ખરાબ કરવાના મુખ્યત્વે દારૂ, બજર / તપકીરી, ચા અને કોફી. રોજની 8-10 કપ ચા લીવરને દારૂ કરતા વધુ ખરાબ કરે છે. કોફીનો સ્વાદ લેવો હોય તો એક ફોર્મ્યુલા: ધાણા ને શેકીને મિક્સરમાં પાવડર બનાવો અને તેને દૂધમાં નાખીને પીવાથી કોફીનો જ સ્વાદ આવશે. ચા ની આદત વાળાએ વગર દૂધની ચા પીવી જે શરીર માટે ખુબ સારી. ચા ની પણ એક અલગ ફોર્મ્યુલા : લેમન ગ્રાસ, આદુ, તુલસી અને ચાઈ પત્તી ને પાણીમાં ઉકાળીને પીવાથી સારું રહેશે.
લીવરને સારું રાખવા માટે કે સારું કરવા માટે રાત્રે ડાબે પડખે સુવાની આદત રાખવી. લીવરના કાર્ય કરવાનો મુખ્ય સમય રાત્રે 11 થી 1:30 સુધીનો હોય છે તો તેના માટે વહેલી સુવાની આદત ઘણી અસરકારક રહેશે. સૂર્ય નાડીમાં જમવાનું રાખવું અને તળેલું કે ફેટ વાળું ખાવાથી દૂર રહેવું. શેરડીનો જ્યુસ લીવર માટે ખુબ સારો. એરંડના પાનનો જ્યુસ સવારે લેવાથી કમળો મટી શકે છે.
પ્રોસ્ટેટ : રાત્રે 9 પછીનું પાણી પ્રોસ્ટેટ પાર પ્રેશર વધારે છે. એટલે રાત્રે 9 પછી પાણી ના પીવું.
કિડની:
યુરિક એસિડ અને કેલ્શિયમ થી પથરી થતી હોય છે. પ્રોટીન વધુ લેવાથી, પાણી ઓછું પીવાથી અને હાડકાંમાંથી કેલ્શિયમ નીકળીને પથરી બનાવાનું કામ કરે છે. કિડની સાફ કરવાનો સહુથી સરળ ઉપાય વોટર લેવલ મેઈન્ટેઈન કરવું. ગ્રીન સલાડનો ઉપયોગ કરવાથી પણ કિડની સાફ થાય. સલાડમાં ગાજર, કાકડી, કોબી, બીટ અને ફણગાવેલા મગ લેવા.
યુરિક એસિડ ઓછું કરવા માટે પેરુ/જામફળ, કાકડીનો જ્યુસ, સફરજન લેવાથી ઓછું થાય છે. પ્રોટીન વધુ લેતા હોય તેમણે સવારે 2 ગ્લાસ અને સાંજે 2 ગ્લાસ પાણી પીવું અને તે પાણી આખા દિવસના પાણીની ગણતરીમાં ના લેવું, એટલે વધારાનું પ્રોટીન યુરિન થકી નીકળી જશે. દરરોજ સવારે 5 થી 10 ની વચ્ચે 2 લીટર પાણી પી શકાતું હોય તો બહું સારું, બધા ઓર્ગન ક્લીન કરવાનું કામ કરશે.
કબજિયાત:
શારીરિક કે માનસિક બીક કે તણાવ હોય ત્યારે દુંટીનો ભાગ અંદરની બાજુ ખેંચતો હોય છે અને કબજિયાત થઇ શકે. મગજનો વધુ પડતો ઉપયોગ એટલેકે માનસિક શ્રમ પણ કબજિયાતનું કારણ હોય છે, જેમને માનસિક શ્રમ ઓછો હોય તેમનું પેટ વહેલું સાફ થતું હોય છે. કબજિયાત દૂર કરવાના થોડા ઉપાયો:
- શરીરમાં પાણીનું લેવલ મેઈન્ટેઈન કરવું.
- રાત્રે પપૈયું ખાવાથી સવારે પેટ સાફ થશે.
- લીલા શાકભાજી કે સ્પ્રાઉટ્સનો ઉપયોગ કરવાથી પણ કબજિયાત દૂર થશે.
- રાત્રે ભીંડા ખાવાથી પણ કબજિયાતમાં રાહત રહેશે.
- ઘી ખાવાથી પણ કબજિયાત દૂર થશે.
કોઈક વાર કોઈ પ્રસંગમાં કે વાર તહેવારે રાત્રે વધુ જમાઈ ગયું હોય તો રાત્રે ડાબે પડખે સૂવું અને સવારે 5 નો એલાર્મ મુકવો. સવારે જાગશો ત્યારે ચંદ્ર નાડી (ડાબું નાક ) કાર્ય કરતી હોય ત્યારે 5 થી 7 વાગા સુધીમાં 1 થી 1.5 લીટર પાણી પી લેવું જેથી કરીને પેટ સાફ થઇ જશે અને એસીડીટી પણ નહિ થાય.
સાંધાના દુઃખાવા / વા ની તકલીફ:
રાત્રે તલનું તેલ ખાવાનું રાખવું અને આગળ કહ્યું તેમ ગુંદના પાણીનું સેવન કરવું. સાથે નીચે આપેલ વસ્તુને મિક્સ કરીને એક બોટલમાં રાખવું અને તેમાંથી એક ચપટી રોજ સવારે 7 પહેલા અને રાત્રે 7 પછી પાણી અથવા દૂધમાં મિક્સ કરીને લેવું.
- સૂંઠ – 50 ગ્રામ
- તજ નો પાવડર – 50 ગ્રામ (દાલચીની )
- જેઠીમધ / મુલેઠી – 25 ગ્રામ
- પીપલી – 25 ગ્રામ
- મરી – 10 ગ્રામ
વાળ / HAIR :
વાળ માટે નીચે આપેલી સામગ્રીમાંથી સોપારી જેવડા લાડવા બનાવીને રાત્રે એક ખાવો. વરસમાં 4 મહિના કરવું આ, તેમાં પણ શિયાળામાં કરશો તો બેસ્ટ. સાથે આપેલ ફોટામાં તમે જોઈ શકશો કે બન્યા પછી કેવા લાગે તે.
- સફેદ તલ – 250 ગ્રામ
- મગફળીના દાણા – 200 ગ્રામ
- શક્કરટેટી ના બીજ – 150 ગ્રામ
- મગજના બીજ -150 ગ્રામ
- કુસુમના બીજ – 100 ગ્રામ
- કાજુ – 50 ગ્રામ
- બદામ – 50 ગ્રામ
- પિસ્તા – 50 ગ્રામ
- અખરોટ -50 ગ્રામ
- ગોળ – 1 કિલો
- દેશી ગાય નું ઘી – 3 ચમચી
- પાણી – અડધો કપ.
નોંધ: તલ અનેમગજના બીજ આખા રાખવા, બીજી બધી સામગ્રીનો ભૂકો કરીને ઉપયોગકરવો.
થાઈરોઇડ :
થાઇરોઇડ શુકામે થાય તે આપણે અગાઉ પણ જોઈ ચુક્યા છીએ, છતાં ફરી એક વાર. ટાઢું જમવાનું ખાવાથી, જમવાનું બનાવ્યાના 8 કલાક પછી ખાવાથી અને રાંધેલું ફ્રિજમાં મૂક્યુ હોઈ અને તે ખાવાથી થાઇરોઇડની તકલીફ થાય છે. થાઇરોઇડના ઈલાજ માટે : બીજ મંત્ર, અજપા-જપ અને પાણીનું લેવલ મેઈન્ટેઈન કરવાથી રાહત થશે.
વજન ઘટાડવા માટે:
વજન ઘટાડવા માટે સવારે ડ્રાયફ્રૂટ્સનો નાસ્તો કરવો અને બપોરે અને રાત્રે જમવાની વચ્ચેનો ગેપ વધારવો. બપોરે જમવામાં ગ્રીન સલાડનું પ્રમાણ રાંધેલા ખોરાક કરતા વધુ રાખવું.
સ્કિન / ચામડી :
- મુલતાની માટી, ચણાનો લોટ અને આખી હળદરને પાણીમાં પલાળીને એની પેસ્ટ થી ત્રણ (3) દિવસ નહાવું.
- મુલતાની માટી, ચણાનો લોટ અને નમક (મીઠું) મિક્ષ કરીને એક (1) દિવસ નહાવું.
- ત્રિફલાના પાણીથી ત્રણ (3) દિવસ નહાવું.
- ચણાના લોટ અને મુલતાની માટીથી બે (2) દિવસ નહાવું.
ક્રમશ:
-ચેતન ઠકરાર
+919558767835
સ્વર યોગા અનુભવ – 6 સ્વર યોગા અનુભવ – 8
Categories: SELF / स्वयं
2 replies »