Month: January 2021

નિરાંત

તારો પડછાયો રાતની નિરાંત. તારા સ્મરણ એકાંતની નિરાંત. જીવવાનું એકમાત્ર કારણ છે તું, નહીં ભૂલવાની વાતની નિરાંત. નથી તું પણ છે જ, ક્યાં જઈશ ? ના જુદા થાય તે સાથની નિરાંત. ચિંગારી છે હજુ, અજવાળું થશે, આશભરી પ્રેમ-રાખની નિરાંત. સ્મરણ થકી જ જીવશે ‘અખ્તર’ મળી ગયેલા તે ઈલાજની […]

સ્વર યોગા અનુભવ – 8

સૂર્ય નાડી (જમણું નાક), ચંદ્ર નાડી (ડાબું નાક) અને સુશુમના નાડી (બંને નાક સાથે) વિશે આપણે પહેલા જોયું, હવે એ બંને નાડી વિશે વિસ્તારમાં જાણશું અને નિર્ણય લેવામાં એ કેમ ઉપયોગી આવે અને કંઈ નાડી માં ક્યાં ક્યાં કામ કરવા તે જોઈશું સાથે નાડી ચેન્જ કેમ કરવી તે […]

સ્વર યોગા અનુભવ – 7

એક પોસ્ટમાં બધું સમાવવું શક્ય નહોતું એટલે આટલા પાર્ટ કર્યા છે, તો લાસ્ટમાં આપણે જોયું કે તમસ, રજસ અને સાત્વિક આહાર કોને કહેવાય એ. હવે અમુક રોગ વિષે અને શરીરના અગત્યના અંગો / ભાગોને કેમ સ્વસ્થ રાખવા તે જોઈશું. બ્લડ પ્રેશર / ડાયાબિટીસ : આ બંને બીમારીઓ બહુ […]

સ્વર યોગા અનુભવ – 6

સમયના અભાવે 5 ભાગ પછી લખી ના શક્યો, પરંતુ પછીના દિવસોમાં જે જે મને જાણવા મળ્યું તે એક સાથે ટૂંકમાં લખું છું. આ કોર્સ મારી જિંદગીમાં સારો અનુભવ લઈને આવ્યો, ખુબ બધું શીખવા મળ્યું, જાણવા મળ્યું. હવે આવતા મહિને આનો જ લેવલ-2 પણ જોઈન કરવાનો છું અને પછી […]

ખાડો

વર્ષો પછી શહેરના કલેક્ટર કોષ્ઠી સાહેબને એકાએક કંઇક યાદ આવ્યું અને વર્ષો જુની ફાઇલમાં સાચવીને મુકી રાખેલી એક તસ્વીર  હાથમાં લીધી. એ તસ્વીર જોતા જ પચ્ચીસેક વર્ષ પહેલાનું દ્રશ્ય તેમની સામે ખડું થઇ ગયું….. “કંકુ જલ્દી પગ ઉપાડ અને આ તગારું લે, દિ માથે ચઢ્યો શે…!!!” ઝીણાએ માટીના […]

આગમન

શૈલ ઓફિસથી લગભગ મારતા સ્કુટરે ઘરે આવેલો. આજે એની જિંદગીની સૌથી મોટી ખુશીના સમાચાર સાંભળવા મળવાના હતા. ક્ષમાએ સવારના જ તબિયત વિષે ફરિયાદ કરી હતી ત્યારે શૈલે કહેલું “ક્ષમા! હું આજે ઓફિસ નહીં જઊં. તારી સાથે દવાખાને આવીશ.” પણ ક્ષમા એ જ જક કરીને કહ્યું, “નહીં શૈલ, મારી […]

સ્વર યોગા અનુભવ – દિવસ 5

આજનો દિવસ અનુભવ માટે શ્રેષ્ઠ રહ્યો. નાનપણમાં જેમ જાદુ જોઈને અચંબિત થતા અને ખુશી થતી તેવી જ કંઈક ખુશી આજે થાય છે. આટલું મોડું કરવા માટે અફસોસ થાય છે. આજે જે શીખવા અને જાણવા મળ્યું તેનાથી મને તો આગળ જતાં ખુબ જ લાભ થવાનો છે એ પાક્કું, અત્યારે […]

સ્વર યોગા અનુભવ – દિવસ 4

ધ્યાન : ધ્યાન કરવાનું કારણ. ધ્યાન વિશ્રાંતિની સ્થિતિ છે. નીંદર પણ વિશ્રાંતિની સ્થિતિ છે. ફર્ક એટલો કે નીંદરમાં હોઈએ ત્યારે આપણને કંઈ ખબરના હોય પણ ધ્યાનમાં આપણે જાગતા હોઈએ છીએ. નીંદરમાં આપણી કરોડરજ્જુ આડી હોય છે, ધ્યાનમાં ઉભી હોય છે. નીંદરમાં શ્વાસ દોઢ ગણો વધી જાય છે અને […]

સ્વર યોગા અનુભવ – દિવસ 3

જેમ જેમ અનુભવ થતો જાય છે, શીખવા મળે છે એમ એમ વધુ રસ પડતો જાય છે. અફસોસ થાય છે કે આ બધું પહેલા શીખવાનું કે જાણવાનું મન કેમ ના થયું!!? પણ જાગ્યા ત્યારથી સવાર. જેમ આધ્યાત્મિક પુસ્તકો વાંચીને મજા આવી અને તેમાં વધુ ઊંડા ઉતારવાનું મન થયું અને […]

સુખ, સુખ અને સુખ

ઉષ્માએ નજર ઉંચી કરીને જોયું અને ચા નો કપ તૈયાર હતો. હજી તેમાંથી વરાળ નીકળી રહી હતી. બાજુમાં થરમોસ પણ તૈયાર હતું. ઉષ્માએ લખેલાં પાનાં વ્યવસ્થિત ગોઠવ્યા. ગરમ ચાના થોડા ઘૂંટડા ભર્યા. તે ચા પીતા વિચારતી હતી કે પોતે કેટલી ભાગ્યશાળી છે! આવું નસીબ કેટલાનું હશે! બપોરના બે […]

સ્વર યોગા અનુભવ – દિવસ 2

આજે મુખ્યત્વે બે વાત શીખવા અને જાણવા મળી. આ બધું આપણી રોજિંદી જીવનશૈલી જ છે, પણ આપણું એ તરફ કોઈ દિવસ ધ્યાન જ નથી ગયું કે નથી એવી ઈચ્છા જાગી કે આ બધું જાણીએ. તો ચાલો આજે હું જે શીખ્યો અને જાણ્યો છું તે જાણવું છું અને મારા […]

ગુરુની શિખામણ

એક યુવાન માણસે ત્યાગની પ્રતિજ્ઞા લીધી અને સ્વામી બની ગયો. તેના ગુરુએ તેને ત્રણ વસ્તુથી દૂર રહેવાનું કહ્યું, સોનુ-સ્ત્રી અને કીર્તિ. એક દિવસ સ્વામી નદી પાર કરતો હતો અને તેના ધ્યાન પર આવ્યું કે નદી કિનારાનો થોડોક ભાગ ધોવાઈ ગયો હતો. પછી તેણે જોયું કે સોનાના સિક્કા ભરેલા […]

સ્વર યોગા અનુભવ – દિવસ 1

હું યોગા વગેરે માં માનતો નહોતો. હા મૌન યોગ કરતો હતો. ત્યાં મારા હાથમાં એક પુસ્તક આવ્યું “હિમાલયના સિદ્ધયોગીઓ સાથે જીવન” અને ત્યાર પછી મને યોગ અને સાધનામાં રસ આવ્યો. કહે ને કે જયારે જે વસ્તુ થવાની હોય ત્યારે બધા પરિબળો તમને તે તરફ જ ખેંચે, એમ મારી […]

ખુશામતિયાઓ

ખુશામતિયાઓ મનમાં મને કે શેઠ એમની ઉપર રૂપિયા વરસાવશે. પણ શેઠની પાસેથી પૈસા કઢાવવા બહુ જ કઠણ. ચાલો આજે ખુશામતિયાઓને લગતી એક નાની બોધ કથા મમળાવીએ. એક શિયાળ એક સાંઢને જોઈને તેની સોબત કોઈ રીતે મૂકે નહિ. એ ચરતો ફરે, તો પેલું શિયાળ પણ તેની સાથે સાથે જાય. […]

સાચું જ્ઞાન

પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાન વચ્ચેનો તફાવત સમજવા માટે મદદ મળે તે માટે આજે એક વાર્તા મમળાવીએ, પછી તેના પર વાત કરશું.  એક ગુરુનો એક વિદ્યાર્થી હતો. જેણે ક્યારેય ગાય જોઈ ન હતી કે દૂધ ચાખ્યું ન હતું, પરંતુ તેને ખબર હતી કે દૂધ પોષણક્ષમ છે. આથી તે એક […]

સત્યની ચકાસણી

એક ગુરુ શિષ્ય પ્રવાસ કરતા હતા. એ જ્યાંથી પસાર થતા હતા તે ગામના સ્ટેશન માસ્તર તેમની પાસે આવ્યા અને કહ્યું “મને અભ્યાસ કરવા માટે કંઈક આપો. હું વચન આપું છું કે હું વફાદારી પૂર્વક તેને અનુસરીશ.” ગુરુએ શિષ્યને કહ્યું “તેમને કશુંક નિશ્ચિત અભ્યાસ કરવા માટે આપ.” શિષ્યએ કહ્યું […]

ભક્તિનો ઘમંડ

નારદના ચિત્તમાં એક વાર ઘમંડ જન્મ્યો કે પોતાના કરતાં મોટો ભક્ત કોઈ નથી. એમનું મન વાંચીને ભગવાને કહ્યું : “નારદ, અમુક જગ્યાએ જાઓ. ત્યાં મારો એક મહાન ભક્ત વસે છે. એની ઓળખાણ કરજો, કારણ કે એ મારો સંનિષ્ઠ ભક્ત છે.” નારદ ત્યાં ગયા અને જોયું તો એક ખેડૂત […]

ફરિયાદ

આત્મસમર્પણમાં ફરિયાદને કશું સ્થાન નથી. દેહનાં સુખદુઃખ તો છે જ. જેને ઈશ્વર-પ્રાપ્તિ થઇ હોય તે પોતાનાં મન, પ્રાણ, દેહ, આત્મા, એ સમસ્ત તેને અર્પણ કરે છે. ચાલો એક આવી વાર્તા મમળાવીએ. વનવાસ દરમિયાન કોઈ એક સરોવરમાં સ્નાન કરતી વખતે રામ-લક્ષમણે સરોવરને કાંઠે માટીમાં ધનુષ ખૂંચાડી રાખ્યું. સ્નાન પછી […]