ઈશ્વર ઉપર સ્નેહ
ઈશ્વર પર અત્યંત પ્રેમ ના આવે ત્યાં સુધી પ્રેમ-ભક્તિ આવે નહિ. અર્જુન, મીરાં, અને નરસિંહ મહેતામાં આપણને આ જોવા મળે છે. ઈશ્વર પ્રત્યેના પ્રેમ વિશે એક વાર્તા મમળાવીએ. ત્રણ ભાઈબંધો વનમાં થઈને ચાલ્યા જાય છે, એટલામાં એક વાઘ દેખાયો. એક મિત્રે કહ્યું “અલ્યા, હવે આપણા બધાનું મૌત છે […]