Asim Bakshi

નવા વરસે બધા મળશે

નવા વરસે બધા મળશે
તમે મન ને મળજો
ઘણા અભિનંદન મળશે
તમે મન ને કળજો

બંધ બારણે બેસશો નહિ
બહાર પવન ને મળજો
વાતો કરજો મન સાથે
એકાંત ને એકાંતમાં મળજો

ખજાનો ખુશીનો જોઈએ છે
મન સાથે ભળજો
વિચારો ભટકાવે નહિ
બસ એટલું સંભાળજો

મન થી તમે રાજા છો
નકારાત્મકતા સામે લડજો
ભૂલ બતાવે જો તમારી
ખુલ્લા દિલે પગે પડજો

નવા વર્ષ ની શરૂઆત છે
હોંશે હોંશે ડગ ભરજો
મન કહે તે સાચું આસીમ
મન નું કહ્યું કરજો !!!

-આસીમ !!!

Categories: Asim Bakshi

Tagged as: ,

Leave a Reply