Asim Bakshi

જાણવું જરૂરી છે

જાણવું જરૂરી છે
કેવી રીતે જીવાય છે

અમૃત મૂકી ને બાજુએ
ઝેર કેમ પીવાય છે

બોલતા બધા ને આવડે
હોંઠ કેમ સિવાય છે

ઓળખાણ તમારી નક્કી કરશે
કઈ મેહફીલ માં જવાય છે

ખરી પરીક્ષા વમળમાં છે
શાંત પાણીએ તરી જવાય છે

સંબંધોની સાચી પરખ
મુશ્કિલ સમયમાં થાય છે

લોહી બને છે પાણી
સગો દગો આપી જાય છે

દેખાય છે રળીયામણો રસ્તો
તો પણ ઠોકર ખવાઈ જાય છે !

-આસીમ !!!

Categories: Asim Bakshi

Leave a Reply