SHORT STORIES / लघु-कथाए

ગરબો

ગરબો…
આદ્ય શક્તિની આરાધનાનુ પ્રતિક ગરબો.
એની એક પ્રદક્ષિણા થી 108 પ્રદક્ષિણા નુ પુણ્ય મળે છે.
******

રીટા અને રાકેશનુ નવુ લગ્નજીવન શરુ થયુ…સાસુ રમાબેન અને સસરા રમણભાઈ ને આનંદ નો પાર ન હતો..પણ રીટા સ્વભાવે વિચિત્ર વાતે વાતે સાસુ રમા બહેનનાં વાંધા શોધે..મમ્મી એ આ ન સમજાવ્યું, મમ્મી એ તે ન સમજાવ્યું. હુ શુ કરૂ?

પણ પ્રેમાળ રમા બહેન આ બધુ સહન કરી જીવી લેતા…નવરાત્રિ આવી ઘરમાં ઘટ સ્થાપન કયુઁ.. કંસાર ના આંધણ ચડ્યા…સાસુ વહેલા ઉઠી થાળી તૈયારી કરતા હતા એમા પણ વહુને માઠું લાગ્યું આ મમ્મી મને રસોડા મા કામ નથી કરવા દેતા. સાસુ હોંશીલા.. થાળ તૈયાર કરી…રીટા ને કહ્યુ બેટા ..બુરુ ખાંડ કંસાર મા ઘી નાખી ભભરાવી દેજો .. બધા જમવા બેસે એ પહેલા…

એટલામાં પડોશી રાધાબેન આવ્યા…અને સાસુએ રીટાને કહ્યુ બેટા કંસારનો પ્રસાદ રાધા કાકીને આપ..રીટાએ ઉતાવળે સરખુ લાગતુ મીઠુ અને બુરૂ ખાંડ એક કબાટ મા સ્થાન ફેર હતા એટલે બુરુ ખાંડ ની જગ્યાએ દળેલુ મીઠુ નાખ્યુ…રાધા બહેન કહે હા લાવો પ્રસાદની ના પડાય…અને પ્રસાદ મો મા મુકતા…કંસાર ખારો લાગ્યો..ત્યારે બોલ્યા આ રીટા વહુએ કંસાર તીખો બનાવ્યો લાગે છે…આ ગરબો પાછો જાય એવો જ લાગે છે..અશે જેવા જેના નશીબ..

રમાબેને વાત વાળી કહે ના રે ના હુ ભૂલકણી છુ. આ મીઠુ મે જ ઠપકારેલુ છે. આ વાત સાંભળીને રીટા અવાચક બની… રાધાબેન વિદાય થયા…રીટાને ભાન થયુ મારા સાસુ નો હુ દરેક વખતે વાંક જોનારી પણ એ ખરેખર મારી મા જ છે…

સાંજે ગરબો સજાવતી રીટા બોલી મમ્મી મને માફ કરશો…ખરેખર હુ કાચી માટીનો ગરબો છુ..આપના ઘરમાં આવીને આપની જ્યોતથી હું પ્રકાશિત બની છુ..એક માટીના ગરબાનુ મુલ્ય માની જ્યોત થી અનેક ગણું વધી જાય છે…

આ સાંભળી ને રમા બેન બોલ્યા…તુ મારા ઘરની દિકરી જ છે….ગરબો આવેલો ક્યાંય પાછો નથી જતો…એ તો જ્યોત ને સાચવીને જળહળે છે..

રીટાને બોતેરે કોઠે દીવા થાય છે…અમાસની રાત વિતી ગઇ છે..નવલા નોરતાની રાત આવી છે.

-પરેશા ભટૃ.

Leave a Reply