SELF / स्वयं

સજાવી આભલે ગરબો તને હું આવકારું મા

સજાવી આભલે ગરબો તને હું આવકારું મા!,
કરીને દીવડો ઘીનો તને હું આવકારું મા!

લીંપ્યું મેં વ્હાલ આંગણ તોરણે ઘરને સજાવ્યું છે,
પૂરીને સાથિયે મોતી તને હું આવકારું મા!

મધુરા ગાઇ ગરબા ગીત મારી સહિયરો સાથે,
સ્તવનમાં સાંકળી સ્તુતિ તને હું આવકારું મા!

લગાવું આભલા કોરે મુકાવી લેશ ચુનરમાં,
ખનકતી ઘૂઘરી ટાંકી તને હું આવકારું મા!

બનાવું ખીર પૂરી લાપસી ને લાડવા શીરો,
જમાડી ગોરણી નાની તને હું આવકારું મા!

-પાયલ ઉનડકટ

Leave a Reply