SELF / स्वयं

પ્રેમ અને દર્દ

એકવાર બધી લાગણીઓએ નક્કી કર્યું કે એ બધી છુપ્પા છુપ્પી રમશે. દર્દ એ કાઉન્ટ કરવાનું ચાલુ કર્યું અને બીજી બધી લાગણીઓ છુપાઈ ગઈ.

જૂઠ એક ઝાડ પાછળ સંતાઈ ગયું અને પ્રેમ ગુલાબની ઝાડીયો પાછળ.

પ્રેમ સિવાય બધા પકડાઈ ગયા… એ જોઈને ઈર્ષા એ દર્દ ને કહી દીધું પ્રેમ ક્યાં છુપાણો છે.

દર્દ એ પ્રેમને ખેંચીને બહાર કાઢ્યો તો કાંટાને લીધે પ્રેમની આંખમાં ઇજા થઇ અને એ આંધળો થઈ ગયો.

આ જોઈને ભગવાને દર્દને સજા સંભળાવી કે દર્દ એ આજીવન પ્રેમની સાથે રહેવું પડશે.

ત્યારથી પ્રેમ આંધળો છે અને એ જ્યાં જાય છે ત્યાં દર્દ સાથે હોય છે.

Leave a Reply