Sense stories / बोध कथाए

પિતાએ આપેલી આ સલાહ

સત્ય ઘટના

Safety Belt એ બંધન નથી થઈ જતો. Accident એ તમારી Lifeનો The End ન કરી દે, એને માટેની એ વ્યવસ્થા છે. ન બાંધનારને થતી Penalty એ જુલમ નથી, એ શિક્ષા છે. અને એ શિક્ષા છે તમારી Safe Life માટે. એને બંધન સમજવુ એ બેવકૂફી છે.

એ જ રીતે જિંદગીના પણ કેટલાક Safety Belt છે. એ ન સમજી શકે તે એને જુલમ સમજે. ક્યારેક Doubt સમજે. એ સમજે ત્યાં સુધી વાંધો નથી, પણ.. પછી એ સામનો કરે અને રહેવાનું મકાન રણમેદાન બને. એક બનેલો કિસ્સો આ વાતને સ્પષ્ટ કરશે.

હમણાં જ એક પ્રસંગ વાંચ્યો. દુનિયાના ‘The Greatest Boxer’ મોહમ્મદ અલિનો એ પ્રસંગ લખતા પહેલા લખું કે, આ આખો’ય પ્રસંગ દરેક પપ્પા-મમ્મી અવશ્ય વાંચે, ને તે’ય પાછા દીકરા-દીકરીને બેસાડીને. આ આખો’ય પ્રસંગ ‘More than a Hero’ નામની Book, જે મોહમ્મદ અલિના જીવન પર લખાઈ છે, એમાં લખાયેલો છે. ને એ Book લખનાર છે, એમની જ દીકરી હાના અલિ.

એક દિકરીએ પોતાના પિતાનું લખેલુ જીવનચરિત્ર એના જ શબ્દોમાં વાંચો.

“એ દિવસે મેં White Top અને Black Colorનું short Skirt પહેર્યું હતું. મારો ઉછેર એક રૂઢિચુસ્ત મુસ્લિમ Familyમાં થયેલો હોવાથી મેં આજ પહેલાં ક્યારેય મારા પિતાની સામે આટલા બધા Revealing કપડાં નહોતા પહેર્યાં. Hotel પહોંચ્યા પછી Shofer મને અને મારી નાની બહેન લૈલાને એ Suit Room પાસે લઈ ગયો, જ્યાં મારા પિતા રોકાયેલા હતા.”

“હંમેશની જેમ, અમને ડરાવવા માટે તેઓ બારણાં પાછળ સંતાયેલા હતા. અમે બંને બહેનો પિતાજીને વળગી પડી. તેમની નજર મારા કપડાં પર ગઈ. પછી પોતાના ખોળામાં બેસાડીને જે વાત એમણે મને કહેલી, એ વાત હું આજીવન નહીં ભૂલું.”

એ પ્રસંગ યાદ કરતાં હાના અલીએ આગળ લખ્યું છે, “મારી આંખોમાં આંખો નાખીને તેમણે કહ્યું, હાના! તને ખબર છે, હીરા ક્યાં મળે? જમીનમાં ખૂબ ઊંડે આવેલી ખાણમાં. ખૂબ જોખમ પછી, પોતાનો જીવ દાવ પર મૂકીને ખાણમજૂરો હીરા સુધી પહોંચી શકે છે.”

“મોતી ક્યાં મળે? સાગરના તળીયે શેલની અંદર Covered અને Protected હાલતમાં. સોનું ક્યાં મળે? પથ્થરોની મજબૂત સપાટીની નીચે ખૂબ ઊંડાણમાં રહેલી ખીણમાં. બેટા! આ જગતમાં ઈશ્વરે જેટલી વસ્તુઓ સુંદર અને મૂલ્યવાન બનાવી છે, એ બધી જ વસ્તુઓ તેમણે સંતાડીને એવી જગ્યાએ રાખી છે જ્યાં કોઈ સરળતાથી ન પહોંચી શકે. એ વસ્તુઓ પામવા માટે ખૂબ પરિશ્રમ કરવો પડે અને લાયક બનવું પડે.”

પછી મારા માથા પર હાથ ફેરવીને તેમણે કહ્યું, “એ હીરા, મોતી કે સોના કરતા તું અનેકઘણી વધારે મૂલ્યવાન છે.” કાશ! આ વાત દરેક પિતા પોતાની પુત્રીઓને કરતા હોત. કાશ! જગતની દરેક સ્ત્રીને એ વાત બાળપણથી Realise કરાવવામાં આવતી હોત કે તે કેટલી મૂલ્યવાન છે. Psychologyની એક Theory પ્રમાણે, Marilyn Monroe અને Silk Smitha જેવી Actresses ના Depression અને Suicide નું કારણ હતું કે, તેમણે પોતાના શરીરને જાહેર માલિકીનું બનાવી દીધેલું.

હાના અલી ને બેલા નામની આ બંન્ને દિકરીઓને એક મશહુર પિતાએ આપેલી આ સલાહ, જો દરેક માતા-પિતા પોતાના Sonને આપે, તો કદાચ Son Tension ના બને! ને.. એની ચિંતામાં રાત-દિવસ સૂતા-જાગતા માતા-પિતાએ Every Time Attention ન રાખવું પડે.

જો આ બાબતમાં ગાફેલ રહ્યા તો કદાચ.. Family Life Fail થઈ શકે. એટલે જ હજુ’ય જો દોર હાથમાં છે તો બાગડોર સંભાળી લો, આવતીકાલ મસ્ત હશે. બાકી.. ત્રસ્ત હશે કેમકે સમસ્યાઓ ચિંતાઓ, Problems વધતા જ ને વકરતા જ જવાના. કેમકે બચ્ચાઓના બચપનને ક્યારેય પેરન્ટસે ગંભીરતાથી લીધુ નહિ.

Play group, Nursery ને K.G. School, ક્લાસીસો, ટ્યુશનોમાં ખૂબ ધ્યાન આપ્યું, પણ.. પોતીકી ભાષા, પોતીકો Dress, પોતીકુ વાતાવરણ એને બચપનથી અપાયું જ નથી. બાળકને સગવડ પૂરી અપાઈ, સમય કેટલો અપાયો? ખીસ્સા ખરચો પૂરો અપાયો, હૈયા સરસો કેટલો ચંપાયો?

કીટી પાર્ટી, Window Shopping, મંડળો, કંપની-ગ્રુપો, મીટીંગો-કોન્ફરન્સો, ફ્રેન્ડ સર્કલો, પાર્ટીઓમાંથી બચેલો સમય કેટલો? ને એમાંથી દિકરા-દિકરી માટે કેટલો વધ્યો ને કેટલો આપ્યો? નાની ઉપેક્ષાઓ મોટી ઉપાધિનું કારણ બને છે.

આજે આ વાંચીને જો સમજાય તો બાળકોને Mobile આપતા પહેલા મહાત્માનો સંગ કરાવો. સાધુ-સાધ્વીજીના પરિચયો, સત્સંગ એમની જિંદગીમાં ઘણા બધા નુકસાનોથી, આદતોથી ને સોબતોથી Safe રાખશે. દિકરા-દિકરીને આજથી જ ધર્મ તરફ વાળવાનો પ્રયાસ કરો. જો એ નાના હોય તો તો બચવાના chances ઘણા છે. જો મોટા થયા હોય તો વધુ પ્રયત્ને શક્ય બનશે.

પણ.. એને એ વિશ્વાસ થવો જોઈએ કે, મારા મંદિર ન જવાથી, સત્સંગ ન કરવાથી મારા પપ્પા-મમ્મીને ખરેખર ખૂબ દુઃખ થાય છે. બાકી.. Classમાં મોકલવાની લીધેલી કાળજી જેટલી કાળજી પાઠશાળા મોકલવાની લેવાઈ હોત, તો કદાચ અત્યારે બધુ First Class હોત. જે થયું તે, હવે ‘જાગ્યા ત્યારથી સવાર’ Best of Luck!_

-પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ

Leave a Reply