વન-પ્રવેશ મિલન
વ. વધે ભલે ઉંમર. દોસ્તી જવાન છે,
ન. નહોતું જવુ વનમાં, હજુ દિલમાં તુફાન છે.
પ્ર. પ્રવેશ ભલે કર્યો, વનમાં જીવન હજુ બાગવાન છે.
વે. વેરવા છે ફુલ હજુ એવા અરમાન છે.
શ. શમી જશે, થનગનાટ પણ મન હજુ બે લગામ છે.
મિ. મિત્રતા રહે અતૂટ, અમર એવું, અનુમાન છે.
લ. લહેર કરશું, જીવનભર. એજ અભિયાન છે.
ન. નજીક છે દિલથી, દોસ્તી સર્વેની એજ ઈશ્વર નું વરદાન છે.
-અજ્ઞાત
Categories: SELF / स्वयं