Mythology

પુરુષોત્તમ માસની પૂજન વિધિ

સર્વે સ્નેહીજનો ને જય શ્રી કૃષ્ણ. ભગવાન ની સંપૂર્ણ ષોડશોપચાર પૂજા વિધિ અને ભગવાનની પૂજા કેવી રીતે કરવી તે સંપૂર્ણ વિધિ પ્રસ્તુત કરું છું…..

अनलोत्तारणं कृत्वा प्रतिमायास्ततः परम्।
प्राण प्रतिष्ठां कुर्वीत अन्यथा धातुरेव सः।।

સૌ પ્રથમ તો પૂજા કરવા માટે રાધા અને પુરુષોત્તમની જે મૂર્તિ બનાવી હોય તેને અગ્નિથી તપાવીને પછી પ્રાણપ્રતિષ્ઠા કરવી. એમ ન કરવાથી તે મૂર્તિમાં દેવતત્વ આવતું નથી, તે ફક્ત એક ધાતુ જ રહે છે. મૂર્તિના ગાલને જમણા હાથથી અડકીને મંત્ર બોલીને તે મૂર્તિમાં વિષ્ણુની પ્રતિષ્ઠા કરવી. જો ધાતુ ની પ્રતિમા ની અંદર સારી રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં ન આવે તો એમાં કોઈ પણ જાત નું દેવત્વ આવતું નથી. એટલા માટે જ બીજા પણ જે દેવો હોય તેમની મૂર્તિ માં પણ દૈવી તત્ત્વ લાવવા માટે વિધિપૂર્વક પ્રાણપ્રતિષ્ઠા કરવી જોઈએ.

‘પુરુષોત્તમ’ એ મંત્ર અને – “तद् विष्णोःपरमं..” એ મંત્ર બોલીને છાતી પર અંગુઠો મૂકીને હૃદયાદિ ન્યાસ કરી નીચેનો મંત્ર ભણી દેવોની પ્રતિષ્ઠા કરવી.

“अस्यां प्राणाः प्रतिष्ठन्तु
अस्यां प्राणाः क्षरन्तु च।”
“अस्यै देवत्व संप्राप्त्यै स्वाहा।।” એ યજુર્વેદનો મંત્ર ભણીને મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવી અથવા તો
अस्मै पुरुषोत्तमाय स्वाहा ।। આ મંત્ર ભણવો ત્યારબાદ ભગવાન પુરુષોત્તમ નો સૌપ્રથમ ધ્યાન ધરવું.

ध्यान :
श्री वत्स वक्षसं शान्तं, नीलोत्पलदलच्छविम्
त्रिभंग ललितं ध्यायेत्
सराधं पुरुषोत्तमम् ।।

અર્થાત, જેની છાતીમાં શ્રીવત્સ લક્ષ્મીના ચિન્હ છે, જેની શાંત છબી નીલકમલ જેવી શ્યામ છે, તેમજ જેમના શીર, કેડ અને પગ વળાંક થી શોભી રહ્યા છે, એવા રાધા સહિત પુરુષોત્તમનાં ધ્યાન કરીએ છીએ.

આ પ્રમાણે ધ્યાન કરી ભગવાનનું ૧૬ ઉપચાર વડે પૂજન જેને ષોડશોપચાર પૂજા વિધિ કહેવાય છે તે કરવી.

સૌ પહેલા ભગવાનને પધારવા માટે વિનંતી કરવી જેને આવાહન કહેવાય છે. “હે પાવન પ્રભુ મારે આપનું પૂજન કરવું છે માટે આપ પધારો” એવું આવાહન કરવું. ત્યારબાદ પ્રભુને આસન આપવું. પછી ભગવાનના પગ ધોતાં હોય એવો ભાવ કરી ભગવાનના ચરણોમાં એક આચમની પાણી ચઢાવવું. ભગવાનને અર્ઘ્ય આપતા હોય એવા ભાવથી બીજીવાર ભગવાનના ચારેય હાથમાં પાણી ચડાવવું. ત્યારબાદ ગંગા-યમુના નું પવિત્ર જળ ભગવાનને આચમન કરાવવું. તીર્થના જળથી સ્નાન અર્થે એક ચમચી ભરી પાણી તેમના મસ્તક પર ચઢાવવું. ત્યારબાદ પંચામૃતથી એક સાથે અથવા અલગ અલગ પૂજા કરવી. યથાશક્તિ અભિષેક કરવો. ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવી ભગવાનને પીતાંબર અર્પણ કરવું. જનોઈ ભગવાનને પહેરાવવી. ત્યારબાદ ચંદનના તિલક કરી ચોખા, ફૂલ અને તુલસીપત્ર અર્પણ કરવા.

ત્યારબાદ ભગવાન પુરુષોત્તમની રાધા સહિત અંગ પૂજા કરવી.

अंगपूजा

(१)नन्दात्मजाय नमः पादौ पूजयामि।
(२)यशोदातनयाय नमः गुल्फौ पूजयामि।
(३)केशिसूदनाय नमः जानु पूजयामि।
(४)भूभारोत्तारकाय नमः जठरं पूजयामि।
(५)अनंताय नमः कटिं पूजयामि।
(६)विष्णु रूपधृषे नमः मेढ्रं पूजयामि।
(७)प्रध्युम्नाय नमः नाभिं पूजयामि।
(८)अनिरुद्धाय नमः हृदयं पूजयामि।
(९)श्री कण्ठाय नमः कण्ठं पूजयामि।
(१०)सकलास्रधृषे नमः बाहुं पूजयामि।
(११)वाचस्पतये नमः मुखं पूजयामि।
(१२)केशवाय नमः नेत्रे पूजयामि।
(१३)सर्वात्मने नमः शिरः पूजयामि।
(१४)विश्व रूपिणे नमः सर्वाङ्गं पूजयामि।।

– આ પ્રમાણે ભગવાન ના દરેક અંગોની પુષ્પો વડે પૂજા કરવી.

ત્યારબાદ કેશવ વગેરે 24 નામથી પણ નમસ્કાર અથવા ફૂલથી પૂજન કરવા. અબીલ, ગુલાલ વગેરે સુગંધી દ્રવ્યો ચડાવવા અને “નંદનંદન ને મારા નમસ્કાર હો” એવી સ્તુતિ સાથે ધૂપ-દીપ નૈવેદ્ય, જળ, મુખવાસ આદિ ધરાવીને કહેવું હે “દેવાધિદેવ! ઉત્તમ ફળની પ્રાપ્તિ માટે મેં જે આ પૂજન કર્યું તેને સ્વીકારી મારા પર કૃપા કરજો.” ત્યારબાદ યથાશક્તિ દક્ષિણા મૂકી આરતી ઉતારવી. પ્રદક્ષિણા કરવી અને ખોબામાં પુષ્પ લઈ મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરીને પ્રણામ સાથે છેલ્લે –
यस्य स्मृत्या च नामोक्त्या तपो यज्ञ क्रियादिषु।
न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतम्।। આ શ્લોક વડે પ્રાર્થના કરવી.

અંતમાં કદાચ કોઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય તે માટે
मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर।
यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे।। આ શ્લોક થી ક્ષમા માંગવી.

શક્ય હોય તો દરરોજ તલનો હોમ કરવો ૩૦ દિવસ ચાલે તેઓ અખંડ દીવો રાખવો જોઈએ જેથી પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થાય તેમજ સર્વ કામ સિદ્ધ થાય કારણ કે ભગવાનનું સ્મરણ કરવાથી સર્વ પૂર્ણ થાય છે એ ભારે ભગવાનને નમસ્કાર કરીને જે ક્ષતિ હોય તે પૂર્ણ કરવી અને પછી મરજી મુજબ સુખેથી ફરવું.

इत्थं श्री पुरुषोत्तमं नवघनश्यामं सराधं मुदा।
सम्प्राप्ते पुरुषोत्तमेऽवनितले लब्ध्वा जनुर्मानवम्।।
भक्त्या यः परिपूजयेत् प्रतिदिनं कृत्वा गुरुं वैष्णवं।
भुक्त्वा ह्यत्र सुखं समस्तमतुलं पश्चात्स गच्छेत् परम्।। ४७।।

આ પ્રમાણે જ્યારે જ્યારે પૃથ્વી પર પુરુષોત્તમ માસ આવે, ત્યારે માનવ દેહધારી જીવાત્મા રાધા સહીત પુરુષોત્તમ ના ભક્તિપૂર્વક પૂજન કરશે, તેમજ વૈષ્ણવને ગુરુ ગણીને દરરોજ તેનાં પૂજન કરશે, તે જીવાત્મા આ લોકમાં બધા જ સુખો ભોગવીને પરલોકમાં સારી રીતે ગતિ કરશે…

બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય..
ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર….

-શાસ્ત્રી તુષાર ભાઈ દવે

9825998872

Categories: Mythology

Leave a Reply