સપનામાં ય નહોતું વિચાર્યું…
કે હું કોઈક દિવસ મોઢે બુકાની પહેરીને બેન્કમાં જઈશ અને કેશિયર પાસેથી રૂપિયા કઢાવી લાવીશ !
… તારી ભલી થાય કોરોના !
સપનામાં ય નહોતું વિચાર્યું…
કે મજુરો માટે સ્પેશીયલ ટ્રેનો ચાલતી હશે અને ધનવાનો માટેની ફ્લાઈટો પર પ્રતિબંધો હશે !
… તારી ભલી થાય કોરોના !
સપનામાં ય નહોતું વિચાર્યું…
કે લોકોના પેટમાં જેટલો આલ્કોહોલ ગયો છે એના કરતાં દસ ગણો આલ્કોહોલ હાથ ધોવામાં વપરાઈ જશે !
… તારી ભલી થાય કોરોના !
સપનામાં ય નહોતું વિચાર્યું…
કે જુવાન છોકરા-છોકરીઓ માત્ર ‘ઘરનું’ ખાવાનું ખાઈને છ-છ મહિના લગી જીવતા રહી શકે છે !
… તારી ભલી થાય કોરોના !
સપનામાં ય નહોતું વિચાર્યું…
કે જે ઘરમાં છેલ્લા 50 વરસમાં કદી એક ગાળ નથી બોલાઈ એ જ ઘરના ટીવીમાં, વેબસિરિઝોમાંથી આટલી બધી ગાળો સંભળાતી હશે !
… તારી ભલી થાય કોરોના !
અને સપનામાં કોણે વિચારેલું ?
…. કે બિચારું છાપું કોરોના વાયરસનો બોમ્બ હોય એમ અમુક લોકો એનાથી ડરતા હશે !
… તારી ભલી થાય કોરોના !
અને હા, સપનામાં ય નહોતું વિચાર્યું… કે એક ચાઇનિઝ આઈટમ આટલી ‘ટકાઉ’ નીકળશે !
… તારી ભલી થાય કોરોના !
-અજ્ઞાત
Categories: Poems / कविताए