(ગાલગા×4)
માનવી ભૂલ ને પાત્ર ના ગમ કરો.
દોષ સ્વીકારીને જાત સોહમ કરો.
સાત સૂરો મઢાવી પ્રણય ગીતમાં,
પ્રીતડી પાથરી શ્વાસ સરગમ કરો.
છે ફરજ આકરી થાક લાગે ઘણો,
જિંદગી કર્મથી આપ સોડમ કરો.
હાથમાં લોટ રાખીને ડુંગર ચડી,
રુકમણીને મનાવીને સંગમ કરો.
કેટલું દર્દ આપે અગન ભીતરે,
ઝંખના શીતની છે એ ઉપક્રમ કરો.
લાવશો ના ગુટી પ્રાણ પૂરી શકે,
બે ઘડી જિંદગીની મધુરમ કરો.
આવશે યમ અચાનક સમાચાર ના!
દ્વેષ છોડી ને કાયા શિવોહમ્ કરો.
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat