SELF / स्वयं

બાપ ની વહેંચણી

બાપ ની વહેંચણી એક ઉત્તમ નિર્ણય…દરેક વડીલોએ અપનાવવા જેવો નિર્ણય.

રાકેશ: “બાપા ! પંચ આવ્યું છે, હવે તમારી રીતે વહેંચણી કરો.”

સરપંચ : “જો ભેગા રહેવું ફાવતું ન હોય તો છોકરાઓને ભાગ પાડી દયો ઇ જ હારુ.., હવે તમે કયો કે કયા છોકરા હારે તમે રેવાના ?”
સરપંચે મગનદાદા ને પૂછ્યું.

રાકેશ : “અરે એમાં શું પૂછવાનું, ચાર મહિના મારી સાથે, ચાર મહિના વચલા ની સાથે અને ચાર મહિના નાનકા ને સાથે રેશે.”

બાકીનાં બન્ને છોકરાઓ : (મોટાભાઈ ની સામુ જોઈને) “હા હા ઠીક છે… હાલશે અમારે..”

સરપંચ : “ઇ તો પાકુ થઈ ગ્યુ કે મગનદાદા ત્રણેય દીકરાને ત્યાં ચાર ચાર મહિના રહેશે…. હાલો લ્યો મગનદાદા, હવે ઘર અને જમીનના ભાગ કરી દઈએ !”

મગનદાદા : અત્યાર સુધી ઉપર આકાશમાં આંખ્યું માંડીને બેઠા હતા. અચાનક જોરથી રાડ પાડી ને બોલ્યા….”શેની વહેંચણી..? શેના ભાગ…? હેં…!! ભાગ હું પાડીશ અને વહેંચણી પણ હું એટલે કે તમારો બાપ કરશે….. તો સાંભળો… ત્રણેય છોકરાઓએ પેરેલા કપડે મારા ઘરમાંથી નીકળી જાવાનું છે……”

“ચાર ચાર મહિનાની પાળીમાં, વારાફરતી મારા ઘરે આવીને રેવા આવવાનું અને બાકીના મહિનાની વ્યવસ્થા જેને જેમ પોહાય એમ કરી લેવી ….સંપત્તિનો માલિક હું છું.

ત્રણેય છોકરાઓ અને પંચની બોલતી બંદ થઈ ગઈ, મગનદાદા ની વહેંચણીની આ નવી રીત સાંભળીને ઘણા વડીલોની આંખો પણ ખુલી.

આને કેવાય સાચો નિર્ણય..વહેંચણી છોકરાઓએ નહિ પરંતુ “માં-બાપે” કરવાની હોય.

અજ્ઞાત 

Leave a Reply