Sense stories / बोध कथाए

ટાઈમ

નિષ્ફળતાની સામે ઝૂકે નહિ ને સફળતાની આશા મૂકે નહિ, તે એક દિવસ સફળતાના શિખરે દીવો મૂકે, મૂકે ને મૂકે જ. ઝળહળતી સફળતા પામે જ પામે.

“Thomas Alva Edison” અમારી School Bookનો એક પાઠ હતો. દુનિયા આખીને અજવાળા આપનારો આ માણસ હજારો વાર નિષ્ફળતા જોડે અથડાયો હતો, છતાં અટક્યો નો’તો. અને એક દિવસ Edisonને ગાંડો કહેનારી દુનિયા Edisonની પાછળ ગાંડી થઈ ગઈ.

કારણ માત્ર એટલું જ કે, હજારો નિષ્ફળતા એના હોંશલા, એના ઉત્સાહને જરાય ઠંડો કે ધીમો ન પાડી શકી. કેમકે એની સફળતાની આશા પ્રબળ હતી. આ જ Edisonની એક વાત વાંચી. એની દિલની દુનિયા ઉદાત્ત હતી. એ વૈજ્ઞાનિક હોવા છતા’ય, એ ધૂની હોવા છતા’ય, એને ઘડી-Secondની ફુરસદ ન હોવા છતાં’ય એની માનવીયતા કેવી દિવ્યતાને ધારણ કરતી હતી એનો એક નાનેરો પ્રસંગ.

એક મિનિટ, આ મસ્ત પ્રસંગ વાંચતા પહેલા તમારે Promise કરવું પડશે કે, જે કહે છે.. અમને દેરાસર જવાનો, પ્રભુપૂજા-ગુરુવંદન ને પ્રવચન કે માતા-પિતા ને પરિવાર જોડે બેસવાનો Time નથી, તે છતાં Walking કરવા જાય છે, Bathroom જાય છે, Mobile પર વાતો કરે છે, T.V. જુએ છે, Newspaper વાંચે છે.. એને તમારે આ Edisonની વાત વાંચી ટોન્ટ ન મારવો.

Edisonને ઘડી-પળની નવરાશ નો’તી. છતાં તે રોજ સવારે મેદાનમાં દૂર-દૂર સુધી ફરવા જતા. એમને એક પ્રશંશકે પૂછ્યું, “Sir! તમારી પાસે મિનીટોની મારામારી છે, તે છતાં તમે Morning Walkમાં કલાક બગાડો છો?” એ વખતે એડીસને કહ્યું, “આ એક કલાકની Energy 24 કલાક Current પૂરો પાડે છે.”

——————————————————-
એક Healthને Maintain કરવા માટે માણસ ગમે તેમ પણ.. સમય Adjust કરે જ છે. જો એને Health જરૂરી લાગે તો. જેને પ્રભુની ને પરિવારની Length ને Wealth જાળવવી જરૂરી લાગી હોય, તે ગમેતેમ કરીને સમય કાઢી જ શકે.
——————————————————-

કથા:-

Edison સૂરજ ઉગે એ પહેલા મેદાનમાં પહોંચી જતા. ને મસ્તીથી મિત્રો સાથે કલાક Walking કરી પાછા ચાલતા આવવાનો એમનો નિયમ હતો. એક દિવસ Edison Walking કરી ઘર પરત ફરી રહ્યા હતા. અને એમણે જોયું, રોડના એક કિનારે એક નાનકડું પંખી ઘાયલ થઈને પડ્યું હતું. એ તડફડતું હતું, ઊડી નો’તું શકતું.

ઘણા બધા Walking King આ પંખીને જોઈને ગયા. પણ.. પંખી માટે માણસ પાસે Time ક્યાં! પણ.. દુનિયામાં વીજળીના Bulb પ્રગટાવનારા Edisonના દિલમાં લાગણીના Bulb પ્રગટ્યા. એ ઊભા રહી ગયા. એમના પગ આગળ વધ્યા જ નહિ. એ પંખી તરફ ગયા.

પંખી તડફડતું ખસતું ગયું, એમ એ એની પાસે જતા ગયા. ને એમણે લોહી નીંકળતા એ પંખીને બે હાથે ઉપાડી લીધું. એમની આંખો ભરાઈ ગઈ. પંખીને લઈ Edison ઘેર આવ્યા. પોતાના શોધ અને સંશોધનના સમયમાંથી એમણે પંખીની સારવાર માટેનો સમય કાઢી લીધો.

એમણે પંખીને Dressing કર્યું, સ્વચ્છ કર્યું, ને સ્વસ્થ કર્યું. પંખીના ઘા રૂઝાઈ ગયા હતા, એટલે એમણે પંખીને નીલગગનમાં રમતું મૂકવું હતું. પણ.. પંખી હતું દક્ષિણ પ્રદેશનું. પાનખર વીતી ગઈ હતી. એના સાથી પંખીઓ તો ક્યારના’ય વતન પહોંચી ગયા હતા.

આ પંખીને ઉડાડી દઉં તો એકલું-અટુલું કઈ રીતે પહોંચશે? ક્યાંક રસ્તે રઝળી ન પડે કે કો’કનો શિકાર બની ન જાય!!! Edison પોતાની શોધને ભૂલી પંખીની ચિંતામાં ડૂબી ગયા. એમની દિલની દુનિયાનો કબ્જો નાનકડા પંખીએ લઈ લીધો. પંખીને એના દેશ તો મોકલવું જ પડશે. પણ.. કોઈ ઉપાય જડતો નો’તો.

આખિર એક દિવસ એડીસને મનમાં Plan નક્કી કર્યો ને સુથારને બોલાવ્યો. પંખીને સામે રાખીને સુવિધાયુક્ત પાંજરું બનાવ્યું. ને એમાં દાણાપાણી મૂક્યા. પંખીને અથડાય નહિ, વાગે નહિ એ રીતે બધું ગોઠવ્યું. આ બધું જોઈ જોઈ મિત્રો ને પરિવાર એકવાર તો આફરીન થઈ જતા. પણ.. પછી એમના મનમાં થતું કે, આટલો મોટો વૈજ્ઞાનિક પંખી પાછળ ટાઈમ Waste કરે છે.

પણ.. દિમાગી દુનિયામાં વસનાર એ લોકો આ દિલની દુનિયામાં રમનારને ક્યાંથી માપી શકે કે માણી શકે!

ને એક દિવસ Edison એ પાંજરું લઈ અમેરિકાના દક્ષિણ પ્રદેશમાં આ પંખીને ક્યાં મોકલવું એની તપાસ કરવા ગયા. જે જુવે તે આશ્ચર્યચક્તિ થઈ જાય. ને આભારવશ થઇ હાથ જોડી દે. પ્રયોગો ને પ્રયોગશાળા.. બધાને Side કરી આટલો મોટો વૈજ્ઞાનિક એક પંખીને માટે આ રીતે પાકી જાતતપાસ કરે છે.

છેલ્લે એડીસને Express Companyને પૂરેપૂરું ભાડું ચૂકવી દીધું. ને કહ્યું, “આ પંખીને જીવની જેમ સાચવીને આ સ્ટેશને ઉતારી પછી આજુબાજુ ચેક કરી, જોઈ દક્ષિણ અમેરિકાના ખુલ્લા આકાશમાં રમતું મૂકી દેજો, ઉડાડી દેજો.” Express Companyના અધિકારીઓ ને કર્મચારીઓએ જ્યારે Edisonના મોઢે આ વાત સાંભળી હશે, ત્યારે એમનું મસ્તક આ દયાવતારને સહજ નમી પડ્યું હશે.

કથા તો અહીં પૂરી કરીએ. પણ.. એક અનાર્ય દેશમાં જો પંખી માટે આવું દયાભર્યું દિલ હોય, તો આ આર્ય દેશના સપૂતનું દિલ દયાની કઈ સીમાએ જવું જોઈએ? કમસેકમ અહીં થતી હિંસા-કતલખાના રવાના થાય તે માટે પ્રાર્થના તો કરીએ.

ને બીજું, પંખી માટે જો એક વૈજ્ઞાનિક આટલો Time આપી દે, તો આપણે પરિવાર માટે, આપણા આત્મા માટે શું કામ થોડોક Time ન દઈએ? ચાલો, આજથી જ આપણે આપણને Time દેતા થઈએ.

✍🏻 પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ

Leave a Reply