Sense stories / बोध कथाए

સેફટી બેલ્ટ

Safety Belt એ બંધન નથી થઈ જતો. Accident એ તમારી Lifeનો The End ન કરી દે, એને માટેની એ વ્યવસ્થા છે. ન બાંધનારને થતી Penalty એ જુલમ નથી, એ શિક્ષા છે. અને એ શિક્ષા છે તમારી Safe Life માટે. એને બંધન સમજવુ એ બેવકૂફી છે.

એ જ રીતે જિંદગીના પણ કેટલાક Safety Belt છે. એ ન સમજી શકે તે એને જુલમ સમજે. ક્યારેક Doubt સમજે. એ સમજે ત્યાં સુધી વાંધો નથી, પણ.. પછી એ સામનો કરે અને રહેવાનું મકાન રણમેદાન બને. _એક બનેલો કિસ્સો આ વાતને સ્પષ્ટ કરશે._

અમે મુંબઈમાં હતા. એક ગર્ભશ્રીમંત ભક્ત પરિવારની દિકરી આવી. અમને કહે, “ગુરુદેવ! આવો પક્ષપાત પપ્પા કરે તે ના ચાલે. આપ પપ્પાને સમજાવો. આખિર અમારા બંન્નેના મા-બાપ એક જ છે, તો પપ્પા અમારા ભાઈ-બેન વચ્ચે આવી Partiality – ભેદભાવ શું કામ રાખે છે? એને માટે Rules અલગ. ને મારા માટે કાયદા અલગ. આવા ભેદભાવ કેમ?”

મેં કહ્યું, “શેમાં ભેદભાવ? તને Byke કે Activa નથી અપાવ્યું? તે મોબાઈલ માંગ્યો, ને અપાવ્યો. તને ને તારા ભાઈએ માંગ્યું એ એને અપાવ્યું. એમાં Partiality ક્યાં આવી?”

એ કહે “ગુરુદેવ! એ વાત નથી.”

તો મેં કહ્યું, “જે વાત હોય તે ખુલાસો કર.”

એ રડી, ખૂબ રડી. ને કહે, “ભાઈ રાત્રે મોડો આવે તો ચાલે. હું મોડી આવું તો મારે માટે કાયદો કે જલ્દી આવી જજે. આવી Partiality શું કામ? ને દરેક વાતમાં આવું કરે છે.”

મેં કહ્યું, “હું તારા પપ્પા-મમ્મીને તું કહે તો પૂછીશ કે તમે આવુ શું કામ કરો છો? પણ.. હું તને એક વાત પૂછું? તું આ ઉપાશ્રયમાં આવી, તો તે તારા Shoes ક્યાં મૂક્યા?”

એ કહે, “એ તો બહાર ઉતારીને આવી.”

અમે કહ્યું, “ને તારું Purse તું અંદર લઈને આવી, આમ કેમ?”

એ કહે, “ગુરુદેવ! It is simple. Purse જો બહાર મૂકી આવું તો ઉપડી જાય.”

અમે કહ્યું, “કેટલા’યના Shoes પણ ઉપડી જતા હોય છે.”

એ કહે, “એવું તો ક્યારેક જ બને. બાકી Purse તો ઉપડી જ જાય.”

“એટલે તું Shoes બહાર મૂકી આવી. ને Purse અંદર લાવી, એ Partiality કહેવાય ને?”

*”ના ગુરુદેવ! એ Pre-Caution કહેવાય. Purseને સલામત રાખવું જરૂરી છે.”

મેં કહ્યું, “હવે હું તને એક વાત પૂછું? રાતના જોખમ Gentsને વધારે કે Ladiesને? એકલા પુરુષ કેટલી વાર લૂંટાયા? જ્યારે એકલી સ્ત્રી.. લૂંટાય તો શું લૂંટાય? લુખ્ખાઓ ને રોમીયાઓનો કે દારુડિયાઓનો ડર કોને વધારે? મશ્કરી ધોળે દિવસે’ય એકલી Lady જતી હશે, તો ઘણીવાર થવાની.”

એ કહે, *”ગુરુદેવ! એ તો બરાબર છે. પણ.. આ Partiality ન કહેવાય?”

મેં કહ્યું, “આ મા-બાપના Pre-Cautions છે, Partiality નહિ. ને બીજું, તારા મમ્મી-પપ્પાને તારી પર Doubt નથી, એમને તો તારી પર Proud છે. પણ.. એમને તારી ચિંતા છે. એમના ડરને તું Doubt સમજે છે.”

“તારો આ Doubt દૂર કર. ને બીજી એક વાત કહું, *દોરડા દુકાનની બહાર ઘણી જગ્યાએ રાતભર પડી રહે છે. તો’યે એ ચોરાતા નથી. પણ.. દાગીના તો Drawerમાં પણ નહિ, તિજોરીમાં જ મુકાય. એની સુરક્ષા જરૂરી છે. એના પર નજર બગાડનારા ઘણા છે. દોરડા પર કોણ નજર બગાડવાનું?”

“એમ તમે બધી જ દાગીના જેવી છો. એટલે તારા જ નહિ, દરેક છોકરીના મમ્મી પણ આમ જ કરતા હોય છે. એટલે એને પપ્પા મમ્મીની Doubt નહિ, પણ.. ડર સમજો તો પપ્પા-મમ્મી માટે માન ને મહોબ્બત બંન્ને વધી જ જશે. અને તારા ઘરનો જ દાખલો તું વિચાર. મમ્મી કલાક મોડી આવે તો ચિંતા કેટલી થાય? ને પપ્પા મોડા આવે તો ચિંતા કેટલી?”

એ રડી પડી. ને એટલું જ બોલી કે, “મેં ખાસ તો પપ્પાને ન ઓળખ્યા. મેં બહુ Miss કર્યા પપ્પાને!” બીજે દિવસે એના મમ્મી-પપ્પા રોજની જેમ વંદન કરવા આવ્યા. ને થોડીક વાતચીત કરી ત્યાં તો બંન્ને જણ રડવા માંડ્યા.

ને.. એ છોકરીના પપ્પા બોલ્યા, “ગુરુદેવ! ગઈકાલે તમારી પાસેથી ઘેર આવી સ્વીટી મને વળગીને ખૂબ રડી. ને બોલી, ‘પપ્પા! મેં તમને ખૂબ Miss કર્યા.’ ને ગુરુદેવ! એનો Attitude ને વ્યવહાર બધો જ બદલાઈ ગયો.” ને એમણે આગળ કહ્યું, “અમે બંન્ને ઘણી રાતો આની ચિંતામાં ઊંઘી નો’તા શકતા ને રડતા હતા. આજે ભગવાને અમને સૌથી વધુ સુખી કરી દીધા.”

કાશ! દરેક દિકરી જો આટલું સમજે કે પિતાને મારી પર Doubt નથી, પણ.. પિતૃહૃદયનો ડર છે. તો ઘર મંગલઘર બન્યા વિના નહિ રહે.

✍🏻પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ

Leave a Reply