Sense stories / बोध कथाए

500 રૂપિયાનો તેતર

એક બજાર હતું. એ બજારમાં એક તેતર પકડવાવાળો શિકારી વ્યક્તિ તેતર વેચી રહ્યો હતો. એની પાસે જાળીવાળા મોટા ટોપલામાં ઘણા બધા તેતર હતા. અને એક નાના ટોપલામાં માત્ર એક નાનો તેતર હતો.

એક સમજદાર ગ્રાહક આવ્યો,એણે મોટા ટોપલા સામે જોઈને પૂછ્યું; “તેતરનો શું ભાવ છે ?”

પેલા તેતરવાળાએ જવાબ આપ્યો; એક તેતરના 80/- રૂપિયા છે.

આ સાંભળી સમજદાર ગ્રાહકે નાના ટોપલામાં જે એક નાનો તેતર હતો એનો ભાવ પૂછ્યો “આ નાના તેતરનો શું ભાવ છે ?”

તેતરવાળાએ જવાબ આપ્યો “ખરેખર તો હું એને વેચવા માંગતો નથી પણ જો આપ લેવા માટે જીદ કરો છો તો એની કિંમત 500/-રૂપિયા થશે.”

ગ્રાહકે આશ્ચર્ય સાથે સવાલ કર્યો કે “આની કિંમત 500/- રૂપિયા કેમ ?”

આ સવાલનો જવાબ આપતા તેતરવાળાએ કહ્યું કે “આ મારો પાલતુ તેતર છે. આ તેતર બીજા તેતરને જાળમાં ફસાવાનું કામ કરે છે. મારા ધંધામાં એ મને મદદ કરે છે. જ્યારે મોટા ટોપલામાં જે તેતર છે તે બધા જાળમાં ફસાયેલા તેતર છે. મારો પાલતુ તેતર અવાજ કરીને બીજા તેતરને બોલાવે છે. જાણ્યા-સમજ્યા વિના બીજા તેતર પાલતુ તેતરનો અવાજ સાંભળીને એક જગ્યાએ ભેગા થઈ જાય છે પછી હું આ બધા તેતરનો આસાનીથી શિકાર કરી લઉં છું/પકડી લઉં છું. ત્યારબાદ ફસાવવાળા પાલતુ તેતરને હું એનો મનપસંદ ખોરાક આપી દઉં છું જેનાથી એ ખુશ થઈ જાય છે એના કારણે એની કિંમત વધારે છે.

ગ્રાહક અને તેતરવાળાની ભાવતાલની આ બધી વાતો એક સમજદાર વ્યક્તિ બરાબર સાંભળી રહ્યો હતો. આ સમજદાર વ્યક્તિએ 500/- રૂપિયા આપીને પેલા પાલતુ તેતરને ખરીદી લીધો અને ભર બજારની વચ્ચોવચ્ચ તે તેતરની ગરદન ઉડાવી દીધી.આ દ્રશ્ય જોઈને બજારના લોકો નવાઈ પામી ગયા.

એક સજ્જને પૂછ્યું “આપે આવું શા માટે કર્યું ?”

પેલા સમજદાર વ્યક્તિએ જવાબ આપ્યો “આવા ગદ્દારને જીવતા રહેવાનો કોઈ અધિકાર નથી જે પોતાના ફાયદા માટે પોતાના જ લોકોને ફસાવે,પોતાના જ લોકોને વિશ્વાસઘાત કરે એનો અંજામ આ જ હોય શકે.”

પોતાના સમાજમાં આવા તેતરોથી સાવધાન રહેવું. આવા ગદ્દાર તેતરોને ઓળખો.

(નોંધ:-સમાજહિતમાં જારી)

-અજ્ઞાત 

Leave a Reply