Very Nice

દોસ્ત એટલે

મારા માટે દોસ્ત એટલે શું ?

દોસ્ત એટલે શરીરની બહાર ધબકતું દિલ,
દોસ્ત એટલે તમારી બહાર જીવતું તમારું રૂપ,
દોસ્ત એટલે પાસવર્ડ વિનાનું એકાઉન્ટ,
દોસ્ત એટલે ઈશ્વરનું સૌથી અમૂલ્ય મેચિંગ,
દોસ્ત એટલે જીવનના બગીચાની સુગંધ,
દોસ્ત એટલે ડીગ્રી વિનાનો ડોક્ટર,
દોસ્ત એટલે ખુશીના ખજાનાની ચાવી,
દોસ્ત એટલે હાસ્યની ગંગોત્રી,
દોસ્ત એટલે ૩૬૫ દિવસ ૨૪ x ૭ ખુલ્લી રહેતી ઈમરજન્સી,
દોસ્ત એટલે પાબંદી વિનાની મહેફિલ,
દોસ્ત એટલે જેને ઉદાસીનો અણસાર સૌથી પહેલા આવે,”

મને તો એટલી ખબર પડે…….”દોસ્ત એટલે….સ્વ પછીનો સૌથી પહેલો સ્વજન.”

-અજ્ઞાત 

Categories: Very Nice

Leave a Reply