Mythology

એ મારી પ્રાર્થના છે

વિપતિમાં મારી રક્ષા કરો,એ મારી પ્રાર્થના નથી,
પણ વિપત્તિમાં હું ભય ન પામુ,એ મારી પ્રાર્થના છે.

દુઃખ અને સંતપથી ચિત વ્યતીત થઈ જાય ત્યારે
મને સાંત્વના ન આપો તો ભલે,
પણ દુઃખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.

મને સહાય ન આવી મળે તો કાઈ નહિ
પણ મારું બળ તૂટી ન પડે,
કેવળ છેતરાવવાનું જ મને મળે,
તો મારા અંતરમાં હું તેને મારી હાની ન માનું તેવું કરજો.

મને તમે ઉગારો- એવી મારી પ્રાર્થના નથી,
પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો.

મારો બોજ હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો
પણ એને હું ઉંચકી જઈ શકું,એવું કરજો.

સુખના દિવસોમાં નમ્ર ભાવે તમારું મુખ હું ઓળખી શકું,
દુઃખની રાતે,સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય
ત્યારે તમે તો છો જ –
એ વાતમાં કદી સંદેહ ન થાય,એવું કરજો.

Source: Whatsapp message.

લેખીકા: કુંદનીકાબેન કાપડિયા

પુસ્તક: પરમ સમીપે

Categories: Mythology

Tagged as: ,

4 replies »

  1. ચેતનભાઈ , આ પ્રાર્થના કુન્દનિકાબેન કાપડિયા જી ના પ્રાર્થના ના પુસ્તક ” પરમ સમીપે ” માં થી આપે લીધી છે . તેનો ઉલ્લેખ આપે કરવો જોઈએ .

  2. કઈ વાંધો નહિ , ચેતનભાઈ . આપ ગુજરાતી સાહિત્ય ની ઘણી સેવા કરો છો . આપને ખુબ ખુબ શુભેચ્છા .

Leave a Reply