Payal Unadkat

સખા

(ગાલગાગા ગાલગાગા ગાલગા)

ચોતરફ ગોકુળ ને વૃંદાવન સખા!
કૃષ્ણમય મારું બને જીવન સખા!

નામ જપ તારા નિરંતર હું કરું,
મન હ્રદય મારું બને પાવન સખા!

એક ક્ષણ તારી ઝલક તું આપજે,
તું જગતનો નાથ હું વામન સખા!

માફ કરજે દોષ મારા શામળા,
પાથરી દીધો હવે દામન સખા!

ખીલવી ને ફૂલ ભક્તિ ભાવના,
તું બનાવી દે જગત ઉપવન સખા!

શ્યામ સુંદર એટલી અરદાસ છે,
તું ભવોભવમાં બને સાજન સખા!

છે વિનંતી આવ તું ઉગારવા,
ત્રસ્ત છે આજે અતિ જનજન સખા!

-પાયલ ઉનડકટ

Categories: Payal Unadkat

Leave a Reply