Asim Bakshi

ઉમર ઉમર નું કામ કરશે

ઉમર ઉમર નું કામ કરશે
પોતાના માટે ક્યારે શ્વાસ ભરશે

મિત્રો હશે સંગાથે
સામે વહેણે તું તરશે

ઝેર ગટગટાવ્યું જિંદગીભર
અમૃત પ્યાલો ક્યારે ભરશે

જવાબદારી પડી છે પીઠે
મોજમસ્તી તું ક્યારે કરશે

થોડું ઉપરવાળા પર છોડ
બધું સારુ વાનું કરશે

ફિકર લલાટે થી ભૂંસી નાખ
પછી અરીસો પણ હસશે

અતીતે આંટો મારી આવ
બાળપણ આંગળી પકડશે

ખેડ સફર મધદરિયે
અનમોલ મોતી જડશે

-આસીમ !!!

Categories: Asim Bakshi

Leave a Reply