આમ તો જો!!
આ વરસાદી દિવસોમાં પણ કેટલો બધો ઉઘાડ છે આજે..
આવી જ કોઇ સવારે ઉઘાડ નીકળ્યો ‘તો ને મેં તને કહેલું,
” જો આ આકાશ કેટલું સ્વચ્છ દેખાય છે”
અને
તારો જવાબ હતો ..
“વાદળી હતી , ‘ને વરસી ગઇ…”
એ વખતે ઉદાસીએ ઘેરી લીધેલી….
પણ આ વાદળીનું પણ કેવું???
બિલકુલ સ્ત્રી જેવું….
બંધાવું,
વરસવું
અને
વિંખાઇ જવું….
પરંતુ….
વાદળી વિખરાયા પછીનું સ્વચ્છ આકાશ જોયું છે કદી???
એક ચમક…
એક આભા હોય છે એની પોતાની….
જે હતું એ બધું જ આપી દીધાનો સંતોષ…
પોતાનું બધું જ ઠાલવી દીધાનું સુકુન…
હા,
બિલકુલ સ્ત્રી ની જેમ જ….
ઝીલવાની પાત્રતા
હોય પણ
કે
ન પણ હોય ….
પણ આપી દીધાનો સંતોષ અદ્દભુત હોય છે સ્ત્રીને…!!!!
એને
ન આશ…
ન પ્યાસ…
કેવળ થોડો વિશ્વાસ
ને
ખાસ અહેસાસ …
આ છે સ્ત્રી
-અજ્ઞાત
Categories: Very Nice