Sense stories / बोध कथाए

મારી માં

મારી માંને ઘણી સમસ્યાઓ હતી. એને ઊંઘ ન આવતી અને એ સાવ નંખાઈ ગયાનું અનુભવતી હતી. એ એકદમ છેડાઈ પડતી અને એનામાં કડવાશ આવી ગઈ હતી. એ હમેશાં બિમાર રહેતી.

એક દિવસે એ અચાનક બદલાઈ ગઈ. પરિસ્થિતિ તો એની એજ હતી પણ “મા” અલગ હતી.

એક દિવસ મારા પિતાએ એને કહ્યું : હું ત્રણ મહિનાથી નોકરી શોધું છું પણ મને કશું જ મળતું નથી એટલે હું મારા મિત્રો પાસે જઈને થોડીક બિયર પીવાનો છું.

મારી માએ માત્ર એટલું કહ્યું : ભલે.

મારા ભાઈએ કહ્યું : મમ્મી, યુનિવર્સીટીમાં બધા વિષયોમાં નબળો દેખાવ છે.
મારી માએ કહ્યું : ભલે, તું બેઠો થઈ જઈશ અને કદાચ ન થા તો સેમેસ્ટર રીપીટ કરજે પણ ટ્યુશનના પૈસા તું ભરી દેજે.

મારી બહેને એને કહ્યું : મમ્મી, હું કાર ભટકાડી આવી છું.
મારી માએ જવાબ આપ્યો : ભલે દીકરી, એને ગેરેજમાં લઈ જા અને પૈસા કઈ રીતે ચૂકવવા તે શોધી કાઢ અને એ લોકો રીપેર કરે ત્યાં સુધી બસ કે મેટ્રોમાં મુસાફરી કર.

એની પુત્રવધુએ એને કહ્યું : સાસુજી, હું કેટલાક મહિના તમારી સાથે રહેવા આવી છું.
મારી માંએ જવાબ આપ્યો; ભલે, લીવીંગ રૂમની સેટ્ટી ઉપર ગોઠવાઈ જા અને કબાટમાંથી ધાબળો લઈ લે.

મમ્મીની આ પ્રતિક્રિયા જોઈને અમે બધાં ચિંતાતુર થઈને ઘરમાં ભેગા થયા.

અમને શંકા હતી કે એ કોઈક ડોકટર પાસે ગઈ હતી જેણે એને કઈંક દવા લખી આપી હતી જેથી આ થતું હશે અને કદાચ તે આ દવાનો ઓવરડોઝ લેતી હતી.

અમે નક્કી કર્યું કે આપણે આ મામલામાં હસ્તક્ષેપ કરવો જોઇએ અને જો એને આવી કોઈ દવાનું વ્યસન થઈ ગયું હોય તો એમાંથી એને મુક્ત કરાવવી જોઈએ.

પરંતુ જ્યારે અમે “મા” પાસે એકત્રિત થયા ત્યારે તેણે ખુલાસો કર્યો કે: મને એ વસ્તુ સમજાતાં ઘણો સમય ગયો કે દરેક વ્યક્તિ પોતાનાં જીવન માટે પોતે જ જવાબદાર હોય છે. મને એ શોધી કાઢવામાં વર્ષો ગયાં કે મારી બધાં પ્રત્યે ની ચિંતા, મારો ગુસ્સો, મારી શહીદ થતા હોવાની ભાવના, મારી હિંમત, મારુ ડિપ્રેશન, ઊંઘ ન આવવું અને મારા પર સવાર રહેતા તનાવે મારા પ્રશ્નોને ઉકેલ્યા તો નહીં પણ વધુ ગૂંચવી નાખ્યા. મને સમજાયુ કે હું બીજાઓ જે કરે એ પરત્વે જવાબદાર નથી પણ હું એ પરત્વે જે પ્રતિક્રિયાઓ વ્યક્ત કરું એ માટે પૂર્ણ જવાબદાર છું. આ કારણોથી, હું એવાં તારણ ઉપર આવી કે મારા પરત્વેનું મારૂં કર્તવ્ય શાંત રહીને અને દરેકને પોતાની સમસ્યાઓ પોતાની રીતે જાતે ઉકેલવા દેવાનું છે.

મેં યોગ, ધ્યાન, માનવ વિકાસ, માનસિક આરોગ્ય, વાઈબ્રેશન્સ અને ન્યુરોલીંગવીસ્ટિક પ્રોગ્રામિંગ અને એવા બધા ઘણા કોર્સીસ કર્યા છે અને એ બધાનો મધ્યવર્તી સૂર મને એક જ લાગ્યો છે. અને તે એ છે કે હું માત્ર મારી જાત પરત્વે જ હસ્તક્ષેપ કરી શકું.ને મારી જાત પ્રત્યે સજાગ રહું. તમારી પાસે તમારાં પોતાનાં જીવનના પ્રશ્નો ઉકેલવા બધી જ સામગ્રી છે. હું તમને માત્ર મારી સલાહ જ આપી શકું અને એ પણ જો તમે માંગો તો અને એને અનુસરવું કે નહીં તે તમારા ઉપર આધારિત છે.

એટલે હવેથી હું તમારી સમસ્યાઓને અપનાવી લેવાની, તમારા ગીલ્ટી અનુભૂતિનો કોથળો ઉપાડવાની, તમારી ભૂલોની વકીલાત કરવાની, તમારાં દુઃખોની ઢાલ બનવાની અને તમારી ફરજો યાદ દેવડાવ્યા કરવાની જે મારી પ્રકૃતિ છે, તેનો ત્યાગ કરું છું.

તમારા પ્રશ્નો ઉકેલનાર કે સ્પેર વ્હીલ તરીકે વર્તનાર હવે હું નથી. હવેથી હું જાહેર કરું છું કે તમે બધા જ સ્વતંત્ર અને પોતાની જાતમાં પરિપૂર્ણ પીઢ વ્યક્તિઓ છાે.

ઘરમાં બધા અવાક થઈ ગયા ! અને તે દિવસથી કુટુંબ વધુ સારી રીતે સ્વયંસંચાલિત થવા લાગ્યું કારણ કે ઘરના બધા જ સભ્યો એ વસ્તુ બરાબર સમજવા લાગ્યા હતા કે હવે પાેતાના કાયૉ માટે તે પાેતેજ જવાબદાર રહેશે.

લેખિકા : ‘એક સુખી સ્ત્રી’

2 replies »

  1. ખૂબ સરસ … ભગવત ગીતા અને 7 Habits બંનેમાં આ વાત જણાવે છે ….સરસ રજૂઆત – હા એક સુખી સ્ત્રી…..

Leave a Reply