Payal Unadkat

સાચવી લો શ્યામ બોલે મર્મમાં

જોયુ ના પાછું ફરીને કર્મમાં,
નામ ચમકે કેમ એનું સ્વર્ણમાં!

કેટલાં ઝખમો કર્યાઁ નિષ્ઠુર થઇ,
સળવળી સંવેદનાઓ ચર્મમાં,

ના સ્વીકારે જે હકીકત દોહ્યલી,
અંતમાં સઘળું ગુમાવે ગર્વમાં,

ગામડેથી દોડતો આવે જનક,
ના કહે પિતાજી છે એ શર્મમાં,

ઝૂંપડીમાં તેલ દીવે પૂરજો,
મીણબત્તી ના જલાવો ચર્ચમાં,

નામ ઈશ્વરનું ઉગારી મોક્ષ દે,
જ્ઞાન ઊપજ્યું ભાગવત સંદર્ભમાં,

કાળનાં પૈડાં નિરંતર દોડશે,
સાચવી લો શ્યામ બોલે મર્મમાં.

– પાયલ ઉનડકટ

Categories: Payal Unadkat

Leave a Reply