Payal Unadkat

સામે પાર…

કસક આ પાર છોડીને જ સામે પાર જાવું છે,
ગહન સાગર વળોટીને જ સામે પાર જાવું.

રસમના જડ વલણ વચ્ચે ઘણા નિર્દોષ હોમાયા,
બધા તોડી મરોડીને જ સામે પાર જાવું છે.

વરખવાણી વહાવી ધૂર્તતાથી લોકને ધૂતે,
બધા ભાંડા એ ફોડીને જ સામે પાર જાવું છે.

ઘણા મણકા સંબંધોના ઘસાઈ ટૂટવા આવ્યા,
અટૂટ દોરે પરોવીને જ સામે પાર જાવું છે.

ચરણ થાક્યા ને મન અકળાય ખૂટ્યુ જોમ બાહુનું,
પ્રભુ દે સાદ દોડીને જ સામે પાર જાવું છે.

-પાયલ ઉનડકટ

Categories: Payal Unadkat

Leave a Reply