Payal Unadkat

શું કહું એ શિક્ષક વિશે!

પાઠ જીવનના ભણાવે શું કહું એ શિક્ષક વિશે!
જયોત શિક્ષણની જલાવે શું કહું એ શિક્ષક વિશે!

હાર પામી સર્વ દિશાઓ હો અંધારી ભાસતી ,
રાહ વિજયની બતાવે શું કહું એ શિક્ષક વિશે!

મૂલ્ય શું છે આ સમયનું જિંદગીમાં સમજાવવા,
શિસ્ત ને અમલી બનાવે શું કહું એ શિક્ષક વિશે!

કાર્ય કુશળતા અને ક્ષમતા વધે મનની એટલે ,
પાત્ર જુસ્સાના બતાવે શું કહું એ શિક્ષક વિશે!

ખંતથી મળશે બધું તું ધારશે હિંમત આપતા,
પાંખ આપીને ઉડાવે શું કહું એ શિક્ષક વિશે!

ચોક પાટી દફતરો ને બ્લેકબોર્ડના આ વિશ્વમાં,
સ્વપ્ન જે નવતર દિખાવે શું કહું એ શિક્ષક વિશે!

ચંદ્ર તારા ગ્રહ નક્ષત્ર વર્ગમાં સૌને બોલાવે,
વિશ્વ દર્શન એ કરાવે શું કહું એ શિક્ષક વિશે!

-પાયલ ઉનડકટ

Categories: Payal Unadkat

Tagged as: ,

Leave a Reply