Asim Bakshi

ફક્ત તારી એક કસર છે

મને હવે હાશ છે વાતાવરણ માં ભીનાશ છે,

ચાર ઋતુઓ વરસ ની વર્ષા ઋતુ ખાસ છે.

આહલાદક ત્રાંસો વરસાદ છે,

ભેગા પલળવાનું યાદ છે.

તારા વિના એકલો મેહુલો બસ દિલ ની આ ફરિયાદ છે,

ભીની માટીની સુવાસ છે.

જાણે તું આસપાસ છે,

અટકી છે બેચાર બૂંદો તારી આવવાની આસ છે.

શહેર મારું તરબતર છે વરસાદી આ અસર છે,

લાગે છે બધું તરબોળ ફક્ત તારી એક કસર છે !!!

-આસીમ 

 

Categories: Asim Bakshi

Leave a Reply