Asim Bakshi

દોસ્ત તને જ કહું છું

એ દોસ્ત તને જ કહું છું
હું પણ કામકાજ માં રહું છું
સમય માંથી સમય કાઢીએ
દિલ ની નજીક જ રહું છું.

મન થી મન નું અંતર કેટલું
હું વિચારું ને તું આવે એટલું
અર્ધું તું કાપ અર્ધું હું કાપું
મળવા માટે કરવું એટલું.

શાન માં સમજી જઈએ
જિંદગી ટૂંકી છે
વખતોવખત મળવાનું રાખ
ટેબલ પર ચાહ મૂકી છે.

કહેવાય ઘડિયાળ ના કાંટા
ચાલ એને ગુલાબ કરીયે
બહુજ આસાન તરીકો છે
મિત્રો સાથે મેળાપ કરીયે !!

-આસીમ !!!

Categories: Asim Bakshi

Leave a Reply