CURRENT TOPIC

ભારતમાં હવે નવી કહેવતો

-માણસ માત્ર માસ્કને પાત્ર.

-જાગ્યા ત્યાંથી… હાથ ધૂઓ.

-ઝાઝા ટેસ્ટ રળિયામણા.

-હોઠ સાજા તો માસ્કથી ઢાંક્યા.

-જેટલા મોં એટલા ઇલાજ.

-બાર ગાઉએ ઝોન બદલાય.

-પ્રભાતે આંકડા દર્શનમ્ !

-નવો દરદી નવ વાર હાથ ધૂએ.

-જીવતો નર ‘નેગેટિવ’ પામે.

-ઘેર ઘેર કોરોનાના ઉકાળા.

-વેન્ટિલેટરનાં નીવડ્યે વખાણ.

-ડોશી મર્યાનો ભો નથી, કોરોના ભાળી ગયાનો ડર છે.

-ઝાઝા કેસ ઝોન બગાડે.

-ઘરનાં છોકરાં સાબુ વાપરે, ને કામવાળીને સેનિટાઇઝર.

-પોઝિટીવ સાથે નેગેટિવ જાય, કોરોના નહીં તો ફ્લુ થાય.

-સો દહાડા સેનિટાઈઝરના, એક દહાડો કોરોનાનો.

-પોઝિટીવનાં પાપ છાપરે ચડીને પોકારે.

-લેવા ગયા ’તા દુપટ્ટા, લઈને આયા માસ્ક.

-સિવિલમાં સો બિમારી, પ્રાયવેટમાં ખિસ્સા ખાલી..

*******

 

Categories: CURRENT TOPIC

Leave a Reply