CURRENT TOPIC

સાયકલ ચલાવવી એ અર્થવ્યવસ્થા માટે હાનિકારક છે.

સાયકલ ચલાવવી એ અર્થવ્યવસ્થા માટે હાનિકારક છે. આ વાત હાસ્યસ્પસ્પદ લાગે છે પણ સત્ય છે. એક સાયકલ ચલાવનાર દેશ માટે મોટી મુસીબત છે.

  • કારણકે તે #કાર નથી ખરીદતો.
  • લોન નથી લેતો.
  • કારનો વિમો નથી કરાવતો.
  • પેટ્રોલ-ડિઝલ નથી ખરીદતો.
  • એ કારની સર્વિસ નથી કરાવતો.
  • અને કારના સ્પેરપાર્ટસ નથી ખરીદતો.
  • એ પૈસા આપી ગાડી પાર્કિંગ નથી કરતો.
  • એ ડ્રાઈવરને રોજગાર નથી આપતો.
  • એ મોટા પેટનો નથી થતો.
  • એ બિમાર પડતો નથી.
  • જી હા! એ સાચું છે કે અર્થવ્યવસ્થા માટે સ્વસ્થ વ્યક્તિ ઠીક નથી.
  • એ દવાઓ નથી ખરીદતો,
  • એ દવાખાનામાં ડોક્ટર પાસે નથી જતો,
  • એ રાષ્ટ્રની GDP માટે કોઈ યોગદાન નથી કરતો.

તેનાથી ઉલટું! એક #FAST_FOODની દુકાન 30 નોકરી ઉભી કરે છે.

  • 10 હ્રદયનાં ડોક્ટર.
  • 10 દાંતનાં ડોક્ટર.
  • 10 વજન ઘટાડવાનાં ડોક્ટર, જિમ, અને તેને લગતી દવાઓનું વેચાણ વધારે છે.

પ્રમાણિકતા ભરી બુદ્ધિથી વિચારો અને પસંદ કરો, દેશની અર્થવ્યવસ્થા માટે કોણ ફાયદાકારક! સાયકલ ચાલક કે પછી કાર ચાલક!

નોંધ : પગે ચાલનારો તો આનાથી પણ ખતરનાક છે કેમકે એતો સાયકલ પણ નથી ખરીદતો!!!

 

Categories: CURRENT TOPIC

Leave a Reply