વર્ષાની ધારાએ એવા છોડ્યા બાણ,
પ્રકૃતિમાં પાંદડે પાંદડે આવ્યા પ્રાણ,
આવી પહોંચી છે સવારી મેહુલાની,
મોરલાએ કળા કરીને કરી છે જાણ,
તરસતા જીવને આપ્યો દિલાસો,
નહિ રહે કોઈના કોઠારે હવે તાણ,
માનવી આપશે તો ગામ ગજાવશે,
કુદરતે ખુલ્લા હાથે કરી છે લાણ,
મહેકશે મહોલાતો ને ખીલશે બાગ,
ઊગશે આંગણે તો સોનેરી ભાણ,
સૂકા ભઠ્ઠ ખેતર ને ગામને જોઈને,
વર્ષાએ વરસીને પૂરી કરી આણ,
વિતી ગઇ પાનખર વહેતા મૂક ગાન,
આવેલી વર્ષાને તું મનભરીને માણ.
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat