Very Nice

વરસાદની ઉંમર

આજે સવારે મેં વરસાદને પૂછ્યું તારી ઉંમર શું ?

વરસાદે મને બહુજ સુંદર જવાબ આપ્યો,

અગર તું વરસાદમાં આમ તેમ આનંદથી ભાગતો હોઈશ તો મારી ઊમર ૧૦ વર્ષ

અગર તું વરસાદમાં કવિતા લખતો હોઈશ તો મારી ઉંમર ૧૬ વર્ષ

અગર તને વરસાદમાં વિરહ જણાતો હશે તો મારી ઉંમર ૧૮ વર્ષ

અગર તને વરસાદમાં ટ્રેકિંગ પર જવાનું મન થતું હશે તો મારી ઉંમર ૨૪ વર્ષ

અગર તને વરસાદમાં ગજરો લેવાનું મન થાય તો મારી ઉંમર ૩૦ વર્ષ

અગર તને દોસ્તો સાથે વરસાદમાં ભીના થતા થતાં ભજીયા ખાવાનું મન થાય તો મારી ઉંમર 45થી 55 વર્ષ

ચાલો વરસાદમાં પલળવાનું નહીં, શરદી થઇ જશે એવું કહે તો સમજો મારી ઉંમર 60 વર્ષ ઉપર !

પછી મેં વરસાદને પૂછ્યું :
”અરે ભાઈ, તું ઉંમર બતાવ – ખાલી શબ્દોમાં ના ગૂંથીશ !”
વરસાદે સ્મિત+હાસ્ય સાથે કહ્યું વરસાદને જેવો માણીશ એ જ મારી ઊમર!

-અજ્ઞાત 

 

Categories: Very Nice

Leave a Reply