મન અમથું હિંડોળે ચઢ્યું
ક્યારેક હસ્યું ક્યારે રડ્યું
મારી ડૂબકી અતીત માં
બાળપણ નું મોતી જડ્યું
પાંપણે સાંજ વરસાદી
યાદો નું એક બુંદ પડ્યું
ઉતરી ગયું દિલ ની અંદર
જઈને લાગણીઓ ને અડ્યું
જ્યા બોલવાનું ત્યાં નહિ બોલ્યું
જાત સાથે ખુબ લડ્યું
નસીબ નો ગણ્યો વાંક
કયું પાંદડું નડ્યું
મિત્રો જેવી મેહફીલ નહિ
મન એકલું બબડ્યું
મન અમથું હિંડોળે ચઢ્યું
ક્યારેક હસ્યું ક્યારેક રડ્યું !!
-આસીમ !!!!
Categories: Asim Bakshi