Very Nice

સમજી લો — ઘરડાં થઇ રહ્યા છો

બરોબર સમજી લો અને ચેક કરો કે તમે કેટલાક બુઢા થઈ ગયા છો?

મિત્રો બોલાવે પણ જવાનું મન નહિ થાય તો સમજી લો — ઘરડા થઇ રહ્યા છો ..

વગર કારણે હસતા રમતા ટાબરિયાઓ પર ખીજવાઈ જાઓ તો સમજી લો — ઘરડા થઇ રહ્યા છો ..

સુમધુર સંગીત ગુંજતું હોય રેડીઓ પર ને માથે બામ ઘસતા હોવ તો સમજી લો — ઘરડા થઇ રહ્યા છો ..

ધમાલ મસ્તી વાળી ફિલ્મ ની ટીકા કરવા લાગો તો સમજી લો — ઘરડા થઇ રહ્યા છો ..

મસ્ત મજા ની મેહફીલ જામી હોય ને મિત્રોને સલાહ આપવા લાગો તો સમજી લો — ઘરડા થઇ રહ્યા છો ..

નવા કપડાં ખરીદવાની ધગશ ઓછી થતી જાય તો સમજી લો — ઘરડા થઇ રહ્યા છો ..

વાત વાતમાં નવજુવાનિયાઓ ની ફેશન પર ટીકાઓ કરવા લાગો તો સમજી લો —ઘરડા થઇ રહ્યા છો ..

ફાજલ રૂપિયા વાપરી શકાય તેમ હોય , ત્યારે mutual fund યાદ આવે તો સમજી લો —ઘરડા થઇ રહ્યા છો ..

ગુલાબ ઉપર મંડરાતા ભમરા ને જોઈ કોઈ રોમેન્ટિક ગાયન યાદ ના આવે તો, સમજી લો —ઘરડા થઇ રહ્યા છો ..

રેસ્ટોરન્ટ માં જઈને પણ ઘર ના ભોજન ના વખાણ કરવા લાગો તો સમજી લો —ઘરડા થઇ રહ્યા છો ..

બેફિકરાઈ છોડી ને માથે ચિંતા ના ટોપલા મુકવા માંડો તો સમજી લો — ઘરડા થઇ રહ્યા છો ..

વરસાદ પડતો હોય ને ભજીયા ના બદલે છત્રી યાદ આવે તો સમજી લો —ઘરડા થઇ રહ્યા છો…

Categories: Very Nice

Leave a Reply