તું કલ્પના છે, ખેવના છે, શમણું છે,
તું નહીં તો હું નહીં, તું જ સઘળું છે.
દરેક ક્ષણ જીવનની, છે તને અર્પણ,
ભલે તું કહે, મારું ઝનૂન જબરું છે.
વિચારું તને ને સહજ બને જીવન,
તારું કલ્પન, તારી માફક નમણું છે.
માંગુ શું હવે તને પામી લીધા પછી,
જે મળ્યું, ચાહ્યા કરતા બમણું છે.
ન વીતે સમય, જો તું નારાજ હોય,
‘અખ્તર’ નું શ્વસવું પણ અઘરું છે.
-ડો. અખ્તર ખત્રી
Categories: Dr. Akhtar Khatri