સૂરજ ઊગ્યે આગળ જોયા,
સંધ્યાટાણે પાછળ જોયા,
માનવ જેવા આ પડછાયા,
સુખદુઃખમાં એના તળ જોયા,
ભૂલેલું સપનામાં જોતાં,
પ્રત્યક્ષ થાશે અંજળ જોયા,
વેલી નાજુક નમણી અંગે,
ભીંતે ચડવાના બળ જોયા,
વર્ષોથી ખુલ્લા મંદિરના,
વાસેલા એ ભોગળ જોયા,
ચમકી ક્ષણમાં ઊડી જાતા,
વચનો એના ઝાકળ જોયા,
ફોરમ માટે ફૂલો વાવે,
ક્યાંથી બોલે બાવળ જોયા!
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat