આવ્યો કેવો શ્રાવણ શંભુ!
શ્રદ્ધાનું છે કારણ શંભુ!
ના મેળા ના સરઘસ એકે,
સૌના મુખડે ભારણ શંભુ!
મુક્ત મને મલકાવું કેમે!
પડદા હોઠે ધારણ શંભુ!
જનજનમાં આ બીક જગાવે,
કોરોનાનો રાવણ શંભુ!
જલધારા ને દૂધ વહાવું,
તાપોના ઓ ઠારણ શંભુ!
ભક્તો થાક્યા આવો ભોળા,
દુઃખોના નિવારણ શંભુ!
આવીને સંભાળો નૈયા,
સંકટમાં ઉદ્ધારણ શંભુ!
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat